________________
૩૮૦)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ જેમ ઓદનને સાધવા માટે ઇંધન છે, તેમ અર્થને સાધવા માટે ચરિત અને કલ્પિત એમ બે પ્રકારે ઉદાહરણ જાણવું. ૬૩૦ના
ટીકાર્થ અહીં વિવલિત અર્થને ‘સાધનાર્થ’ પ્રતિપાદન (સિદ્ધ) કરવા માટે બે પ્રકારનું ઉદાહરણ જાણવું, તે આ પ્રમાણે : ચરિત અને કલ્પિત વિવક્ષિત અર્થની સિદ્ધિ માટે ઉદાહરણ કોની જેવું હોય ? તે કહે છે: “ધનમવ મોનાર્થમ્' એટલે ઇશ્વન જેમ ઓદનને સાધવા માટે છે, તેમ તેમાં પ્રસ્તુત અર્થને સાધવા માટે આ કલ્પિત ઉદાહરણ છે. કોઈ એક મચ્છીમાર મલ્યને ગ્રહણ કરવા માટે સરોવર ઉપર ગયો, ત્યાં જઈને કાંઠે રહેલા તેણે આગળના ભાગમાં માંસની પેશી સહિત એક ગલ (મચ્છી પકડવાના કાંટા)ને સરોવરમાં નાંખ્યો. તે સરોવરમાં પરિણતબુદ્ધિવાળો એક મહાદક્ષ જુનો મચ્છ હતો. તે ગલમાં રહેલા માંસના ગંધને સુંઘીને તેનું ભક્ષણ કરવા માટે ગલની પાસે આવીને યાતનાપૂર્વક છેડે છેડે રહેલ સર્વ માંસને ખાઈને પછી પુચ્છ વડે ગલને મારીને દૂર જતો રહ્યો. પછી ગલે મત્સ્યને ગ્રહણ કર્યો એમ ધારીને મચ્છીમારે ગલને ખેંચ્યો. ત્યારે તેણે મલ્યની માંસપેશી રહિત તે ગલને જોયો. ત્યારપછી ફરીને પણ માંસપેશી સહિત ગલને તેમાં નાંખ્યો. ત્યારે તે જ પ્રમાણે પહેલો પ્રત્યે તે ગલનું માંસ ખાઈને પુચ્છ વડે ગલને મારી નાસી ગયો. એમ ત્રણ વાર મત્સ્ય માંસ ખાધું, પણ તે મત્સ્ય મચ્છીમારથી પકડાયો નહિ. I૬૩૦ના मू.०- अह मंसम्मि पहीणे, झायंतं मच्छियं भणइ मच्छो ॥
किं झायसि तं एवं ? सुण ताव जहा अहिरिओऽसि ॥६३१॥ મૂલાર્થઃ હવે માંસ ક્ષીણ સતે વિચાર કરતા મચ્છીમારને મત્યે કહ્યું કે – “તું આ પ્રમાણે શું વિચાર કરે છે? જે પ્રકારે તું નિર્લજ્જ છે, તે તું પ્રથમ સાંભળ.” II૬૩ના
ટીકાર્થઃ પછી માંસ ક્ષીણ થયે સતે વિચાર કરતા મચ્છીમારને તે મત્યે કહ્યું કે - “તું આમ શું વિચારી રહ્યો છે? તું જે પ્રકારે ‘નહી.' નિર્લજ્જ થાય છે, તે તું પ્રથમ સાંભળ.' N૬૩૧
मू.०- तिबलागमुहुम्मुक्को, तिक्खुत्तो वलयामहे ॥
तिसत्तखुत्तो जालेणं, सइ छिन्नोदए दहे ॥६३२॥ મૂલાર્થઃ હું ત્રણ વાર બાલાકાના મુખથી મૂકાયો. ત્રણ વાર વલયામુખમાં પડ્યા છતાં નીકળ્યો. એકવીશવાર જાળમાંથી નીકળ્યો તથા એકવાર જળરહિત દ્રહમાંથી નીકળ્યો. ૬૩રો.
ટીકાર્થ: હું એકદા ત્રણ વાર બલાકા (બગલી)ના મુખથી મૂકાયો. તે આ પ્રમાણે : કદાચિત મતે બલાકાએ ગ્રહણ કર્યો પછી તેણે મને મુખમાં નાંખવા માટે ઊંચે ઉછાળ્યો. તે વખતે મેં વિચાર કર્યો કે - “જો હું સીધો જ આના મુખમાં પડીશ, તો આ મુખમાં પડ્યો એમ થવાથી મારા પ્રાણ કુશળ નહિ રહે. તેથી હું તીર્થો પડું.” એમ વિચારીને ચતુરાઈથી મેં તે પ્રમાણે જ કર્યું. તેથી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org