________________
૨૦)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥
એ જ નિશ્ચયથી અને વ્યવહારથી સચિત્તનું બે પ્રકારપણું બતાવે છે. मू.०- घणउदही घणवलया, करगसमुद्दद्दहाण बहुमज्झे । अह निच्छयसच्चित्तो, ववहारनयस्स अगडाई ॥१७॥
મૂલાર્થ : ઘનોદધિ, ઘનવલય, કરા તથા સમુદ્ર અને દ્રહના મધ્યભાગે રહેલા અટ્કાય, આ સર્વે નિશ્ચયથી સચિત્ત છે, અને કૂવા વગેરેમાં રહેલ અપ્લાય વ્યવહારનયથી ચિત્ત છે. ૧૭
ટીકાર્થ : ‘ઘનોદધિ’ એટને નરકપૃથ્વીના આધારભૂત કઠિન જળવાળા સમુદ્રો, ‘ઘનવલય’ એટલે તે જ નરકપૃથ્વીની પડખે (વલયાકારે) ગોળાકારે રહેલા (કઠિન) જળવાળા સમુદ્રો, તથા જે ‘કરક’ એટલે મેઘના કરા, તથા ‘સમુદ્ર-દ્રહ' એટલે લવણસમુદ્ર અને પદ્મદ્રહ વગેરે દ્રહોના બહુ મધ્યભાગને વિષે રહેલા જે અપ્લાય, ‘ગદ્દ’ હેટલે આ (જણાવ્યા તે) સર્વ પણ અકાય ‘નિશ્ચયસચિત્ત’ એટલે એકાંતપણે સચિત્ત છે. શેષ (બાકીના) ‘અવટાદિ’ એટલે કૂવા, વાવ, તળાવ વગેરેમાં રહેલ, અહીં ‘અવટાદિ’ શબ્દ વડે ‘અવટાદિમાં રહેલ' એવો જે અર્થ કર્યો છે તે તેમાં રહેલપણાએ કરીને તેના નામે કહેવાની પ્રવૃત્તિને લીધે કર્યો છે, જેમ કે - ‘માંચડાઓ બોલે છે’ વગેરે ઠેકાણે (માંચા ઉ૫૨ બેઠેલા મનુષ્યો શબ્દ કરે છે, એવો અર્થ લેવામાં આવે છે તેમ) તેમાં ‘અવટ’ એટલે કૂવો, એ વગેરેમાં રહેલ જે અકાય તે ‘વ્યવહારનયસ્ય’ એટલે વ્યવહારનયના મતે કરીને સચિત્ત છે. ૫૧૭ના તે ચિત્ત અકાય કહ્યો. હવે મિશ્ર અપ્કાયને કહે છે
मू. ०- उसिणोदगमणुवत्ते, दंडे वासे य पडियमित्तम्मि ||
मोत्तूणादेसतिगं, चाउलउदगं बहुपसन्नं ॥१८॥
મૂલાર્થ : ત્રણ ઉકાળે નહિ ઊકાળેલું ઉષ્ણ જળ, વરસાદ પડ્યો તે જ વખતનું જળ, તથા ત્રણ મતને તજીને અતિ નિર્મળ નહિ થએલું તંદુલનું જળ. (આ મિશ્ર કહેવાય છે) ૧૮૫
ટીકાર્થ : ‘અનુવૃત્ત રજ્જે' અહીં જાતિને વિષે (જાતિને આશ્રયીને) એકવચન લખ્યું છે. તેથી કરીને આ પ્રમાણે અર્થ ક૨વો : ‘અનુવૃત્તેષુ ત્રિપુ રહેવુ' ત્રણ ઉકાળા નહિ ઉકાળે સતે (ત્રણ ઉભરા નહિ આવે સતે) જે ‘સિગોવામ્’ ઉષ્ણ જળ હોય તે મિશ્ર છે, એમ અધિકારથી જાણવું. તે આ પ્રમાણે - પહેલો ઊભરો થયે સતે કોઈક (થોડાક) અકાય પરિણમે છે, (અચિત્ત થાય છે) અને કાંઇક પરિણમતો નથી, તેથી તે મિશ્ર હોય છે. બીજે ઊભરે ઘણો અકાય પિરણમે છે અને થોડો સચિત્ત રહે છે. (તેથી તે પણ મિશ્ર હોય છે) પરંતુ ત્રીજો ઊભરો આવે ત્યારે સર્વ અકાય અચિત્ત થાય છે. તેથી ત્રણ ઊભરા નહિ આવે સતે ઉષ્ણ જળ મિશ્ર સંભવે છે. તથા ‘વર્ષે’ એટલે વરસાદ પડતો હોય તે જ વખતે જે જળ ઘણા તિર્યંચ અને મનુષ્યોના પ્રચાર (ચાલવા)ના સંભવવાળા ગ્રામનગરાદિકની ભૂમિ વિષે વર્તે છે-હોય છે, તે જ્યાં સુધી અચિત્ત થયું ન હોય ત્યાં સુધઈ મિશ્ર જાણવું, અને ગ્રામ-નગદારિકની બહાર પણ જ્યારે થોડું મેઘનું જળ પડે છે. ત્યારે પૃથ્વીકાયના સંબંધને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org