________________
અચિત્ત અપકાયનું પ્રયોજન છે
(૨૩ હવે પ્રથમ જે આદેશ પ્રવચનને અવિરુદ્ધ કહેલો છે, તેની ભાવના કરતા સતા કહે છે – मू.०- जाव न बहुप्पसन्नं, ता मीसं एस इत्थ आएसो ॥
होइ पमाणमचित्तं, बहुप्पसन्नं तु नायव्वं ॥२१॥ મૂલાર્થ જ્યાં સુધી (ચોખા ધોવાનું પાણી) અતિ સ્વચ્છ (નિર્મળ) થયું ન હોય, ત્યાં સુધી તે મિશ્ર જાણવું. આ આદેશ) અહીં પ્રમાણરૂપ છે. પરંતુ જે (પાણી) અતિ સ્વચ્છ થયું હોય તે અચિત્ત જાણવું. ૨૧
ટીકાર્થઃ જ્યાં સુધી ચોખાનું પાણી “ વહુપ્રસન્ન' એટલે અતિ સ્વચ્છ (નિર્મળ) થયું ન હોય, ત્યાં સુધી તે મિશ્ર જાણવું. આ આદેશ અહીં એટલે આ મિશ્ર વિચારના સંબંધમાં પ્રમાણરૂપ છે. શેષ (બાકીના આદેશ) પ્રમાણરૂપ નથી. પરંતુ જે (પાણી) “વહુપ્રસન્ન' એટલે અતિ સ્વચ્છ થયેલું હોય તે અચિત્ત જાણવું. તેથી અચિત્તપણાએ કરીને તે જળ ગ્રહણ કરવામાં કાંઈ પણ દોષ નથી રહ્યા મિશ્ર અકાય કહ્યો. હવે તે જ અચિત્ત અકાયને કહે છે. मू.०- सी उण्ह खार खत्ते, अग्गी लोणूस अंबिले नेहे ॥
वुक्कंतजोणिएणं, पओयणं तेणिमं होई ॥२२॥ મૂલાર્થઃ શીત, ઉષ્ણ, ક્ષાર અને ક્ષત્ર (ખાતર) વડે કરીને તથા અગ્નિ, લવણ, ઉષ (ખારો), આમ્સ અને સ્નેહ વડે કરીને અપૂકાય અચિત્ત થાય છે. યોનિરહિત થએલા (પ્રાસુક થએલા) તે અપકાય વડે સાધુઓને આ પ્રયોજન હોય છે. /રરા
ટીકાર્ય : આ ગાથાની વ્યાખ્યા પૂર્વની જેમ (૧૩મી ગાથાની જેમ) કરવી. વિશેષ એ કે - પૃથ્વીકાયને ઠેકાણે અપકાયનો ઉચ્ચાર કરવો. અહીં જે સ્વકાય અને પરકાયશાસ્ત્રની યોજના અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે અચિત્તપણાની ભાવના, તે પણ પૂર્વની જ જેમ યથાયોગે અકાયને વિષે પણ ભાવવી. તથા જ્યારે દહીં, તેલ વગેરેના ઘડામાં નાખેલા શુદ્ધ જળાદિકની ઉપર દહીં વગેરેની તરી થાય ત્યારે તે તરી) જો સ્થૂળ (જાડી) હોય તો એક પોરસીએ તે (શુદ્ધ જલાદિક) પરિણમે છે (અચિત્ત થાય છે), જો તે તરી મધ્યમ હોય તો બે પોરસીએ અને થોડી હોય તો ત્રણ પોરસીએ તે પરિણમે છે. રરા
અહીં (ઉપરની ગાથામાં) યોનિ રહિત થએલા અપૂકાય વડે આ પ્રયોજન છે, એમ કહ્યું. તેથી તે (પ્રયોજન)ને જ દેખાડે છે. मू.०- परिसेय पियण हत्थाइ-धोवणं चीरधोवणं चेव ॥
आयमणं भाणधुवणं, एमाइ पओयणं बहुहा ॥२३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org