________________
૩૦)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે ટીકાર્થ : વળી જે ઉપધિ, ધોવાનો કાળ પ્રાપ્ત થયે સતે, આમ કહેવાથી અકાળે ધોવામાં ભગવાનની આજ્ઞાનો ભંગરૂપ દોષ દેખાડે છે. વિશ્રખ્યતે' એટલે સમગ્ર પદિકા (જૂ)ની શુદ્ધિ કરવા માટે પરિભોગ (ઉપયોગ) કર્યા વિના ધારણ કરાય (રાખી મૂકાય) છે, તે ઉપધિને વીતર નિયા' એટલે સર્વજ્ઞના ઉપદેશવડે અર્થાત્ સર્વશના વચનને જાણીને ‘વં' આ કહેવાશે એવા પ્રકારે કરીને સાધુ વીસામો આપે. કેરી વિશ્રામણાના પ્રકારને જ કહે છે - म.०- अभितरपरिभोगं, उवरि पाउणइ नाइदूरे य ॥
तिन्नि य तिन्नि य एगं, निसिं तु काउं परिच्छिज्जा ॥३०॥ મૂલાર્થઃ અત્યંત ઉપયોગમાં આવતા વસ્ત્રને ત્રણ દિવસ સુધી ઉપર ધારણ કરે તથા ત્રણ દિવસ સુધી રાત્રે સૂતી વખતે નજીકમાં સ્થાપન કરે તથા એક રાત્રિ સુધી માથે લટકાવીને પરીક્ષા કરે (પદિકાને જુએ) IsOll
ટીકાર્થ : અહીં સાધુને બે કપડા સુતરના અને એક કામળી (એમ કુલ ત્રણ) હોય છે. તેમાં જ્યારે તે કપડા ધારણ કરાય છે ત્યારે એક સુતરાઉ કપડો અંદર ઓઢાય છે, એટલે શરીરે લાગેલો ધારણ કરાય છે, તેની ઉપર બીજો સુતરાઉ કપડો ધારણ કરાય છે, તથા તેની પણ ઉપર ત્રીજો કામળીરૂપી કપડો ધારણ કરાય છે. તેથી પ્રક્ષાલનકાળ પ્રાપ્ત થયે સતે વિશ્રામણાના વિધિના પ્રારંભમાં રાત્રે સૂતી વખતે અત્યંતર પરિભોગને એટલે નિરંતર શરીરની સાથે લાગેલા ઉપયોગમાં આવતા સુતરાઉ કાપડને ઉપર એટલે બીજા બે કપડાની બહાર ત્રણ દિવસ સુધી ધારણ કરે, કે જેથી તેમાં રહેલી ષટ્રપદિકાઓ સુદા વડે પીડા પામવાથી આહારને માટે અથવા શિતાદિક વડે પીડા પામવાથી (ઉષ્ણતાદિકને માટે) બહાર (ઉપર) ધારણ કરેલા કપડાને દૂર કરીને (તજીને) અંદરના બે કપડામાં અથવા શરીરે આવીને લાગે. આ પહેલાં વિશ્રામણાનો વિધિ થયો. આ પ્રમાણે ત્રણ દિવસ ધારણ કરીને ત્યારપછી ત્રણ દિવસ સુધી રાત્રે સૂવાના કાળે સમીપે સ્થાપન કરે. આનો ભાવાર્થ આ પ્રમાણે - સૂવાના કાળે સંથારાની પાસે જ સ્થાપન કરે કે જેથી પહેલા વિશ્રામણાના વિધિએ કરીને જે પદિકા ન નીકળી હોય તે પણ સુધા વડે પીડા પામવાથી આહારને માટે તે કપડામાંથી નીકળીને સંથારાદિકને વિષે લાગી જાય. આ બીજો વિશ્રામણાનો વિધિ કહ્યો. ત્યાર પછી એક નિશા એટલે રાત્રિ સુધી, અહીં “તું” શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. સૂતો એવો સાધુ સૂવાના સ્થાનની ઉપર લટકતા, નીચા મુખ (છેડા) વાળા અને પ્રાયે કરીને (તે લટકતો છેડો) શરીરને લાગેલ હોય તેવી રીતે કપડાંને પ્રસારેલો (લટકાવેલો) કરીને સ્થાપન કરે. સ્થાપન કરીને પછી પરીક્ષા કરે એટલે દષ્ટિ વડે અને પ્રાવરણ વડે (ઓઢવા વડે) પદિકાને જુએ તે આ પ્રમાણે પ્રથમ તો દષ્ટિ વડે જુએ. દષ્ટિ વડે જોયા છતાં પણ જો “જૂ દેખવામાં ન આવે તો સૂક્ષ્મ પદિકાના રક્ષણ માટે ફરીથી શરીર ઉપર (તે કપડાને) ધારણ કરે કે જેથી કપડામાંથી સૂક્ષ્મ મૂકાઓ આહાર કરવા માટે શરીરમાં લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org