________________
૨૬)
| શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ન જાણી શકાય તેવા સ્વર્ગ અને મોક્ષના માર્ગને જાણે છે એમ ધારવું તે શ્રદ્ધા કરવા લાયક નથી.” તથા વર્ષાઋતુમાં નહિ ધોયેલા વસ્ત્રો પહેરીને ભિક્ષાદિકને માટે નીકળેલા સાધુને મેઘની વૃષ્ટિ થતાં મલિન વસ્ત્ર અને કામળીના સંબંધથી અપકાયની વિરાધના થાય છે. આ દોષો) ‘વસુ' વર્ષાકાળની પાસેનો કાળ પણ સમીપપણાને લીધે વર્ષ એમ કહેવાય છે. તેની સમીપપણાને લીધે તે શબ્દનો વ્યપદેશ (કથન) થઈ શકે છે. જેમ કે “યાં પોષ:' (ગાયનો વાડો ગંગા નદીમાં છે એટલે ગંગા નદીની સમીપે છે) તેની જેમ અહીં પણ જાણવું, તેથી કરીને ‘વષ!' એટલે વર્ષાઋતુની પાસેના કાળે વસ્ત્રાદિક નહિ ધોવામાં (આ) દોષો છે. તેથી અવશ્ય વર્ષાકાળથી પહેલાં વસ્ત્ર ધોવાલાયક છે. વળી જે સંપાતિમ જીવોની હિંસા વગેરે દોષો વસ્ત્ર ધોવામાં પૂર્વ કહ્યા છે તે પણ સૂત્રમાં કહેલી નીતિ પ્રમાણે યતના વડે પ્રવર્તતા સાધુને સંભવતા નથી એમ જાણવું. કેમકે જે સાધુ સૂત્રની આજ્ઞાને અનુસરીને યતના વડે સમ્યફપ્રકારે પ્રવર્તે છે, તે જો કે કથંચિત્ પ્રાણીને ઉપમર્દન કરનાર થાય છે તો પણ તે સૂત્રના બહુમાન થકી યાતનાપૂર્વક પ્રવર્તતો હોવાથી પાપનો ભાગી થતો નથી, તેમજ તીવ્ર પ્રાયશ્ચિત્તનો પણ ભાગી થતો નથી. તે વિષે પત્તે વિય વારે સવંતવર્દિ ધુવંતિ નથUIC' વર્ષાકાળ પ્રાપ્ત થાય પહેલાં જ સર્વ ઉપધિને યતના વડે ધોવી જોઈએ. એ પ્રમાણે સૂત્ર આગળ કહેશે, તેથી કાંઈ પણ દોષ નથી. તેમજ તે વખતે વસ્ત્ર ધોવામાં બકુશચારિત્ર પણ થતું નથી. કારણ કે સૂત્રની આજ્ઞાએ કરીને પ્રવત્તવાપણું છે તેથી, તેમજ અસ્થાને સ્થાપન કરવા રૂપ દોષ પણ નથી. કેમકે લોકોનું પણ વર્ષાકાળે વસ્ત્ર નહિ ધોવામાં દોષનું જાણવાપણું છે. તથા વળી આ હમણાં કહેલા અતિભારાદિક દોષો ઋતુબદ્ધકાળે વસ્ત્ર નહિ ધોવામાં સંભવતા નથી તેથી તે વખતે વસ્ત્ર ધોવા તે યોગ્ય નથી, એમ સિદ્ધ થયું //રપા
હવે વર્ષાકાળની પહેલાં પણ ઉત્કર્ષથી અને જઘન્યથી જેટલો ઉપધિ ધોવા લાયક છે તેટલો કહે
मू.०- अपत्ते च्चिय वासे, सव्वं उवहिं धुवंति जयणाए ॥
असइए उ दवस्स य, जहन्नओ पायनिज्जोगो ॥२६॥ મૂલાર્થ : વર્ષાઋતુ પ્રાપ્ત થયા પહેલાં જ સર્વ ઉપાધિ યતના વડે ધોવો જોઈએ. પરંતુ પાણી નહિ હોયે સતે જધન્યથી પાત્રનિર્યોગ ધોવા જોઈએ. //રદી
ટીકાર્થ : “કાલે વ વર્ષે વર્ષાકાળ પ્રાપ્ત નહિ થયે સતે જ અર્થાતુ વર્ષાકાળથી કાંઈક પહેલાના કાળે જલાદિકની સામગ્રી સતે “સર્વ પધ' સર્વ ઉપકરણને “યતનયા' યતના વડે સાધુઓ ધોવે છે. પરંતુ દ્રવચ્ચે' જળનાં ‘ગતિ' અભાવે જઘન્યથી પણ પાત્રનિર્યોગ અવશ્ય થવો જોઈએ. અહીં ‘નિસ્' ઉપસર્ગપૂર્વક “યુગ' ધાતુ ઉપકાર અર્થમાં વર્તે છે. તે વિષે કહ્યું છે કે “પાટોતૂર્વજો નિન્નો સવયારો' તેથી કરીને નિર્ગુખ્યતે' એટલે ઉપકાર કરાય જેના વડે તે નિયગ' એટલે ઉપકરણ કહેવાય છે. અહીં ‘મર્તરિ એ સૂત્ર કરીને “ધન્' પ્રત્યય થયો છે. પછી પાત્રનો જે નિયગ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org