________________
૧૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II જે થયું તે ચાર પ્રકારે પ્રતિપાદન કર્યું કહ્યું) છે એમ જાણવું. તે (ચાર પ્રકાર) આ પ્રમાણે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. તેમાં સ્વકાય વડે કે પરકાય વડે જે અચિત્ત કરવું તે દ્રવ્યથી, અને જયારે ક્ષારાદિક ક્ષેત્રથી ઉત્પન્ન થએલ અને મધુરાદિક ક્ષેત્રથી ઉત્પન્ન થએલ સમાન વર્ણવાળા ભૂમિ વગેરે પૃથ્વીકાયનો પરસ્પર સંબંધ (મેળાપ) થવાથી અચિત્તપણું થાય ત્યારે તે ક્ષેત્રથી (અચિત્ત કહેવાય છે, કેમ કે અહીં ક્ષેત્રની મુખ્યપણે વિવક્ષા છે તેથી. અથવા તો બીજા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ અન્ય પૃથ્વીકાયની સાથે મેળાપ ન હોય, પરંતુ સો યોજનથી વધારે દૂર બીજા ક્ષેત્રમાં જ્યારે તે લઈ જવામાં આવે ત્યારે તે સર્વ પ્રકારનો પૃથ્વીકાય સર્વ ક્ષેત્રથી પણ સો યોજનથી વધારે દૂર આણ્યો સતો ભિન્ન આહારપણાને લીધે અને શીતાદિકના સંબંધને લીધે અવશ્ય અચિત્ત થાય છે. આ પ્રમાણે ક્ષેત્રાદિકના ક્રમે કરીને અપકાયાદિનું યાવત્ વનસ્પતિકાય સુધીનાનું પણ અચિત્ત થવું (અચિત્તપણું) જાણવું. તે રીતે વળી હરીતકી (હરડે) વગેરે સો યોજવથી વધારે દૂરથી આણેલી હોય તો તે અચિત્ત થએલ હોવાથી ઔષધ આદિને માટે સાધુઓ ગ્રહણ કરી શકે છે. તથા કાળથી અચિત્તપણે સ્વભાવથી જ પોતાના આયુષ્યના ક્ષય વડે થાય છે. તે અચિત્તપણુ) પરમાર્થથી (ખરી રીતે) અતિશય જ્ઞાન વડે જાણી શકાતું નથી, તેથી તે વ્યવહારમાર્ગમાં આવતું નથી. આ કારણથી જ તૃષાથી અત્યંત પીડા પામેલા સાધુઓને શ્રી વર્ધમાનસ્વામી ભગવાને સ્વભાવથી જ પોતાના આયુષ્યના ક્ષય વડે અચિત્ત થએલા તળાવના પાણીને પીવાની અનુજ્ઞા આપી નહોતી, કેમ કે - “આવા પ્રકારનું અચિત્ત થવાપણું છબસ્થો જાણી શકે નહિ તેથી સર્વત્ર સચિત્ત એવા પણ તળાવના પાણીમાં હવે પછીના સાધુઓને પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ ન થાઓ.” એમ ધારીને ભગવાને અનુજ્ઞા આપી નહોતી. તથા પૂર્વના વર્ણાદિકનો ત્યાગ કરી અન્ય વર્ણાદિકપણે જે થવું તે ભાવથી અચિત્તપણું કહેવાય છે. આવા અચિત્ત વડે સાધુઓને પ્રયોજન હોય છે. તે વિષે મૂળગાથામાં કહ્યું છે કે – “પુતનોfi' ઇત્યાદિ.
વ્યુત્ક્રાંત' એટલે ગઈ છે (નાશ પામી છે) “યોનિ એટલે ઉત્પત્તિસ્થાન જેને વિષે તે વ્યુત્ક્રાંતિયોનિ - વિધ્વસ્તયોનિ વડે અર્થાત્ પ્રાસુક થએલ એવા તે (પૃથ્વીકાય) વડે ‘’ વક્ષ્યમાણ સ્વરૂપવાળું પ્રયોજન સાધુઓને હોય છે. ૧૩ તે જ પ્રયોજન) દેખાડે છે - म.०- अवरद्धिगविसबंधे, लवणेन व सरमिउवलएणं वा ॥
अच्चित्तस्स उ गहणं, पओअणं तेणिमं वऽन्नं ॥१४॥ મૂલાર્થ અપરાદ્ધિક અને વિષના (ઉપશમન માટે) બંધ (લેપ) કરવામાં અચિત્ત પૃથ્વીકાયનું ગ્રહણ કરવું તે પ્રયોજન છે, અથવા અચિત્ત લવણ વડે પ્રયોજન છે, અથવા સુરભિ ઉપલ (ગંધપાષાણ) વડે કરીને પ્રયોજન છે, અથવા તો તે પૃથ્વીકાય વડે આ) બીજું પણ (વફ્ટમાણ) પ્રયોજન છે ./૧૪ll
ટીકાર્થઃ જે અપરાધ કરવો તે અપરાધ એટલે પીડા ઉત્પન્ન કરવાપણુ, તે છે જેને તે અપરાદ્ધિક, એટલે કરોળિયાનો વ્યાધિ અથવા સાદિકનો દંશ, તથા વિષનો અર્થ પ્રસિદ્ધ છે. તે વિષ (મોરથૂથુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org