________________
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
મૂલાર્થ : આચ્છોટન અને પિટ્ટન વડે વસ્ત્ર ધોવાં નહિ, તથા ધોયે સતે સૂકાવા માટે અગ્નિનો તાપ આપે નહિ, પરંતુ પરિભોગવસ્ત્રને છાયામાં અને અપરિભોગ વસ્રને તડકામાં સૂકવે, તથા તેની સામુ જોયા કરે. આ ધોવાની ક્રિયામાં ‘કલ્યાણ’ નામનું પ્રાયશ્ચિત્ત ગુરુએ આપવાનું છે. ।।૩૪।
૩૪)
ટીકાર્થ : અહીં વસ્ત્રને ધોતો સાધુ, આચ્છોટન અને પિટ્ટન વડે ન ધુએ. તેમાં ‘આચ્છોટન’ એટલે ધોબીની જેમ શિલા ઉપર પછાડવું, અને પિટ્ટન એટલે નિર્ધન એવી રાંડેલી સ્ત્રીઓની જેમ વારંવાર પાણી નાખવા પૂર્વક વસ્રને ઉથલાવીને ઉત્પિટ્ટન (ધોકા) વડે પીટવું. અહીં સૂત્રમાં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે. જેમ કે ‘તિસુ તેવુ અત્નવિજ્યા પુવી' (તે ત્રણ વડે પૃથ્વી શોભાવી છે) ઇત્યાદિ અહીં સૂત્રમાં ‘તુ’ (મૂળમાં ‘તુ’ દેખાતો નથી, પરંતુ ‘=’ છે) શબ્દ લખ્યો છે, તે નહિ કહેલાના સમુચ્ચય માટે (ગ્રહણ કરવા માટે) છે. તેથી તે શબ્દ ‘હાથ-પગ વડે મસળી મસળીને યતના વડે ધોવા' એવો સમુચ્ચય કરે છે. ત્યાર પછી વસ્ત્ર ધોયે સતે ધોવાના જળનો સ્પર્શ થવાથી ઉત્પન્ન થયેલી ઠંડીને દૂર કરવા માટે પોતાના શરીરને કે વસ્ત્રને સૂકવવા માટે અગ્નિનો તાપ આપવો નહિ. કારણ એ કે ‘ધોવાના જળથી આર્દ્ર થયેલા હસ્તાદિકથકી તે વસ્ત્રથકી કોઈપણ પ્રકારે જળબિંદુના પડવાથી અગ્નિકાયની વિરાધના ન થાઓ.' જો આમ છે તો પછી (તે આર્દ્ર-ભીનાં) વસ્રનું શોષણ શી રીતે કરવું ? એ શંકાના જવાબમાં વસ્રશોષણનો વિધિ કહે છે - પરિભોગ્ય વસ્રને છાયામાં અને અપરિભોગ્ય વસ્ત્રને તડકામાં સૂકવવા. સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે વિભક્તિનો લોપ કર્યો છે, કેમકે પરિભોગ્ય વસ્ત્રને તથા પ્રકારે શોધ્યા છતાં પણ કોઈ પણ પ્રકારે ષપદિકાનો સંભવ રહે છે. તે (ષટપદિકા) ધોતી વખતે તથાપ્રકારે મર્દન કરાઈ હોય તોપણ કોઈપણ પ્રકારે જીવતી રહી હોય તો તે સૂર્યના તાપના સંબંધથી મરી જાય. તેથી તેનાં રક્ષણને માટે તે (પરિભોગ્ય વસ્રો) છાયામાં સૂકવવાં અને બીજા (અપરિભોગ્ય)ને તડકામાં સૂકવવાં. કેમકે તેમાં દોષનો અભાવ છે. તથા છાયામાં અને તડકામાં સૂકવવા માટે વિસ્તારેલાં તે વસ્ત્રોને નિરંતર ‘પેત્તેત્તિ’ જોવા (તેની સામે જોયા ક૨વું) કે જેથી કરીને ચોર લોકો તેને હરી ન જાય. અહીં ઉપર કહેલા વિધિ વડે યાતનાપૂર્વક વસ્ત્ર ધોવાતાં હોય તે વખતે કોઈપણ પ્રકારે વાયુકાયની વિરાધનારૂપ અથવા ષટ્યદિકાના મર્દનઆદિરૂપ અસંયમ પણ સંભવી શકે છે. તેથી તેની શુદ્ધિને માટે તે (ધોનાર) સાધુને ગુરુએ ‘કલ્યાણ’ નામનું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. ।૩૪।।
આ પ્રમાણે વિસ્તાર સહિત અકાયપિંડ કહ્યો. હવે તેજસ્કાયપિંડને કહે છે
मू.० - तिविहो उक्काओ, सच्चित्तो मीसओ य अच्चित्तो ॥
'
सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥३५॥
મૂલાર્થ : તેજસ્કાય ત્રણ પ્રકારનો છે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત તેમાં પણ સચિત્ત બે પ્રકારે છે. નિશ્ચયથકી અને વ્યવહારથકી ।।૩૫ા!
ટીકાર્થ : ત્રણ પ્રકા૨નો તેજસ્કાય છે તે આ પ્રમાણે : સચિત્ત, મિશ્ર અને અચિત્ત તેમાં વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org