________________
૩૮૮)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
ટીકાર્થ : હિત છે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં જે અવિરુદ્ઘ દ્રવ્ય હોય તે દ્રવ્યથી હિત છે, અને એષણીય દ્રવ્ય હોય તે ભાવથી હિત છે. આવા હિત દ્રવ્યનો જે આહાર કરે તે હિત આહારવાળા કહેવાય છે, ‘મિત્ત’ પ્રમાણોપેત એટલે પ્રમાણવાળાનો જે આહાર કરે તે મિત્ત આહારવાળા કહેવાય છે, તથા બત્રીશ કવલના પ્રમાણથી પણ અલ્પ કે અલ્પતર આહાર કરે તે અલ્પાહારવાળા કહેવાય છે. (અથવા સર્વત્ર બહુવ્રીહિસમાસ કરવો, તે આ પ્રમાણે : હિતકારક છે આહાર જેમનો તે હિતાહાર કહેવાય છે, ઇત્યાદિ) આવા પ્રકારના જે મનુષ્યો છે, તેમની વૈદ્યો ચિકિત્સા (દવા) કરતા નથી. કેમકે-હિત,મિત વગેરે ભોજન વડે તેમને રોગનો જ અસંભવ છે, પરંતુ આ પ્રમાણે મૂળથી જ રોગથી ઉત્પત્તિનો નિષેધ કરવાથી તેઓ પોતે જ પોતાના ચિકિત્સક છે. II૬૪૮
હવે અહિત અને હિતનું સ્વરૂપ કહે છે :
मू.० - तेल्लदहिसमाओगा, अहिओ खीरदहिकंजियाणं च ॥ पत्थं पुण रोगहरं, न य हेऊ होइ रोगस्स ॥६४९॥
મૂલાર્થ : તેલ અને દહીનો યોગ તથા દૂધ, દહી અને કાંજીનો યોગ અહિત છે, પરંતુ પથ્ય દ્રવ્ય રોગને હરણ કરનાર છે, અને તે રોગનું કારણ થતું નથી. ।।૬૪૯ા
ટીકાર્ય : દહી અને તેલનો તથા દૂધ-દહી અને કાંજીનો જે યોગ તે અહિત છે. અર્થાત્ વિરુદ્ધ છે. તે વિષે કહ્યું છે કે - ‘શાળાન્ત પિયા પિર્ત્યાવળ: સહ । રીતધિમત્સ્યેશ, પ્રાય:ક્ષીર વિરુદ્ધતે ॥શા' શાક, આમ્લફળ, પિણ્યાક, કપિત્થ અને લવણની સાથે તથા કરીર, દધિ અને મત્સ્યની સાથે ક્ષીરનો યોગ વિરુદ્ધ છે. ઇત્યાદિ, પરંતુ અવિરુદ્ધ દ્રવ્યનો જે યોગ તે પથ્ય છે. અને તે ‘રોમsi’ ઉત્પન્ન થએલ રોગનો વિનાશ કરનાર છે, તથા થનારા રોગનું ‘હેતુ:’ કારણ પણ નથી, કહ્યું છે કે ‘અહિતાશનસંપત્િ સર્વરોોદ્ધવો યત: । તસ્માત્તવહિત ત્યાખ્યું, સાચ્યું પનિષેવળમ્ ॥॥' અહિત આહારના સંબંધથી સર્વ રોગોની ઉત્પત્તિ થાય છે, તેથી તે અહિતનો ત્યાગ કરવો, પથ્યનું સેવન કરવું યોગ્ય છે. ૬૪૯
હવે મિતની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે :
मू.० - अद्धमसणस्स सव्वं-जणस्स कुज्जा दवस्स दो भागे ॥ वाऊपववियारणट्ठा, छब्भायं ऊणयं कुज्जा ॥६५०॥
મૂલાર્થ : વ્યંજન સહિત અશનના ત્રણ ભાગ કરવા, પાણીના બે ભાગ કરવા, પ્રવિચાર (સંચાર) માટે છઠ્ઠો ભાગ ઊન કરવો ૬૫ના
ટીકાર્થ : અહીં આખા ઉદરનો છ ભાગ વડે વિભાગ કરવો. તેમાં ‘અર્જુ’ ત્રણ ભાગ ‘સબૅનનસ્ય'
Jain Education International
અને વાયુના
For Private & Personal Use Only
www.jainelibrary.org