________________
॥ સચિત્ત-અચિત્ત અને મિશ્રપૃથ્વીકાય ।।
(૧૭
ત્યાં સુધી પૃથ્વીકાય મિશ્ર હોય છે, અને જ્યારે સ્થિતિબંધ કર્યો હોય ત્યારે (સ્થિરતાને પામ્યું હોય ત્યારે) સચિત્ત પણ સંભવે છે. તથા ‘ને' ગોમયાદિને વિષે એટલે છાણ (છાણા) વગેરેને વિષે મિશ્ર હોય છે. તે આ પ્રમાણે-જે ગોમયાદિક ઇન્ધન છે તે સચિત્ત પૃથ્વીકાયનું શસ્ત્ર છે. અને શસ્ત્ર વડે પીડાતો સતો હજુ જ્યાં સુધી સર્વથા પરિણમતો (અચિત્ત થતો) નથી, ત્યાં સુધી મિશ્ર હોય છે. આ ઇંધનના વિષયમાં જ કાળનું પ્રમાણ કહે છે – ‘પોિિસ' ઇત્યાદિ. ઘણા ઇંધનની મધ્યે (મધ્યભૂભાગે) રહ્યો સતો એક પોરસી સુધી મિશ્ર હોય છે. મધ્યમ, ઇંધનની મધ્યે (મધ્યભૂભાગે) રહ્યો સતો બે પોરસી સુધી અને અલ્પ ઇંધનની મધ્યે (મધ્યભૂમિભાગે) રહ્યો સતો ત્રણ પોરસી સુધી મિશ્ર હોય છે. ત્યાર પછી અચિત્ત થાય છે. ।૧૨।
આ પ્રમાણે મિશ્ર પૃથ્વીકાય કહ્યો હવે અચિત્ત પૃથ્વીકાયને કહે છે.
मू.०- सी उह खार खत्ते, अग्गी लोणूस अंबिले नेहे ॥ वुक्कंतजोणिएणं, पयोयणं तेणिमं होई ॥१३॥
મૂલાર્થ : શીત, ઉષ્ણ, ક્ષાર અને ક્ષત્ર (ખાતર) વડે કરીને તથા અગ્નિ, લવણ, ઉષ, આમ્લ અને સ્નેહ વડે પૃથ્વીકાય અચિત્ત થાય છે. યોનિરહિત થએલા (પ્રાસુક થએલા) તે પૃથ્વીકાય વડે સાધુઓને આ પ્રયોજન હોય છે. ।।૧૩।
ટીકાર્થ : અહીં પ્રાકૃતલક્ષણ (વ્યાકરણ)ના વશ થકી સર્વત્ર તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે. તે વિષે પાણિનિ આચાર્ય પોતાના પ્રાકૃતલક્ષણમાં કહે છે કે - ‘વ્યુત્યયોગ્યામાં’ આ વિભક્તિઓનો વ્યત્યય (ફેરફાર) પણ થઈ શકે છે. આ લક્ષણ વડે અહીં સૂત્રમાં (ગાથામાં) તૃતીયાના અર્થણાં સપ્તમી લખી છે, જેમ કે - ‘તિસુ તેવુ અતંાિ પુઢવી' - તે ત્રણ વડે પૃથ્વી અલંકૃત કરાઈ છે. - તેથી કરીને આ પ્રમાણે અર્થ જાણવો - ‘શીતોષ્ણક્ષારક્ષેત્રેળ' તેમાં શીત શબ્દનો અર્થ (ઠંડી) પ્રસિદ્ધ છે. ઉષ્ણ એટલે સૂર્યાદિકનો તાપ, ક્ષાર એટલે જવખાર વગેરે (ખાર), ક્ષત્ર એટલે કરીષ વિશેષ (ખાતર), આટલા વડે કરીને તથા ‘મળી નોભૂતવિત્તેનેદે' અગ્નિ એટલે વૈશ્વાનર (દેવતા), લવણ શબ્દનો અર્થ (લૂણ-મીઠું) પ્રસિદ્ધ છે. ઊષ એટલે ઉખરાદિક ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ લવણ વડે યુક્ત ૨વિશેષ (ધૂળ-ખારો), આમ્લ એટલે કાંજી અને સ્નેહ એટલે તેલ વગેરે, આટલા વડે કરીને પૃથ્વીકાય અચિત્ત થાય છે. આ સર્વને મધ્યે શીત, અગ્નિ, અમ્લ, ક્ષાર, ક્ષત્ર અને સ્નેહ આટલા પરકાયશસ્ત્ર છે, ઊષ સ્વકાયશસ્ત્ર છે, તથા અહીં સૂર્યના પરિતાપ રૂપ ઉષ્ણ શબ્દ લખ્યો છે તે સ્વભાવથી જ ઉષ્ણ અથવા તથાપ્રકારનો પૃથ્વીકાયનો પરિતાપ રૂપ ઉષ્ણ ગ્રહણ કરાય છે, પરંતુ અગ્નિના પરિતાપ રૂપ ગ્રહણ કરવાનો નથી, કેમ કે તેનું તો અગ્નિ શબ્દના ગ્રહણ વડે જ ગ્રહણ થઈ ગયું છે તેથી તે (ઉષ્ણ) પણ (સ્વકાયશસ્ત્ર છે.) અહીં સ્વકાયશસ્ર ગ્રહણ ક૨વાથી અને પરકાયશસ્ર ગ્રહણ કરવાથી બીજાં પણ સ્વકાય અને પરકાયશસ્ત્ર ઉપલક્ષણથી જાણી લેવાં, જેમ કે - કટુક (કડવો) રસ મધુરરસનું સ્વકાયશસ્ત્ર છે. ઇત્યાદિ. આટલું કહેવાથી પૃથ્વીકાયનું અચિત્તપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org