________________
૨૨)
|| શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , ઉપર કહે છે કે – કાળના નિયમનો અસંભવ છે તેથી, કારણ કે બિંદુઓ સુકાઈ જવામાં કે પરપોટા શાંત થવામાં કે ચોખાનો પાક સિદ્ધ થવામાં સર્વદા સર્વત્ર નિયમિત જ કાળ હોતો નથી, કે જેથી નિયમિત કાળે સંભવતા મિશ્રપણાની પછી કહેવામાં આવતા અચિત્તપણાનો વ્યભિચાર સંભવે નહિ. નિયમિત કાળ કેમ ઘટતો (સંભવતો) નથી? તે પ્રશ્ન ઉપર કાળના નિયમનો અસંભવ કહે છે. - ‘તુવેયર' ઇત્યાદિ. રૂક્ષ અને ઇતર (સ્નિગ્ધ) વાસણના સંભવ અને અસંભવાદિકે કરીને તથા વાયુના સંભવ અને અસંભવાદિકે કરીને અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી ચિરકાળ સુધી પાણી વડે ભેદાયેલપણું અને નહિ ભેદાયેલપણું વગેરેનું ગ્રહણ કરવું. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. અહીં જે વાસણ (માટીનું પાત્ર) નીભાડામાં પકવ્યા પછી પ્રથમ (પહેલું જ) આણેલું હોય અથવા ચિરકાળથી આપ્યું હોય અને તેલ, જળ વગેરે વડે ભેદાયેલું (ખરડાયેલું) ન હોય, તે વાસણ રૂક્ષ કહેવાય છે પરંતુ તેલાદિ વડે ભેદાયેલું હોય તો તે સ્નિગ્ધ કહેવાય છે. તેમાં રૂક્ષ વાસણમાં ચોખા ધોએલું પાણી નાંખવાથી તેને પડખે જે જળનાં બિંદુઓ લાગ્યા હોય છે, તે વાસણની રૂક્ષતા હોવાથી તરત જ સુકાઈ જાય છે. પણ સ્નિગ્ધ ભાંડમાં નાંખવાથી ભાંડનું સ્નિગ્ધપણું હોવાથી તે બિંદુઓ ચિરકાળે સુકાઈ જાય છે. તેથી કરીને પહેલા આદેશના મતમાં રૂક્ષ ભાંડને વિષે જલદી બિંદુઓનો નાશ થવાથી પરમાર્થપણે મિશ્રને પણ અચિત્તપણાની સંભાવના વડે ગ્રહણ કરવાનો પ્રસંગ આવશે. સ્નિગ્ધ ભાંડને વિષે પરમાર્થથી (જે અચિત્ત જ છે, તે) અચિત્તનું પણ બિંદુઓની વિદ્યમાનતામાં મિશ્રપણાની સંભાવના વડે ગ્રહણ નહિ થાય. (૧)
તથા પરપોટા પણ ઘણા ઉગ્ર પવનનો સંબંધ થવાથી જલદી વિનાશ પામે છે, અને ઘણા ઉગ્ર પવનના સંબંધનો અભાવ હોય ત્યારે (તે પરપોટા) ચિરકાળ સુધી પણ રહી શકે છે. તેથી બીજો આદેશ કહેનારના મતમાં પણ જ્યારે ઘણા ઉગ્ર પવનના સંબંધથી તે પરપોટા જલદી વિનાશ પામે, ત્યારે પરમાર્થથી મિશ્ર એવા પણ ચોખાના જળનું અચિત્તપણાની સંભાવના વડે ગ્રહણ કરવાનો પ્રસંગ આવશે, અને જ્યારે ઘણા સખત પવનના સંબંધના અભાવે તે પરપોટા ચિરકાળ સુધી પણ રહેશે. ત્યારે પરમાર્થથી અચિત્ત ગણાતા એવા તે ચોખાના જળને પરપોટા દેખાતા હોવાને લીધે મિશ્રપણાની શંકામાં ગ્રહણ કરાશે નહિ. (૨)
તથા જેઓ ત્રીજા આદેશને કહેનારા છે તેઓ પણ પરમાર્થનો વિચાર કરનારા નથી, કેમ કે - ચિરકાળ સુધી પાણી વડે ભેદાયેલ કે નહિ ભેદાયેલ હોવાથઈ તે ચોખાના પાકનો કાળ અનિયત હોય છે. તે આ પ્રમાણે – જે ચોખા ચિરકાળ સુધી પાણીથી ભેદાયેલા (પલાયેલા) હોય, અને નવા ન હોય (જૂના હોય) તથા ઇંધણાદિક સામગ્રી પરિપૂર્ણ હોય, તે ચોખા જલદી ચડી જાય છે. અને બાકીના ચોખા ધીમે ધીમે ચડે છે. તેથી તેમના મતે કરીને કદાચિત અચિંતપણાની સંભાવનાએ કરીને મિશ્રનું પણ ગ્રહણ કરવાનો પ્રસંગ આવશે, અને કદાચિત્ અચિત્ત થયા છતાં પણ મિશ્રપણાની શંકાના સંભવથી પ્રહણ નહિ થાય. (૩) તેથી આ ત્રણે આદેશો અનાદેશો (અયોગ્ય) જ છે. ૨ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org