________________
(૨૧
| સચિત્ત-અચિત્ત અને મિશ્ર અપકાય છે પરિણામ પામતું હોવાથી તે જળ પણ પ્રથમ પડેલું હોય તે જ મિશ્ર જાણવું. અને બાકીનું પછીથી જે પડતું હોય તે તો સચિત્ત હોય છે. તથા “મુસ્વા' એટલે તજીને (કોને ?) “માવેશä એટલે ત્રણ મતને. અર્થાત્ ત્રણ મત વડે કહેલી મિશ્રતા તજવી, ગ્રહણ ન કરવી. “વાડનો એટલે ચોખાનું જળ. ‘નવદુપ્રસન્ન' એટલે અતિ સ્વચ્છ થએલું ન હોય તે મિશ્ર કહેવાય છે. આ પ્રમાણે ગાથાનો અર્થ પૂર્ણ થયો. અહીં ગાથમાં “વહુપ્રસન્ન' એ ઠેકાણે આર્ષપ્રયોગને લીધે પ્રથમના અકારનો લોપ થયો છે. ૧૮ હવે ત્રણ આદેશ(મત)ને દેખાડે છે. मू.०- भंडगपासवलग्गा उत्तेडा बुब्बुया न संमंति ॥
जा ताव मीसगं तंदुला य रज्झंति जावऽन्ने ॥१९॥ મૂલાર્થઃ જયાં સુધી પાત્રની પડખે લાગેલાં બિંદુઓ શાંત થતાં નથી (સુકાઈ ગયા નથી) ૧, અથવા તો પરપોટા શાંત થતા નથી , ત્યાં સુધી તે (ચોખાનું પાણી) મિશ્ર હોય છે. તથા બીજા આચાર્ય કહે છે કે જ્યાં સુધી તે ચોખા રંધાઈ ગયા નથી ૩, ત્યાં સુધી તે મિશ્ર હોય છે. ૧લા
ટીકાર્થ : (૧) ચોખા ધોયેલ પાણી ચોખા ધોયાના વાસણમાંથી બીજા વાસણમાં નાંખતી વખતે તે પાણીથી તૂટીને પાત્ર-વાસણની પડખે જે “જોડા' એટલે બિંદુઓ લાગેલાં હોય છે, તે જ્યાં સુધી શાંત થયાં નથી એટલે નાશ પામ્યા નથી (સૂકાઈ ગયા નથી), ત્યાં સુધી તે ચોખાનું પાણી મિશ્ર હોય છે એમ કેટલાક આચાર્ય કહે છે. (૨) વળી બીજા આચાર્ય એમ કહે છે કે – ચોખાનું પાણી ચોખા ધોયેલા વાસણમાંથી બીજા વાસણમાં નાંખે સતે તે ચોખાના પાણીની ઉપર જે પરપોટા ઉત્પન્ન થાય તે જ્યાં સુધી શાંત થયા નથી એટલે વિનાશ પામ્યા નથી, ત્યાં સુધી તે ચોખાનું પાણી મિશ્ર હોય છે. (૩) વળી બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે કે – ચોખા ધોયા પછી તે ચોખા રાંધવાનું શરૂ કર્યા, ત્યાર પછી તે (ચોખા) જ્યાં સુધી રંધાઈ ગયા નથી - તૈયાર થયા નથી, ત્યાં સુધી તે ચોખાનું પાણી મિશ્ર હોય છે. ૧લા તે ત્રણેય આદેશના દોષો બતાવે છે – मू.०- एए उ अणाएसा, तिन्नि वि कालनियमस्सऽसंभवओ ।
लुक्खेयरभंडग-पवणसंभवासंभवाईहिं ॥२०॥ મૂલાર્થ આ ત્રણે આદેશો, લૂખા અને તેથી ઇતર (સ્નિગ્ધ) વાસણ અને પવનના સંભવ અને અસંભવાદિક વડે કરીને કાળના નિયમનો અસંભવ હોવાથી અનાદેશો જ છે. ૨૦ના
ટીકાર્ય આ ત્રણે આદેશો અનાદેશો જ છે. અહીં ‘તુ' શબ્દનો નિશ્ચય અર્થ છે અને તે ભિન્ન કમવાળો છે. (અર્થાત્ “તું' નો નિશ્ચય અર્થ અનાદેશની પછી લેવો) તે ત્રણે અનાદેશો શાથી? તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org