________________
૩૬)
| શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ શકે છે. જેમકે આ મનુષ્ય એક દ્રમ (રૂપિયો) ખાધો, ઈત્યાદિ. તથા ઓદન વગેરે અચિત્ત છે, તેથી તેમને અચિત્ત અગ્નિકાય કહેવામાં કાંઈ વિરોધ નથી. તથા “ડગલક' એટલે પાકેલી ઇંટોના ટુકડા, “સરજક' એટલે ભસ્મ (રાખ) “સૂચી' એટલે વસ્ત્ર સીવવાની લોઢાની સોય, અથવા “સરવેવસૂત્તિ' રક્ષા એટલે ભસ્મ, રક્ષા સહિત જે હોય તે સરલા એવી સૂચિ. અર્થાત રક્ષા અને સૂચી. તથા “ fપૂન એટલે કાંઈક વાંકો શુરવિશેષ (સજાયો) આદિ શબ્દ લખ્યો છે તેથી નખરદનિકા (નરેણી) વગેરેનું ગ્રહણ કરવું. આ ડગલક વગેરે સર્વે પહેલાં અગ્નિરૂપપણાએ કરીને પરિણમેલા હતા, તેથી ભૂતપૂર્વગતિએ કરીને હમણાં પણ અગ્નિકાયપણે અને અચિત્ત પણ કહેવાય છે. અને આ સર્વને અચિત્ત અગ્નિકાયપણે કહેવામાં કાંઈ વિરોધ નથી. હવે અચિત્ત અગ્નિકાયનું પ્રયોજન કહે છે. ‘ડવો’ આ ઓદાનાદિકનો જે ઉપયોગ એટલે ભોજન વગેરેમાં ઉપયોગીપણું તે અચિત્ત અગ્નિકાયે કરીને સાધુઓને હોય છે. આ અગ્નિકાયનું પણ દ્રવ્યાભેદથકી ચાર પ્રકારપણું પ્રથમની જેમ યથાયોગ્ય વિચારવું. ૩૭ી તેજસકાયપિંડ કહ્યો. હવે વાયુકાયપિંડને કહે છે : मू.०- वाउकाओ तिविहो, सच्चित्तो मीसओ य अच्चित्तो ॥
सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥३८॥ મૂલાર્થઃ વાયુકાય ત્રણ પ્રકારનો છે: સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં વળી સચિત્ત બે પ્રકારે છે, નિશ્ચયથી અને વ્યવહારથી ૩૮
ટીકાર્થઃ વાયુકાય ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં વળી અચિત્ત બે પ્રકારે છે, નિશ્ચયથી અને વ્યવહારથી ૩૮ નિશ્ચય અને વ્યવહાર વડે કરીને સચિત્તના બન્ને પ્રકારને તથા અચિત્તને કહે છે : मू.०- सवलयघणतणुवाया, अइहिम अइदुद्दिणे य निच्छयओ ॥
ववहारपाइणाई, अकंताई य अच्चित्तो ॥३९॥ મૂલાર્થઃ વલસહિત, ધનવાત અને તનુવાત, અતિહિમ અને અતિદુર્કિન એ નિશ્ચયથી સચિત્ત છે તથા પૂર્વેદિક દિશાનો વાયુ વ્યવહારથી સચિત્ત છે, અને આક્રાંત વગેરે વાયુ અચિત્ત છે. /૩લા
ટીકાર્થઃ વલય સહિત જે વર્તે તે સવલય (વલયાકાર) કહેવાય છે. તેથી સવલય એવા જે ‘વતyવત્તિ' વાત શબ્દનો દરેકની સાથે સંબંધ કરવો, તેથી ઘનવાત અને તનુવાત. આનો શો ભાવાર્થ ? તે કહે છે કે- નરકપૃથ્વીના પાર્શ્વભાગને વિષે જે ઘનવાત અથવા તનુવાત, વલયના આકારે રહેલા છે, તે વલય શબ્દ વડે કહેવા લાયક છે, તથા નરકપૃથ્વીની નીચે જે ઘનવાત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org