________________
છે ઉપધિપ્રક્ષાલનનો વિધિ /
(૩૧ આ પ્રમાણે પરીક્ષા કર્યા છતાં જો તે (ષટ્રપબિકા) ન હોય તો પછી તે કપડાને ધુએ. અને જો કદાચ પદિકા હોય તો ફરી ફરી (વારંવાર) જોઈને જ્યારે તે નથી એમ નિશ્ચય થાય ત્યારે ધોવે. આ પ્રમાણે સાત દિવસ વડે કપડાની શુદ્ધિ કરવી. આને અનુસારે બાકીની ઉપધિની શુદ્ધિ ભાવવી (જાણવી). અહીં ધોવાલાયક કપડાનો પરિભોગ (ઉપયોગ) ન કરવો તે રૂપ વિશ્રામણા કહી છે. તેથી કરીને જે તેનો બહારનો પ્રાવરણ આદિ (ઓઢવા, મૂકવા તથા લટકાવવા) રૂપ પરિભોગ છે તે પરમાર્થથી અપરિભોગ જ છે. તેથી તે વખતે તેની વિશ્રામણા (અપરિભોગરૂપ) કહી તે વિરોધ પામતી નથી ૩૦ આ જ ગાથાનું ભાષ્યકાર મહારાજ વ્યાખ્યાન કરે છે :
धोवत्थं तिन्नि दिणे, उवरिं पाउणइ तह य आसन्नं ॥
धारेइ तिन्नि दियहे, एगदिणं उवरि लंबतं ॥११॥ (भाष्य) મૂલાર્થ ધોવાને માટે કપડાને ત્રણ દિવસ (રાત્રિ) સુધી (કામળીની) ઉપર ધારણ કરે, તથા ત્રણ દિવસ (રાત્રિ) સુધી (સૂતી વખતે) સમીપે ધારણ કરે અને એક દિવસ (રાત્રી) ઉપર લટકતું રાખે. ૧૧ાા (ભાષ્ય)
ટીકાર્થ: આ ગાથાનો અર્થ કહેવાઈ ગયો છે. આ જ વિશ્રામણાના વિધિને વિષે મતાંતરને કહે છે. मू.०- केई एक्केक्कनिसि, संवासेउं तिहा परिच्छंति ॥
पाउणइ जइ न लग्गत्ति, छप्पइया ताहि धोवंति ॥३१॥ મૂલાર્થ : કોઈ કહે છે કે પૂર્વે કહેલા ત્રણ પ્રકારે એક એક રાત્રિ કપડાંને ધારણ કરીને પરીક્ષા કરે, પછી શરીર ઉપર ધારણ કરે, તે વખતે જો પાદિકા લાગેલી ન હોય તો કપડાને ધુએ. ૩૧
ટીકાર્થ : “ ' એટલે કોઈક સૂરિમહારાજ આ પ્રમાણે કહે છે કે, એક એક રાત્રિ સુધી ‘ત્રિધા’ એટલે પૂર્વે કહેલા ત્રણ પ્રકારે ધારણ કરીને એટલે કે એક રાત્રિ શોધવા લાયક કપડાને બહાર (શરીર ઉપર ઓઢેલ સુતરાઉ તથા ગરમ એમ બે કપડાની ઉપર ધારણ કરે, બીજી રાત્રિએ સંથારાની પાસે સ્થાપન કરે, અને ત્રીજી રાત્રિએ સૂતો સૂતો સૂવે ત્યારે) સૂવાના સ્થાનની ઉપર (તે કલ્પકપડાને) અધોમુખે લટકતો અને પ્રાયે કરીને શરીરને તેનો છેડો સ્પર્શ કરે તેવી રીતે પ્રસારેલો સ્થાપન કરે. આ પ્રકારે ત્રણ વખત ધારણ કરીને પરીક્ષા કરે એટલે દષ્ટિ વડે જુએ. અને તેમ જોયા છતાં જો તેમાં (ષક્ષેદિકા) દેખવામાં ન આવે તો પછી સૂક્ષ્મ ષદિકાને શોધવા માટે (તે કપડાને) શરીર ઉપર ધારણ કરે, ધારણ કરે સતે જો “ તાતિ' ષદિકા શરીરે લાગેલી ન દેખાય, તો પછી તે કપડાને ધુએ. અને જો જૂ શરીરે લાગે તો તેમાં પર્યાદિકા છે જ નહિ. એમ નિશ્ચય થાય ત્યાં સુધી દૃષ્ટિ વડે જુએ અને શરીર પર ફરી ફરીને (વારંવાર) ધારણ કરવા વડે પરીક્ષા કરે અને ત્યારપછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org