________________
(૧૯
| અચિત્તપૃથ્વીકાયનું પ્રયોજન છે. વગેરે) દર્દૂ (ધાધર) વગેરે રોગ ઉપર ચોપડેલું સંભવે છે. તે બંનેના ઉપશમનને માટે બંધની જેવો બંધ એટલે લેપ કરવો તે. આવા કાર્યને વિષે ધોળી માટી, ઝાડના ક્યારાની તરી વગેરે અચિત્ત પૃથ્વીકાયનું ગ્રહણ કરવું તે પ્રયોજન છે. અથવા લવણ શબ્દનો અર્થ (મીઠું) પ્રસિદ્ધ છે. “ઈન્વેસ્સ' એ શબ્દમાં વિભક્તિના ફેરફાર વડે (ષષ્ઠીને બદલે) તૃતીયા વિભક્તિનો સંબંધ કરવો, (તેથી કરીને આવો અર્થ કરવો કે-) લવણ વિનાના (અલૂણા-મોળા) ભક્ત ભોજનાદિકને વિષે અચિત્ત એવા લવણ વડે કરીને પ્રયોજન છે. અથવા “મુરબ્યુપન્નેન' ગંધપાષાણ વડે એટલે ગંધરોહક (ગંધક) નામના પથ્થર વડે પ્રયોજન છે. તે પાષાણ વડે ખસથી ઉત્પન્ન થએલ (ખરજરૂપ) વાત (વાયુ)નો નાશ વગેરે કરાય છે. ‘વા' શબ્દ વિકલ્પના અર્થવાળો છે, અથવા તો તે પૃથ્વીકાય વડે આ બીજું પણ (વફ્ટમાણ) પ્રયોજન છે. ૧૪ll તે જ પ્રયોજનને કહે છે – પૂ. - નિસર્યા તુટ્ટા - ૩થ્યાર્ષિ વેવ ૩રૂપો છે
घुट्टगडगललेवो, एमाइ पओयणं बहुहा ॥१५॥ મૂલાર્થ સ્થાન (કાયોત્સર્ગ), બેસવું, સૂવું, ઉચ્ચારાદિકનો ત્યાગ, ગુટ્ટક, ડગલક અને લેપ, એ વગેરે ઘણા પ્રકારનું પ્રયોજન છે. ll૧પ
ટીકાર્થઃ અહીં સાધુઓ વડે સચિત્ત અને મિશ્રના ત્યાગ દ્વારા અચિત્ત એવા ભૂતલ પ્રદેશમાં જે “સ્થાન કરાય છે એટલે કાયોત્સર્ગ કરવામાં આવે છે, તથા જે ‘ષિીન' એટલે બેસવું પડે છે, તથા જે ‘ત્વવર્તન' એટલે સૂવું પડે છે, તથા જે ‘ઉચ્ચારાદિક એટલે વિષ્ટા, મૂત્ર, શ્લેખ (લીટ) અને નિષ્ઠયૂત (ઘૂંક)નો ત્યાગ કરવો પડે છે, તથા જે “ઘુટ્ટક' એટલે લેપ કરેલા પાત્રની કોમળતા કરનાર અમુક પ્રકારનો પાષાણ (ગોળ ગુટકો) રાખવામાં આવે છે, તથા જે ડગલક' એટલે વિષ્ટાનો ત્યાગ કર્યા પછી ગુદાને લૂછવા માટે પથ્થર આદિના ટુકડારૂપ ઢેખાળા લેવા પડે છે, તથા જે લેપ એટલે ભોગપુરના પાયાણ વિશેષથી બનેલો (સફેતો આદિ) લેપ વિશેષ (કે જે) તુંબડાના પાત્રની અંદર દેવામાં આવે છે, એ વગેરે બહુ પ્રકારે અચિત્ત-પૃથ્વીકાય વડે પ્રયોજન હોય છે. ૧૫ સચિત્તાદિ ભેદવાળો પૃથ્વીકાયપિંડ કહ્યો. હવે સચિત્તાદિક ભેજવાળા અકાયપિંડને કહે છે - म.०- आउक्काओ तिविहो, सच्चित्तो मिसओ य अच्चित्तो ॥
___ सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥१६॥ મૂલાર્થ : અકાય ત્રણ પ્રકારનો છે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં વળી સચિત્ત બે પ્રકારનો છે. નિશ્ચયથી અને વ્યવહારથી. II૧૬ll
ટીકાર્થઃ અપકાય ત્રણ પ્રકારના છે તે આ પ્રમાણે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં સચિત્ત બે પ્રકારનો છે. નિશ્ચયથી અને વ્યવહારથી ૧૬ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org