________________
(૩૮૧
// દ્રવ્યગ્રાસેષણા વિષે મત્સ્યનું દષ્ટાંત / મુખથી હું ભ્રષ્ટ થયો. (તેના મુખમાં ન પડ્યો) ત્યાર પછી ફરીથી તેણીએ મને ઉંચે ફેંક્યો, ત્યારે તે જ પ્રમાણે બીજી વાર પણ તેણીના મુખથી હું ભ્રષ્ટ થયો, ત્રીજીવાર તો હું પાણીમાં પડ્યો, તેથી દૂર નાસી ગયો. તથા “ત્રિછત્વ:' ત્રણ વાર “વચામુ' બ્રાષ્ટરૂપ વેળાના મુખમાં પડ્યો તો પણ દક્ષપણાએ કરીને શીધ્રપણે વેળાની જ સાથે બહાર નીકળ્યો. તથા “સિતકૃત્વ: એકવીશ વાર મચ્છીમારે નાંખેલી જાળમાં હું પડ્યો, તો પણ જ્યાં સુધી તે મચ્છીમાર જાળને સંકોચાતો નથી, તેટલામાં જે માર્ગે હું જાળમાં પેઠો હતો તે માર્ગે તે જાળમાંથી હું નીકળી ગયો, (અહીં ‘ગાજોન' - એ તૃતીયા વિભક્તિ છે તે પંચમીના અર્થમાં જાણવી) તથા “સત’ એકવાર અચ્છીમારે દ્રહનું પાણી બીજી બાજુ વાળીને તે છિaોદક - પાણી રહિત થયેલા દ્રહમાં ઘણા મત્સ્યોની સાથે મને પણ પકડ્યો, પછી તે મચ્છીમારે તે સર્વે મત્સ્યોને એકઠા પિંડરૂપે કરી તીક્ષ્ણ લોઢાની સળીમાં પરોવ્યા તે વખતે હું દક્ષપણાએ કરીને જે પ્રકારે મચ્છીમાર ન જાણે તે પ્રકારે સ્વયમેવ (પોતે જ) મુખ વડે તે લોઢાની શલાકામાં વળગીને રહ્યો, પછી મચ્છીમાર પંકથી લેપાયેલા તે મત્સ્યોને ધોવા માટે સરોવરમાં ગયો, તે મત્સ્યોને તે ધોતો હતો ત્યારે સમયને જાણીને તરત જ હું જળમાં ડૂબી ગયો (પેસી ગયો) ૬૩રા
મૂ. - યા િમ સત્ત, સતં ઘટ્ટિયથઇ છે
इच्छसि गलेन घेत्तुं ? अहो ! ते अहिरीयया ॥६३३॥ મૂલાર્થ ઃ આવું મારું સત્ત્વ, કુટિલ અને મચ્છીમારના ઉપાયને નિષ્ફળ કરનારું છે, એવા મને તું ગલ વડે ગ્રહણ કરવાને ઇચ્છે છે તો અહો ! તારૂં નિર્લજ્જપણું કેવું છે ? |૬૩૩
ટીકાર્થ ‘પતાશ' આવું એટલે પૂર્વે કહેલા સ્વરૂપવાળું મારું સત્ત્વ ‘’ કુટિલ (લુચ્ચું) અને ટ્ટિત' મચ્છીમારાદિકના કરેલા ઉપાયને ‘પટ્ટ' ચલાવનારું એટલે નિષ્ફળ કરનારું છે. એવા મને તું ગલ વડે ગ્રહણ કરવાને ઇચ્છે છે ! તો અહો ! તે- તારું ‘મદ્દીતા' નિર્લજ્જપણું કેવું છે? //૬૩૩ll
આ પ્રમાણે દ્રવ્યગ્રામૈષણાનું દાંત કહ્યું. હવે ભાવગ્રામૈષણાને વિષે તેનો ઉપનય કરાય છે : મત્સ્યને સ્થાને સાધુ જાણવા, માંસને ઠેકાણે ભક્તપાન જાણવું અને મચ્છીમારને સ્થાને રાગાદિ દોષોનો સમૂહ જાણવો. તેમાં જેમ સેંકડો ઉપાયો વડે મત્સ્ય છળાયો (પકડાયો) નહિ, તેમ સાધુએ પણ ભક્તાદિકનો આહાર કરતા અનુશાસ્તિ (શિખામણ) દેવા વડે આત્માને (દોષમાં પડતો) બચાવવો. તે જ અનુશાસ્તિને બતાવે છે.
मू.०- बायालीसेसणसंकडम्मि गहणम्मि जीव ! न हु छलिओ ॥
इण्हि जह न छलिज्जसि, भुञ्जन्तो रागादोसेहिं ॥६३४॥ મૂલાર્થ બેંતાલીશ એષણાના દોષ વડે સંકટવાળા ભક્તાદિના ગ્રહણ કરવામાં હે જીવ! તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org