________________
|| વર્ષાકાલે ઉપધિ નહિ ધોવામાં દોષપ્રાપ્તિ
(૨૫ વગેરેમાં ઉડીને આવી પડતા મક્ષિકાદિક જીવોનો અને વાયુકાયનો “વધ” વિનાશ થાય છે. તથા
áાવનેન' એટલે ધોયેલા જળને પરઠવવામાં પૃથ્વી ઉપર રેલો ચાલવા વડે કરીને ભૂતપઘાત' એટલે પૃથ્વીને આશ્રીને (ઉપર કે અંદર) રહેલી કીડીઓ વગેરે પ્રાણીઓનો ઉપમર્દ (હિંસા) થાય છે, તેથી ઋતુબદ્ધકાળે વસ્ત્ર ધોવા નહિ. ૨૪
અહીં કોઈ શંકા કરે કે - આ (તમે ઉપર કહેલા) દોષો, વર્ષાકાળની પહેલાં પણ વસ્ત્ર ધોવામાં સંભવે છે. તેથી તે વખતે પણ વસ્ત્ર ધોવા ન જોઈએ.
ઉત્તર ઃ એવી શંકા ન કરવી. કેમ કે તે વખતે વસ્ત્ર નહિ ધોવાથી અનેક દોષો સંભવે છે. તે જ દોષોને કહે છે. मू.०- अइभार चुडण पणए, सीयलपाउरणऽजीरगेलण्णे ॥
ओहावणकायवहो, वासासु अधोवणे दोसा ॥२५॥ મૂલાર્થ : અતિભાર, સડી જવું, પનક (નીલફૂગ થવી), શીતળ વસ્ત્ર પહેરવાથી અજીર્ણ થતા માંદગી થાય, શાસનની નિંદા તથા અપકાય વધ થાય. વર્ષાઋતુ પહેલાં નહિ ધોવામાં આ દોષો થાય છે. રપા.
ટીકાર્થ : અહીં વર્ષાકાળની પહેલાં પણ જો વસ્ત્ર ધોવામાં ન આવે તો “અતિભાર' એટલે વસ્ત્રનો ઘણો ભાર થઈ જાય, તે આ પ્રમાણે – જ્યારે મળવાળા (મલિન) વસ્ત્રો જળકણથી યુક્ત થયેલા સામાન્ય વાયુ વડે પણ પર્શિત થયાં હોય ત્યારે પણ તે મળ ભીંજાઈને વસ્ત્રને વિષે અત્યંત સંબંધ કરે છે, તો પછી ચોતરફ જળમય એવા વર્ષાઋતુમાં અત્યંત સંબંધ કરે તેમાં તો શું કહેવું? તેથી કરીને વર્ષાઋતુમાં ભીંજાયેલ. મળના સંબંધથી વસ્ત્રો ઘણા ભારવાળા થાય છે. તથા “વુડળ' એટલે વર્ષાકાળની પહેલાં પણ વસ્ત્ર નહિ ધોવાથી વર્ષાઋતુમાં તે વસ્ત્ર જીર્ણ થઈ જાય-સડી જાય. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જો વર્ષાકાળની પહેલાં પણ વસ્ત્ર ન ધોવાય તો વર્ષાઋતુમાં તે વસ્ત્ર મળથી ભીંજાયેલપણાને લીધે જીર્ણતા થવાથી ફાટી જાય છે. અને વર્ષાકાળમાં નવાં વસ્ત્ર (તો) ગ્રહણ કરતા નથી, (તેમજ આગળથી) અધિક પરિગ્રહ રાખી શકાતો નથી. તેથી વસ્ત્રના અભાવે જે દોષો આગમમાં પ્રસિદ્ધ છે તે સર્વ દોષો યથાયોગ્ય પ્રાપ્ત થાય છે. તથા ભીંજાયેલા મળવાળાં વસ્ત્રોમાં શીતળ જળકણના સંબંધને લીધે આદ્રપણું થવાથી “પનક’ એટલે અમુક જાતની વનસ્પતિ (નીલફૂગ) અત્યંત થાય છે. અને તેમ થવાથી જીવહિંસાની પ્રાપ્તિ થાય છે. તથા નિરંતર ચોતરફ પ્રસરવારૂપે વરસાદ પડતો હોય અને શીતળ વાયુ વાતો હોય ત્યારે મળના આદ્રપણાને લીધે શીતળ થયેલા વસ્ત્રો પહેરતાં ખાધેલા આહારની અજીર્ણતા - અપરિણતિ થવાથી “ગ્લાનતા' એટલે શરીરની માંદગી વિકસે છે – જોર કરે છે, અને તેમ થયે સતે શાસનની નિંદા થાય છે. જેમ કે – અહો ! આ તપસ્વીઓ (સાધુઓ) મૂર્ખશિરોમણિ છે, પરમાર્થથી તત્ત્વને જાણતા જ નથી. જેઓ વર્ષાઋતુમાં નહિ ધોયેલ વસ્ત્રો પહેરવાથી માંદગી પ્રાપ્ત થાય છે એટલું પણ સમજતા નથી, તો સામાન્ય લોકોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org