________________
૩૮૬)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II વૃતિને વહન કરે, તથા જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણવાળો જે આહાર તે ભાવકુફ્ફટી. અહીં ભાવની પ્રધાન વિવેક્ષા છે તેથી આ પહેલાં દ્રવ્યકુફ્ફટી પણ કહ્યો હતો. અને અહીં ભાવકુફ્ફટી કહ્યો છે. તેનો બત્રીશમો જે ભાગ તે અંડક છે, તે કવલનું પ્રમાણ છે. I૬૪રા मू.०- एत्तो किणाइ हीणं, अद्ध अद्धद्धगं च आहारं ॥
साहुस्स बिंति धीरा, जायामायं च ओमं च ॥६४३॥ મૂલાર્થ સાધુને આ પ્રમાણથી કંઈક હીન, અર્ધ, અર્ધનું પણ અર્ધ યાત્રામાત્ર આહારનું પ્રમાણ ધીરપુરુષો કહે છે. તે યાત્રામાત્ર આહાર જ અવમઆહાર કહેવાય છે. ૬૪૩
ટીકાર્થ ‘પતH' આ બત્રીશ કવલ પ્રમાણ આહારથી ‘કિI; કાંઈક માત્રા વડે એટલે કેએક, બે, ત્રણ, કે ચાર કવલ વડે સાધુને હીન, હીનતર, વાવત્ અધ, અર્ધથી પણ અર્ધ આહારને યાત્રામાત્ર (નિર્વાહમાત્ર) આહાર ધીરાઃ” તિર્થંકરાદિક કહે છે, ન્યૂન પણ કહે છે. આ યાત્રામાત્ર આહાર અને આ જ અવમઆહાર (ઊનોદરી) કહેવાય છે એ ભાવાર્થ છે. ૬૪૩ આ પ્રમાણે આહારનું પ્રમાણ કહ્યું. હવે પ્રમાણના દોષોને કહે છે : मू.०- पगामं च निगामं च, पनीयं भत्तपाणमाहरे ॥
अइबहुयं अइबहुसो, पमाणदोसो मुणेयव्वो ॥६४४॥ મૂલાર્થ ઃ જે સાધુ પ્રકામ, નિકામ કે પ્રણીત તેમજ અતિબહુ અને અતિબહુશઃ ભક્તપાનનો આહાર કરે છે તેને પ્રમાણદોષ જાણવો. દિ૪૪
ટીકાર્થઃ જે સાધુ પ્રકામ, નિકામ કે પ્રણીત ભક્ત-પાનનો આહાર કરે છે, તથા અતિબહુ અને અતિ બહુવાર આહાર કરે છે તેને પ્રમાણદોષ જાણવો. ૬૪૪ હવે પ્રકામાદિકનું સ્વરૂપ કહે છે : मू.०- बत्तीसाइ परेणं पगाम निच्चं तमेव उ निकामं ॥
जं पुण गलंतनेहं, पणीयमिति तं बुहा बिंति ॥६४५॥ મૂલાર્થઃ બત્રીશ આદિ કવલથી વધારે ખાય તે પ્રકામ. તેને જ હંમેશા ખાય તે નિકામ અને વળી જે ટપકતા ઘીવાળા પદાર્થને ખાય તે પ્રણીત કહેવાય. એમ જિનો કહે છે I૬૪પ
ટીકાર્થ: બત્રીશ આદિ કવલથી ‘ન' આગળ એટલે વધારે આહાર કરનારનું જે ભોજન તે પ્રકામ ભોજન છે. ‘તમેવ તુ' તે જ પ્રમાણાતીત આહારને હંમેશાં આરોગનારનું નિકામ ભોજન છે. વળી જે ગલગ્નેહ એટલે ટપકતા ઘીવાળું ભોજન તે પ્રણીત ભોજન છે, એમ વધા:' તીર્થંકરાદિક કહે છે ૬૪પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org