________________
૨૪)
* શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ સિંચન કરવું, પીવું, હાથ વગેરે ધોવાં, વસ્ત્ર ધોવાં, આચમન કરવું, પાત્ર ધોવાં વગેરે કાર્યમાં અચિત્ત જળનું ઘણા પ્રકારે પ્રયોજન છે. રવી
ટીકાર્થ: “પરિષેક’ – એટલે ઉત્પન્ન થએલા દુષ્ટ વ્રણ (ચાંદા) વગેરેની ઉપર પાણી વડે સિંચન કરવું, “પાન એટલે તૃષાને દૂર કરવા માટે પાણી પીવું, ‘હસ્તાદિપાવન' એટલે કારણને લઈને હાથપગ વગેરે શરીરના અવયવોને ધોવા, “ચીવરધાવન” એટલે વસ્ત્ર ધોવાં, આ શબ્દની વિભક્તિ જે જૂદી કરીને દેખાડી છે, (પણ પૂર્વના સમાસની સાથે આ શબ્દ લખ્યો નથી.) તે “સાધુઓએ હંમેશાં ઉપાધિનું પ્રક્ષાલન કરવું નહિ' એમ જણાવવા માટે દેખાડી છે. “આચમન' એટલે પુરષોત્સર્ગ કર્યા પછી શૌચ કરવું. ‘ભાણધુવણ' એટલે પાત્રાદિક ભાજનનું ધોવું, “એવમાદિ એટલે આ વગેરે, અહીં આદિ શબ્દથી ગ્લાનકાર્યાદિકનું ગ્રહણ કરવું. (અર્થાત્ આવા કાર્યમાં સાધુઓને) અચિત્ત અપકાયનું પ્રયોજન “વહુધા' ઘણે પ્રકારે છે એમ જાણવું. //ર૩
અહીં વસ્ત્ર ધોવાનું જે કહ્યું તે સાધુઓને વર્ષાઋતુ આવ્યા પહેલાં કહ્યું છે. પણ શેષ (બીજા) કાળે કહ્યું નહિ, કેમ કે શેષકાળ ધોવાથી અનેક દોષનો સંભવ છે. તે દોષોને જ દેખાડે છે -
मू.०- उउबद्धधुवण बाउस, बंभविणासो अठाणठवणं च ॥
संपाइमवाउवहो, पावण भूओवघाओ य ॥२४॥ મૂલાર્થ : ઋતુબદ્ધકાળે વસ્ત્ર ધોવાથી બકુશ ચારિત્ર થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, સાધુને અસ્થાને સ્થાપવામાં આવે છે (કલંક લાગે છે), સંપાતિમ જીવોનો અને વાયુકાયનો વધ થાય છે તથા પૃથ્વી પર) પાણી રેડવાથી પ્રાણીઓનો ઉપઘાત થાય છે. ૨૪ો.
ટીકાર્થ: વર્ષાકાળની સમીપના કાળને છોડીને બાકીના ઋતુબદ્ધ કાળને વિષે વસ્ત્ર ધોવામાં ચારિત્ર-બકુશ થાય છે. કેમકે તે ઉપકરણબકુશ કહેવાય છે. તથા “બ્રહ્મવિનાશ’ એટલે મૈથુનના પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે. કેમ કે ધોયેલા વસ્ત્ર પહેરવાથી ભૂષિત શરીરવાળો (સાધુ) કુરૂપ હોય તોપણ તે રમણીયપણાએ કરીને દેખાતો હોવાથી સ્ત્રીઓને “આ રમવા યોગ્ય છે' એમ પ્રાર્થના કરવા લાયક છે, તો પછી શરીરના અવયવોના રમણીયપણાએ કરીને શોભિત હોય તે તો પ્રાર્થના કરવા લાયક થાય તેમાં શું કહેવું? તેથી કરીને પ્રાર્થના કરતી સર્વ સ્ત્રીઓના લીલાપૂર્વક દેખાડેલા અને વાંકા વળેલા નેત્રોનું જોવું, શરીર મરડવાના મિષથી દેખાડેલી કાખ, સારા ગોળપણાએ કરીને મનોહર તથા પુષ્ઠ અને કઠિ સ્તનનો વિસ્તાર તથા ગંભીર એવી નાભિનો પ્રદેશ. આ સર્વ જોવા-વિચારવાથી બ્રહ્મચર્ય અવશ્ય ભ્રષ્ટ થાય છે. તથા “અસ્થાનસ્થાપન” આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જો કદાચ કોઈપણ પ્રકારે તત્ત્વના જાણપણાએ કરીને ચરિત્રને વિષે નિષ્કપ ધર્યના આશ્રયને લીધે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ ન થાય, તોપણ લોકો તેને અસ્થાને સ્થાપન કરે છે, તે આ પ્રમાણે - નિશ્ચયે આ (સાધુ) કામી છે, અન્યથા (જો કામી ન હોય તો) આ પ્રમાણે પોતાના શરીરને કેમ શણગારે છે? કેમકે અકામી પુરુષ શણગાર ઉપર પ્રીતિવાળો હોય જ નહિ વગેરે.” તથા “સંપાતિમ' એટલે ધોવાના પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org