________________
| | અંગાર અને ધૂમદોષ વર્ણન છે
(૩૯૧ છે : અહીં અંગાર બે પ્રકારે છે. તે આ પ્રમાણે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં અગ્નિથી બળેલા જે ખદિર (ખેર) આદિના લાકડા, તે દ્રવ્યથી અંગાર છે, અને રાગરૂપી અગ્નિથી બળેલ જે ચરણચારિત્રરૂપી ઇંધન તે ભાવથી અંગાર છે. તથા ધૂમ પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં જે અર્ધ બળેલા કાષ્ઠનો ધૂમ તે દ્રવ્યથી ધૂમ, અને દ્વેષરૂપી અગ્નિથી બળતા ચરણરૂપી ઇંધનનો જે નિંદાસ્વરૂપ કલુષભાવ, તે ભાવથી ધૂમ કહેવાય છે. તેથી કરીને જે અંગાર સહિત વર્તે તે સાંગાર, અને ધૂમ સહિત જે વર્તે તે સધૂમ છે. ૬૫પા હવે અંગાર અને ધૂમનું લક્ષણ કહે છે : म.०- अंगारत्तमपत्तं, जलमाणं इंधणं सधूमं तु ॥
अंगार त्ति पवुच्चइ तं चिय द8 गए घूमे ॥६५६॥ મૂલાર્થ અંગારપણાને નહિ પામેલ અને સળગતું એવું જે ઇંધન તે સધૂમ છે, અને તે જ બળી ગયેલ ઇંધન ધૂમ ગયે અંગાર કહેવાય છે.
ટીકાર્થઃ અંગારપણાને નહિ પામેલ સળગતું જે ઇંધન તે સધૂમ કહેવાય છે, અને તે જ બળી ગયેલું ઇંધન ધૂમ ગયે સતે અંગાર કહેવાય છે. એ જ પ્રમાણે અહીં પણ ચરણરૂપી ઇંધન રાગરૂપી અગ્નિ વડે બળી ગયું સતું અંગારરૂપ કહેવાય છે. અને દ્વેષરૂપી અગ્નિ વડે બળતું ચરણરૂપી જે ઇંધન તે સધૂમ કહેવાય છે. કેમકે નિંદાના સ્વરૂપવાળા કલુષપણારૂપી ધૂમ વડે મિશ્ર છે. પદો તેને જ ભાવે છે. (કહે છે.) मू.०- रागग्गिपंसलित्तो, भुंजंतो फासुयं पि आहारं ॥
निद्दढङ्गालनिभं, करेइ चरणिधणं खिप्पं ॥६५७॥ મૂલાર્થ : પ્રાસુક આહારનું ભોજન કરતો સતો પણ રાગરૂપી અગ્નિ વડે અતિપ્રદીપ્ત થયેલ મનુષ્ય ચરણરૂપી ઇંધનને તત્કાળ બળેલા અંગારની જેવું કરે છે. ૬૫૭ના
ટીકાર્થ: પ્રાસુક આહારનું પણ ભોજન કરતો સતો રાગરૂપી અગ્નિ વડે અતિ પ્રદીપ્ત થયેલ મનુષ્ય ચારિત્રરૂપી ઇંધનને અંગારા જેવું શીધ્રપણે કરે છે. ll૬૫ણા 5. - રો વિ ગનંતો, મધ્વત્તિયધૂમપૂમિદં વરdi .
अंगारमित्तसरिसं, जा न इवइ निद्दही ताव ॥६५८॥ મૂલાર્થ : જાજવલ્યમાન દ્વેષરૂપી અગ્નિ પણ જ્યાં સુધી અપ્રીતિરૂપ ધૂમ વડે ધૃમિત એવું ચારિત્ર, અંગારમાત્ર જેવું ન થાય ત્યાં સુધી બાળે છે l૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org