________________
| ગ્રામૈષણાનો નિક્ષેપ |
(૩૭૯
છે. ખરેખર સર્વજ્ઞ એવા ભગવાન વિના આવા એકાંતહિતકારક ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ છે? કોઈ જ નથી. (જેમ) અંધપુરુષ રૂપના વિશેષને જાણી જોઈ શકતો નથી, એ જ રીતે અસર્વજ્ઞ પણ આ પ્રમાણે સમગ્રકાળ સુધી હિતકારક ધર્મનો ઉપદેશ કરવા સમર્થ નથી. તેથી કરીને અરિહંત ભગવાન જ સર્વજ્ઞ છે, તે જ જિનેશ્વર મારા દેવ છે, તેથી જ કહેલી ક્રિયા માટે કરવા લાયક છે.” ઇત્યાદિ વિચાર કરીને સંસારથી વિમુખબુદ્ધિવાળા થઈ મુક્તિરૂપી સ્ત્રીના આશ્લેષના સુખમાં લંપટ થયેલા તેણે પર્વતની ગુફામાંથી સિંહની જેમ પોતાના પ્રાસાદમાંથી નીકળી ધર્મઘોષ સાધુની પાસે પ્રવ્રયા ગ્રહણ કરી. તે મહાત્મા શરીર ઉપર પણ નિઃસ્પૃહ, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ભિક્ષા ગ્રહણાદિક વિધિને સેવનાર, સંયમ અનુષ્ઠાનમાં તત્પર અને સ્વાધ્યાય વડે અંતઃકરણને ભાવતા સતા ચિરકાલ સુધી સંયમનું પાલન કરી લધુકર્મી થયેલ અને ઉછળતા દુર્નિવાર્ય વીર્યના પ્રસારવાળા તે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ ચાર ઘાતકર્મનો મૂળથી વાત કરી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પામ્યા, ત્યારપછી કાળના ક્રમે કરીને સિદ્ધિપદને પામ્યા. ૨૮
એષણાદ્વાર કહ્યું, હવે સંયોજનાદિક ધારો કહેવાના છે, અને તે દ્વારા ગ્રામૈષણારૂપ છે. તેથી પ્રથમ ગ્રામૈષણાના નિક્ષેપને કહે છેઃ
मू.०- णामं ठवणा दविए, भावे घासेसणा मुणेयव्वा ॥
____दव्वे मच्छाहरणं, भावम्मि य होइ पंचविहा ॥६२९॥ મૂલાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે પ્રારૈષણા જાણવી. તેમાં દ્રવ્યને વિષે મત્સ્યનું ઉદાહરણ છે, અને ભાવને વિષે પાંચ પ્રકાર છે. ૬૨
ટીકાર્થ ગ્રામૈષણા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામગ્રાસષણા, સ્થાપનાગ્રામૈષણા, ‘દૂબે' દ્રવ્યના વિષયવાળી ગાવૈષણા અને ‘પાવે' ભાવના વિષયવાળી ગ્રામૈષણા. તેમાં નામ-ગ્રામૈષણા, સ્થાપનાગ્રામૈષણા, અને દ્રવ્યગ્રામૈષણા પણ યાવત્ ભવ્ય શરીરરૂપ (ભવ્યશરીર સુધીની) પ્રહરૈષણાની જેમ જાણવી, પરંતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત પ્રારૈષણાને વિષે તો મત્સ્ય “દિર' દષ્ટાન્ત છે. તથા ભાવવિષયવાળી ગ્રામૈષણા બે પ્રકાર છે, તે આ પ્રમાણે : આગમથી અને નોઆગમથી બે પ્રકારે છે, તે આ પ્રમાણે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં સંયોજનાદિ દોષરહિત હોય તે પ્રશસ્ત અને સંયોજનાદિ દોષસહિત હોય તે અપ્રશસ્ત છે, તેને જ દેખાડે છે. “માપ્તિ થ' ઇત્યાદિ 'મા' ભાવવિષયવાળી ગ્રામૈષણાપંવિધા' સંયોજનાદિ થકી પાંચ પ્રકારે છે ||૬૨૯ો. તેમાં દ્રવ્યગ્રામૈષણાના ઉદાહરણનો સંબંધ કહે છે : मू.०- चरियं व कप्पियं वा, आहरणं दुविहमेव नायव्वं ॥
अत्थस्स साहणट्ठा, इन्धणमिव ओयणट्ठाए ॥६३०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org