________________
૩૯૦)
વૃદ્ધિ પામે છે અને હાનિ પામે છે. II૬૫૩॥
ટીકાર્થ : પાણીનો એક ભાગ અવસ્થિત છે અને ભોજનના બે ભાગ અવસ્થિત છે. બાકીના તે બબે ભાગ એકએકને વિષે એટલે ભક્ત અને પાનને વિષે વધે છે અથવા હીન થાય છે. એટલે
કે – વૃદ્ધિ પામે છે અથવા હાનિ પામે છે. તે આ પ્રમાણે - અતિ શીતકાળને વિષે ભોજનના બે ભાગ
વધે છે અને અતિ ઉષ્ણકાળને વિષે પાણીના બે ભાગ વધે છે. તથા અતિ ઉષ્ણકાળે ભોજનના બે ભાગ ઘટે છે અને અતિ શીતકાળે પાણીના બે ભાગ હાનિ પામે છે. ૬૫૩
આ બાબતને જ સ્પષ્ટ બતાવે છે :
मू. ०- एत्थ उतइयचउत्था, दोण्णि य अणवट्ठिया भवे भागा ॥ पंचमछट्टो पढमो, बिइओ वि अवट्टिया भागा ॥ ६५४ ॥
.
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
મૂલાર્થ : અહીં ત્રીજો અને ચોથો એ બે ભાગ અનવસ્થિત (અસ્થિર) છે, તથા પાંચમો છઠ્ઠો • પહેલો અને બીજો એ ભાગો અવસ્થિત છે. ૬૫૪
ટીકાર્થ : આહારના વિષયવાળા ત્રીજા અને ચોથા એ બે ભાગ અનવસ્થિત છે, કેમકે-તે બે ભાગ અતિ શીતકાળે હોય છે અને અતિ ઉષ્ણકાળ હોતા નથી. તથા જે પાણીના વિષયવાળો પાંચમો ભાગ વાયુના પ્રવિચાર માટેનો જે છઠ્ઠો ભાગ તથા આહારના વિષયવાળો જે પહેલો અને બીજો ભાગ, તે સર્વે (ચારેય) ભાગ અવસ્થિત છે, એટલે કદાપિ ન હોય એમ નથી. II૬૫૪
ન
આ પ્રમાણે પ્રમાણ (અતિબહુક) દ્વાર કહ્યું. હવે (૩) સાંગાર અને (૪) સધૂમદ્રાર કહે છે :
मू.० - तं होइ सइंगालं, जं आहारेइ मुच्छिओ संतो ॥
तं पुण होइ सधूमं जं आहारेइ निन्दन्तो ॥ ६५५ ॥
"
મૂલાર્થ : મૂર્છાવાળો સતો જે આહાર કરે છે તે સાંગાર હોય છે, અને વળી નિંદતો સતો જે આહાર કરે છે તે સધૂમ હોય છે. II૬૫૫/
ટીકાર્થ : તે ભોજન સાંગાર (દોષવાળું) થાય છે કે – જે તેમાં (તે ભોજનમાં) રહેલ વિશેષ પ્રકારના ગંધ અને રસના આસ્વાદના વંશથી ઉત્પન્ન થઈ છે તેને વિષે મૂર્ચ્યા જેને એવો સતો એટલે કે – ‘અહો, આ ભોજન મિષ્ટ-મીઠું છે, અહો, આ સુસંસ્કૃત છે, અહો. સ્નિગ્ધ છે, સુપક્વ છે, સુરસ છે.’ એ પ્રમાણે પ્રશંસા કરતો સતો આહાર કરે (તે સાંગા૨ દોષ કહેવાય છે) તથા વળી તે ભોજન સધૂમ થાય છે કે - જે તેમાં રહેલ વિરૂપ રસ અને ગંધના આસ્વાદથી ઉત્પન્ન થયું છે તેને વિષે વ્યલીક ચિત્ત જેનું એવો સતો એટલે કે - ‘અહો ! આ ભોજન વિરૂપ થિત (કોહી ગયેલું) અપક્વ, અસંસ્કૃત અને લવણરહિત છે.' એ પ્રમાણે નિંદા કરતો સતો આહાર કરે. અહીં ભાવાર્થ આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org