________________
॥ વર્ષાકાલે ઉપધિ નહિ ધોવામાં દોષપ્રાપ્તિ ॥
(૨૭
પાત્રનિયોગ. (ષષ્ઠી તત્પુરુષ સમાસ) એટલે પાત્રકબંધ વગેરે પાત્રના ઉપકરણ. કહ્યું છે કે ‘પત્ત પત્તાબંધો, પાયદુવળ ચ પાયરિયા । પડતારૂં ચત્તાળ પ, ગોબો પાનિોશો !' (પાત્ર ૧, પાત્રબંધ ૨, પાત્રસ્થાપન ૩, પાત્રકેસરિકા ૪, પડલા ૫, રજસ્ત્રાણ ૬, અને ગોચ્છક ૭ આ પાત્રનિયોંગ કહેવાય છે. ।।૧) ઇતિ ॥૨૬॥
પ્રશ્ન : શું સર્વ સાધુઓનાં વસ્ત્રો વર્ષાકાળની પહેલાં જ ધોવાય કે કોઈને માટે કાંઈ વિશેષ
છે ?
ઉત્તર ઃ વિશેષ છે, એમ અમે કહીએ છીએ. કોને માટે વિશેષ છે ? એમ જો તું કહેતો હોય તો ગ્રંથકાર કહે છે.
मू. ० - आयरिय गिलाणाण य, मइला पुणोवि धावंति ॥
माहु गुरूण अवण्णो, लोगम्मि अजीरणं इयरे ॥२७॥
'
મૂલાર્થ : આચાર્યના અને ગ્લાનસાધુઓના મેલા મેલા થયેલા વસ્ત્રોને વારંવાર ધોવા જોઈએ. કેમકે ગુરુનો લોકમાં અવર્ણવાદ ન થાઓ અને બીજાને (ગ્લાનને) અજીર્ણ ન થાઓ માટે. ।।૨૭।
ટીકાર્થ : અહીં જેઓએ પૂર્વે અરિહંત કહેલા પ્રવચનને અનુસરતા આચારાંગાદિ શાસ્ત્રના ઉપધાન (યોગ) વહન કર્યા હોય, પોતાના સિદ્ધાંત (આગમ)ના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, જેઓ સમગ્ર સ્વ-પર સિદ્ધાંતના શાસ્ત્રોના અર્થને વિષે જ્ઞાનવાળા હોય, પાંચ પ્રકારના આચારને વિષે પોતે કુશળ હોય અને બીજાને કુશળ કરનાર (બનાવનાર) હોય, જેઓ પ્રવચનના અર્થની વ્યાખ્યા કરવામાં અધિકારી હોય અને સદ્ધર્મની દેશના આપવામાં તત્પર હોય. એવા જે સૂરિમહારાજા હોય તે આચાર્ય કહેવાય છે. અહીં આચાર્ય શબ્દ ગ્રહણ કર્યો છે, તે ઉપલક્ષણ છે. તેથી ઉપાધ્યાયાદિક પ્રભુઓને પણ ગ્રહણ ક૨વા. તેવા આચાર્યોના તથા ‘ગ્લાન’ એટલે માંદા સાધુઓના વારંવાર મલિન થયેલા વસ્ત્રો ‘ધાવ્યુંતે' ધોવાય છે. ‘મહિનાનિ' આ ઠેકાણે નપુંસકલિંગ પ્રાપ્ત થયા છતાં પણ સૂત્રમાં પ્રાકૃતસૂત્રના વશથી પુંલિંગનો નિર્દેશ કર્યો છે. તે વિષે પાણિનિ આચાર્ય પોતાના રચેલા પ્રાકૃતલક્ષણમાં કહે છે કે ‘નિ। વ્યમિન્વાર્યપિ' (પ્રાકૃતભાષામાં લિંગનો ફેરફાર થઈ શકે છે) આ પ્રસ્તુત અર્થમાં (વસ ધોવાની બાબતમાં) કારણ કહે છે ‘મા દુ’ ઇત્યાદિ ‘માઁ વતુ' ન થાઓ ‘દુ' એટલે નિશ્ચે ગુરુઓ (આચાર્યાદિ)ની મલિનવસ્ત્ર ધારણ કરવામાં લોકોને વિષે ‘અવળું:' અશ્લાઘા (નિંદા) કેમકે ‘આ ગુરુઓ હાંકી કાઢવા લાયક છે, તેઓનું શરીર મળના દુર્ગંધ વડે વ્યાપ્ત છે. તેથી તેઓની નજીક જવાથી અમારે શું ફળ છે ?’ એ પ્રમાણે (નિંદા ન થાઓ) તથા ઇતર એટલે ગ્લાનને વિષે અજીર્ણ ન થાઓ. આ કારણથી તેમના વારંવાર મલિન થયેલાં વસ્ત્રો ધોવાય છે. ૨૭ાા
હવે જે વિશેષ પ્રકારની ઉપધિ કે જેને વિશ્રાંતિ અપાતી નથી (શરીરથી દૂર રખાતી નથી) તેનું નામ ગ્રહણ કરવા પૂર્વક તેના ધોવાનો વિધિ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org