________________
| પ્રક્ષાલનક્રિયાનો વિધિ |
(૩૩
હવે ધોવાને આશ્રીને જ વિશેષ પ્રકારનો ક્રમ દેખાડે છે : मू.०- गुरु-पच्चक्खाणि-गिलाण-सेहमाईण धोवणं पुव्वं ॥
तो अप्पणो पुव्वमहा-कडेय इयरे दुवे पच्छा ॥३३॥ મૂલાર્થઃ ગુરુ, પ્રત્યાખ્યાની (તપસ્વી), ગ્લાન અને શૈક્ષ વગેરેનાં વસ્ત્રો પ્રથમ ધોવાં, ત્યાર પછી પોતાનાં વસ્ત્રો ધોવાં, તેમાં પણ યથાકૃત વસ્ત્રને પ્રથમ ધોવાં, અને ત્યારબાદ બીજા બે અનુક્રમે ધોવાં. ૩૩
ટીકાર્થઃ ગુરુ, પ્રત્યાખ્યાની, ગ્લાન અને શૈક્ષ વગેરેનાં વસ્ત્રોનું પૂર્વ પ્રથમ પ્રક્ષાલન કરવું, ત્યાર બાદ પોતાનાં વસ્ત્રોનું પ્રક્ષાલન કરવું. અહીં આ ભાવાર્થ છે – અહીં પોતાના મોટા હિતને ઇચ્છનાર સાધુઓએ ગુરુ આદિને વિશે અવશ્ય વિનય કરવો જોઈએ. કારણ કે વિનયના બળથી જ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિનો સંભવ છે. અન્યથા અવિનીત સાધુને ગચ્છમાં રહેવાનો જ અસંભવ હોવાથી સમગ્ર મૂળની હાનિનો પ્રસંગ આવે છે. તેથી ધોવામાં પ્રવર્તેલા સાધુએ પ્રથમ ગુરુ એટલે આચાર્યના વસ્ત્ર ધોવાં. ત્યાર પછી “પ્રત્યાખ્યાની' એટલે ક્ષેપક વગેરે તપસ્વીઓનાં, ત્યાર પછી ગ્લાન (માંદા) સાધુઓનાં અને ત્યાર પછી શૈક્ષકાદિનાં વસ્ત્રો ધોવાં. તેમાં “શૈક્ષ” એટલે નવી (તાજી) દીક્ષા લીધેલા. આદિ શબ્દ લખ્યો છે તેથી બાળસાધુ વગેરેનું ગ્રહણ કરવું. તથા અહીં સૂત્રમાં
મા” એ ઠેકાણે મકાર લખ્યો છે તે અલાક્ષણિક છે. (વ્યાકરણના નિયમ વિનાનો છે) “તત:' ત્યારબાદ પોતાનાં વસ્ત્રો ધોવાં. અહીં ગુરુ વગેરે સર્વનાં ધોવાલાયક વસ્ત્રો અનુક્રમે ત્રણ પ્રકારનાં સંભવે છે. તે આ પ્રમાણે – યથાકૃત, અલ્પપરિકર્મિત અને બહુપરિકર્મ. તેમાં જે પરિકર્મ રહિત (સાંધ્યા વિનાના) જ તથાપ્રકારનાં પ્રાપ્ત કરેલાં હોય તે યથાકૃત કહેવાય છે, તથા જે એક વાર ખંડન કરીને (ફાડીને) સાંધ્યા હોય તે અલ્પ પરિકર્મ કહેવાય છે, અને જે ઘણે પ્રકારે ખંડન કરીને સીવેલાં હોય તે બહુ પરિકર્મ કહેવાય છે. તેથી તેમાં પણ ધોવાનો અનુક્રમ કહે છે. “પુષ્યમહાડે ય ત્તિ’ ‘પૂર્વ” એટલે પ્રથમ સર્વને વિષે જે યથાકૃત વસ્ત્ર હોય તેને ધોવાં ત્યાર પછી અનુક્રમે બીજાં બે (અલ્પપરિકર્મ અને બહુપરિકમ) ધોવાં. આમ કેમ ? એમ જો કોઈ શંકા કરે તો કહે છે કે વિશુદ્ધ અવ્યવસાયની વૃદ્ધિને માટે આ ક્રમ જાણવો) તે આ પ્રમાણે - જે અલ્પપરિકર્મ વસ્ત્રો છે તે બહુ પરિકર્મની અપેક્ષાએ સંયમનો થોડો વ્યાઘાત કરનાર છે, તેથી તેની અપેક્ષાએ શુદ્ધ છે. તેનાથી પણ યથાકૃત અતિશુદ્ધ છે. કેમકે તે જરાપણ પલિમથ (સ્વાધ્યાયવ્યાઘાત) દોષ કરનાર નથી. તેથી કરીને જેમ જેમ પ્રથમ શુદ્ધ વસ્ત્ર ધોવાય છે તેમ તેમ સંયમના બહુમાનની વૃદ્ધિ હોવાથી વિશુદ્ધ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે, તેથી પ્રથમ યથાકૃતને ધોવા' ઇત્યાદિ ક્રમ યોગ્ય છે ૩૩
હવે પ્રક્ષાલનક્રિયાનો વિધિ દર્શાવે છે : મૂ૦- છોપિટ્ટ/ (૩), ૨ યુવે થોણ પાવ ન વ
परिभोग अपरिभोगे, छायायवपेहकल्लाणं ॥३४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org