________________
॥ અચિત્ત તેજસ્કાયનું પ્રયોજન ।
સચિત્ત બે પ્રકારે છે, નિશ્ચયથી અને વ્યવહારથી. ।।૩૫।।
નિશ્ચય અને વ્યવહાર વડે કરીને જ ચિત્તના વૈવિધ્યને બતાવે છે
मू.० - इझापागाईणं, बहुमज्झे विज्जुमाइ निच्छयओ ॥ इंगालाई इयरोति,
-
મૂલાર્થ : ઇષ્ટકાપાક વગેરેનો બરાબર મધ્યભાગ તથા વીજળી વગેરે નિશ્ચયથી સચિત્ત છે, અને બાકીનાં અંગારા વગેરે ઇતર (વ્યવહારથી સચિત્ત) છે.
ટીકાર્થ : ઇષ્ટકાપાક (ઇંટનો નીભાડો) પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી કુંભારનો પાક (નીભાડો) શેરડીના રસને ઉકાળવાની ચૂલ વગેરેનું ગ્રહણ કરવું. તેમના બરાબર મધ્યભાગમાં તથા વીજળી વગેરે, આદિશબ્દથી ઉલ્કાપાત વગેરે તેજસ્કાય નિશ્ચયથી સચિત્ત છે. બાકીનો ‘અંગારાદિક’ - અંગાર એટલે વાળારહિત અગ્નિ, આદિશબ્દથી જ્વાળા વગેરેનું ગ્રહણ કરવું. આ વ્યવહારથી સચિત્ત છે.
હવે મિશ્ર તેજસ્કાયને કહે છે :
મૂ.૦- મુમ્મરમારૂં ૩ મિસ્સો ૩ રૂદ્દા
મૂલાર્થ : તથા મુર્મુર વગેરે મિશ્ર છે. II૩૬॥
ટીકાર્થ : મુર્મુર એટલે કરીષ (છાણા)નો અગ્નિ. આદિ શબ્દથી અર્ધ બુઝાઈ ગયેલ અગ્નિ વગેરેનું ગ્રહણ જાણવું. આવા પ્રકારનો (તેજસ્કાય) મિશ્ર જાણવો. ॥૩૬॥
હવે અચિત્ત તેજસ્કાપિંડને કહે છે :
मू.०- ओयणवंजणपाणग- आयामुसिणोदगं च कुम्मासा ॥ डगलगसरक्खसूई, पिप्पलमाई उ उवओगो ॥३७॥
(૩૫
Jain Education International
મૂલાર્થ : ભાત, શાક, કાંજી, ઓસામણ, ઉષ્ણજળ, રાંધેલા અડદ, ડગલક, રાખ, સોય અને સજાયો વગેરે સચિત્ત છે. તેથી તે ઉપયોગમાં આવે છે. ૫૩૭ના
ટીકાર્થ : ‘ઓદન’ એટલે ભાત વગેરે ભોજન, ‘વ્યંજન’ એટલે ભાજી, શાક, આમ્લમાણુંકઢી વગેરે ‘પાનક' એટલે કાંજી. કેમકે તેમાં ઓસામણ નખાય છે. તેથી તેની અપેક્ષાએ કાંજી અગ્નિકાય કહેવાય છે. ‘આયામ’ એટલે ઓસામણ, ‘ઉષ્ણોદક’ ત્રણ ઉકાળાવાળું જળ, આટલા શબ્દોનો સમાહારદ્વન્દ્વ સમાસ કરવો. અહીં ‘7’ શબ્દ લખ્યો છે, તે મંડક (માંડારોટલા) વગેરેના સમુચ્ચયને માટે છે. ‘કુલ્માષ’ એટલે રાંધેલા અડદ. આ ઓદન વગેરે સર્વે અગ્નિથી પકવાય છે તેથી અગ્નિનું કાર્ય હોવાને લીધે અગ્નિરૂપ કહેવાય છે. કેમકે તેનું કાર્ય હોવાથી તે શબ્દ વડે કથન થઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org