________________
૨૮)
I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | मू.०- पायस्स पडोयारो, दुनिसिज्ज तिपट्ट पोत्ति रयहरणं ॥
एए उ न वीसामे, जयणा संकामणा धुवणं ॥२८॥ મૂલાર્થઃ પાત્રનો છ પ્રકારનો પ્રત્યવતાર (ઉપકરણ), બે નિષઘા, ત્રણ પટ્ટ, મુખવત્રિકા અને રજોહરણ આટલી ઉપધિને વિશ્રાંતિ આપવી નહિ, યાતના વડે સંક્રમણ કરવી અને પછી તેને ધોવી ||૨૮ો.
ટીકાર્થ : જેને વિષે પાકત્ર મૂકાય તે પ્રત્યવતાર એટલે ઉપકરણ કહેવાય છે. પછી પાત્રનો પ્રત્યવતાર એટલે પાત્ર સિવાય (૧ પાત્રબંધ, ૨ પાત્રસ્થાપન, ૩ પાત્રકેસરિકા ૪ પડલા, ૫ રજસ્ત્રાણ અને ૬ ગુચ્છા) છ પ્રકારનો પાત્રનિયોગ તથા રજોહરણ સંબંધી એ નિષઘા તે આ પ્રમાણે - બાહ્યનિષદ્યા અને અત્યંતરનિષદ્યા. અહીં હાલમાં દેશીઓની સાથે જે દાંડી કરવામાં આવે છે તે સૂત્રની નીતિ વડે એકલી જ હોય છે, પણ દશીઓ સહિત હોતી નથી. તે દાંડીની ત્રણ નિષદ્યા હોય છે. તેમાં દાંડીની ઉપર એક હાથ લાંબી અને તિરછી ત્રણ વેષ્ટક (વટવા) જેટલી પહોળી જે કામળીના કકડારૂપ હોય છે તે પહેલી નિષદ્યા, તે (નિષદ્યા)ના અગ્રભાગમાં દશીઓ બંધાય છે. દશીઓ સહિત તે (નિષદ્યા)ને આગળ ઉપર (પછીથી) રજોહરણ શબ્દો કરીને આચાર્ય મહારાજ ગ્રહણ કરશે, તેથી અહીં તેનું ગ્રહણ કરવું નહિ. તથા આ જ નિષદ્યાને તિરછી ઘણા વેષ્ટક વડે વીંટતી એક હાથ કરતાં કાંઈક અધિક પ્રમાણ લાંબી અને એક જ હાથ પ્રમાણ પહોળી જે વસ્ત્રમય નિષદ્યા છે તે બીજી અત્યંતર નિષઘા કહેવાય છે. તથા તે જ અત્યંતર નિષદ્યાને તિરછા વેષ્ટકને કરતી એક હાથ અને ચાર આંગળ પ્રમાણ ચતુરગ્ન (ચોખ્ખણી) જે કામળમય નિષદ્યા છે, તે બેસવામાં ઉપકારક હોવાથી હાલમાં પાદપ્રીંછનક નામે રૂઢ (પ્રસિદ્ધ) છે, તે (ત્રીજી) બાહ્ય નિષદ્યા છે એમ કહેવાય છે. દાંડી સહિત આ ત્રણે નિષદ્યા મળીને રજોહરણ કહેવાય છે. તેથી રજોહરણ સંબંધી બે નિષદ્યા છે. એમ જે ઉપર કહ્યું છે તે વિરુદ્ધ નથી તથા ત્રણ પટ્ટ છે, તે આ પ્રમાણે ૧ સંસ્તારકપલ્ટ, ૨ ઉત્તરપટ્ટ અને ૩ ચોલપટ્ટ આ ત્રણે પ્રસિદ્ધ છે. તથા “પોત્તિ એટલે મુખપોતિકા અર્થાત્ મુખને ઢાંકવા માટે જે પોત-વસ્ત્ર તે મુખપાત કહેવાય છે. એક વેત અને ચાર આંગળ જ માત્ર પ્રમાણવાળું હોવાથી હસ્વ (નાનું) એવું જે મુખપત તે જ મુખપોતિકા એટલે મુખવગ્નિકા કહેવાય છે. (અહીં સ્વાર્થમાં રૂ પ્રત્યય થયો છે.) અહીં ‘તિવર્તને સ્વાર્થપ્રત્યયા: પ્રતિતિાવનાનિ' સ્વાર્થ પ્રત્યયવાળા શબ્દો, પ્રકૃતિ-લિંગ અને વચનને ઓળંગે છે, ફેરફાર કરે છે. એવા વચન થકી પ્રથમ ‘પોત’ શબ્દ નપુંસકલિંગ હોવા છતાં ‘ફ પ્રત્યય સ્વાર્થમાં લાગવાથી સ્ત્રીલિંગે કર્યો છે. તથા “રજોહરણ' દંડી અને ત્રણ વેષ્ટક પ્રમાણ પહોળી, એક હાથ લાંબી અને એક હાથના ત્રીજા ભાગ પ્રમાણ લાંબી દશીઓ સહિત જે પહેલી નિષદ્યા પ્રથમ (ઉપર) કહી છે તે રજોહરણ કહેવાય છે. તે વિષે ભાષ્યકાર મહારાજા આગળ ઉપર કહેશે કે ‘નિસેન્ન વ રહ' એટલે ‘બાહ્ય અને અત્યંતર નિષદ્યારહિત, એક નિષઘાવાળું અને દશી સહિત એવું રજોહરણ કહેવાય છે' આ (ઉપર કહી તે) વિશેષ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org