________________
૩૨)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ I
(તે કપડાને) ધુએ. આ વિધિ પણ દૂષણ રહિત હોવાથી આચાર્ય મહારાજને સારો ભાસ્યો હોય એમ અમે માનીએ છીએ. ॥૩૧॥
વળી વસ્ત્રનું પ્રક્ષાલન જળવડે થાય છે, તેથી જળને ગ્રહણ કરવા માટે વિશેષ વિધિને કહે છે
मू.०- निव्वोदगस्स गहणं, केई भाणेसु असुइ पडिसेहो ॥ गिहिभायणेसु गहणं, ठियवासे मीसगं छारो ॥३२॥
મૂલાર્થ : કોઈ કહે છે કે, પાત્રને વિષે નીત્રોદક (નેવાનું પાણી)નું ગ્રહણ કરવું, પરંતુ તે જળ અશુચિ હોવાથી પાત્રમાં લેવાનો નિષેધ છે. માટે ગૃહસ્થીના પાત્રમાં વર્ષ રહ્યા બાદ ગ્રહણ કરવું, કેમકે વરસાદ વરસતો હોય ત્યારે તે મિશ્ર હોય છે. તથા તે જળમાં ખાર નાખવો. ।।૩૨।
ટીકાર્થ : વર્ષાઋતુમાં છાપરાના છેડેથી (નેવાથી) પડતું જે જળ તે નીદ્રોદક કહેવાય છે. અહીં જો વર્ષાકાળની પહેલાં સર્વ ઉપધિ કોઈ પણ પ્રકારે સામગ્રીના અભાવને લીધે ધોયો ન હોય તો વર્ષાઋતુ પ્રાપ્ત થાય ત્યારે સાધુઓએ ‘નીત્રોક્ષ્ય' એટલે નેવામાંથી ઊતરેલા જળનું વસ્ત્ર ધોવા માટે ગ્રહણ કરવું. કેમકે તે જળ રજથી ખરડાયેલા, ધૂમાડાથી મ્રિત થયેલા અને સૂર્યના તાપના સંબંધથી ઉષ્ણ થયેલા નીવ્ર (નેવા)ના સ્પર્શથી પરિણત થયેલું હોવાથી અચિત્ત હોય છે. તેથી તેને ગ્રહણ કરવામાં કાંઈ પણ વિરાધના નથી. આ નીવ્રોદક ગ્રહણ કરવામાં કોઈ કહે છે કે - ‘માનનેવુ' એટલે પોતાના પાત્રને વિષે નીદ્રોદક ગ્રહણ કરવું. તે ઉપર આચાર્ય મહારાજ કહે છે કે ‘અમ્રુત્તિ’ અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી આવો અર્થ કરવો - ‘અણુચિત્તાત્’ અપવિત્રપણુ હોવાથી બીજાએ કહેલા (તે) વિધિ વડે નીદ્રોદકના ગ્રહણનો નિષેધ છે, કેમકે નીદ્રોદક મલિન હોય છે અને મલિનતાને લીધે તે અશુચિ હોય છે. તેથી જે પાત્રોમાં ભોજન કરાય છે તે પાત્રોમાં તેનું ગ્રહણ કેમ યોગ્ય હોય ? તથા આ સાધુઓ અશુચિ (અપવિત્ર) છે, એમ લોકમાં શાસનની નિંદા ન થાઓ તેથી ‘વૃત્તિમાનનેવુ’ ગૃહસ્થ સંબંધી ભાંગેલી કૂંડી વગેરેમાં તે નીોદક ગ્રહણ કરવું. વળી તે નીદ્રોદક ‘સ્થિતે વર્ષે’ વરસાદ રહી ગયે છતે એક અંતર્મુહૂર્ત ગયા પછી ગ્રહણ કરવું. કેમકે એક અંતર્મુહૂર્તો કરીને સર્વથા તેના પરિણમનનો (અચિત્ત થવાનો) સંભવ છે. પણ વરસાદ રહી ગયા વિના ગ્રહણ કરવું નહિ. કેમકે ‘મીસમાં ત્તિ' મિશ્ર એટલે વરસાદ વરસતો હોય ત્યારે નીદ્રોદક મિશ્ર હોય છે. તે આ પ્રમાણે – પ્રથમ જે જળ પડ્યું તે અચિત્ત હોય છે અને તે વખતે જ જે પડતું હોય તે સચિત્ત હોય છે, તેથી તે મિશ્ર હોય છે. તેથી કરીને વરસાદ રહી ગયા પછી તે ગ્રહણ કરવું. વળી તે ગ્રહણ કર્યા પછી તેમાં ‘છારો ત્તિ' ખાર નાંખવો, કે જેથી તે જળ ફરીથી ચિત્ત ન થાય. કેમકે કેવળ જળ અચિત્ત થયા છતાં પણ ફરીથી ત્રણ પહોરની પછી સચિત્ત થઈ જાય છે. તેથી તેમાં ખાર નાખવો જોઈએ. તેમજ વળી ક્ષાર નાખવાથી મલિન પણ પાણી નિર્મળતાને પામે છે. અને નિર્મળ જળ વડે ધોયેલા આચાર્ય વગેરેનાં વસ્ત્રો સારા તેજવાળા (ઉજળા) થાય છે. તેથી આ કારણને લઈને પણ ખાર નાખવા યોગ્ય છે.
113211
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org