________________
૩૭૮)
| | શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ II मू.०- उसिणस्स छड्डणे देंतओ, व डज्झज्झ कायदाहो वा ॥
सीयपडणम्मि काया, पडिए महुबिंदुआहारणं ॥६२८॥ મૂલાર્થ : ઉષ્ણના છઈનમાં દેનાર દાઝે છે અથવા પૃથ્વી આદિ કાયનો દાહ થાય છે, તથા શીતદ્રવ્યના પડવામાં પૃથ્યાદિ કાયની વિરાધના થાય છે. તે પડવામાં મધુબિંદુનું ઉદાહરણ છે.
ટીકાર્થ : ઉષ્ણ દ્રવ્યના “છ” ત્યાગ કરવામાં (પડવામાં) ભિક્ષા આપનાર દાઝે છે. અથવા ભૂમિને આશ્રયીને રહેલાયાનાં' પૃથિવ્યાદિક કાયને દાહ થાય છે. તથા શીતદ્રવ્યનું ભૂમિ પર પડવું થયે સતે ભૂમિને આશ્રયીને રહેલા ‘યા:' પૃથિવ્યાદિક કાયની વિરાધના થાય છે. તે પડવામાં મધુબિંદુનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે :
વારાપુર નામનું નગર છે. ત્યાં અભયસેન નામે રાજા છે. તેને વારત્તક નામનો અમાત્ય છે. એકદા ત્વરા વિના ચપળતા વિના અને સંભ્રાન્તતા વિના એષણાસમિતિ વડે યુક્ત એવા ધર્મઘોષ નામાન મુનિએ ભિક્ષાને માટે અટન કરતા સતા તે વારત્તક અમાત્યના ઘરમાં પ્રવેશ કર્યો, એ વખતે તેની ભાર્યાએ તે મુનિને ભિક્ષા આપવા માટે ઘી અને ખાંડ સહિત પાયસ (ખીર)ની ભરેલી થાળી ઉપાડી. તે વખતે કોઈપણ પ્રકારે તે થાળમાંથી ખાંડથી મિશ્ર એવું ધૃતનું બિંદુ ભૂમિપર પડ્યું, તે જોઈ ભગવાન ધર્મઘોષમુનિ, મુક્તિપદમાં જ એક સ્થાપન કર્યું છે મન જેણે એવા, સમુદ્ર જેવા ગંભીર, મેરુપર્વતની જેવા નિષ્પકંપ (સ્થિર), પૃથ્વીની જેવા સર્વને સહન કરનાર, શંખની જેમ રાગાદિક વડે નહિ રંગાયેલા, મહાસુભટની જેમ કર્મરૂપી શત્રુનું વિદારણ કરવામાં બદ્ધકક્ષ અને ભગવાને (અરિહંતોએ) કહેલી ભિક્ષા ગ્રહણની વિધિ પાળવામાં ઉદ્યમ કરનારા હતા તેથી આ ભિક્ષા છર્દિતદોષ વડે દૂષણવાળી છે તેથી મારે કહ્યું નહિ. એમ વિચારીને ત્યાંથી નિકળી ગયા તે વખતે બારીમાં બેઠેલા વારત્તક અમાત્યે પૂજ્ય સાધુને ત્યાંથી નીકળતા જોયા અને પોતાના ચિત્તમાં વિચાર કર્યો કે - આ પૂજય સાધુએ મારે ઘેર ભિક્ષા ગ્રહણ કેમ ન કરી ?” - આ પ્રમાણે તે જોવામાં વિચાર કરતો હતો. તેટલામાં પૃથ્વી પર પડેલા તે ખાંડયુક્ત ધૃતબિંદુનો મક્ષિકાઓએ આવીને આશ્રય કર્યો, અને તે મક્ષિકાઓને ખાવા વડે ગૃહગોધિકા (ઘરોળી) દોડી, ગૃહગોપિકાના વધને માટે પણ સરટ (કાકીડો) દોડ્યો, સરટનું પણ ભક્ષણ કરવા બિલાડી દોડી, તેના પણ વધને માટે પ્રાથૂર્ણક (મહેમાન)નો કૂતરો દોડ્યો, તેનો પણ પ્રતિવંતી (પ્રતિસ્પર્ધી) ત્યાંનો સ્થાયી કુતરો દોડ્યો, ત્યાં તે બંને શ્વાનને પરસ્પર કલહ (લડાઈ) થયો, તેથી પોતપોતાના સ્થાનના પરાભવથી મનમાં દુઃખ થવા વડે તેના બન્ને સ્વામીઓ દોડ્યા, અને તેમનું પરસ્પર તલવાર વડે યુદ્ધ થયું, આ સર્વ વારત્તક અમાત્ય પ્રત્યક્ષ જોયું. ત્યારે તેણે પોતાના ચિત્તમાં વિચાર કર્યો કે – “વૃતાદિનું એક બિંદુમાત્ર ભૂમિ ઉપર પડવાથી આ પ્રમાણે અધિકરણ-પાપની પ્રવૃત્તિ થઈ ! તેથી કરીને જ અધિકરણથી ભય પામેલ પૂજય સાધુજીએ ધૃતબિંદુને પૃથ્વી પર પડેલું જોઈ ભિક્ષા ગ્રહણ ન કરી. અહો ! અરિહંતદેવે ધર્મને સારી રીતે જોયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org