________________
( છર્દિ દ્વારા અને તેના ભેદો |
(૩૭૭ (ઉત્તર) દ્રવ્યના વશથી સંભવે છે. તે આ પ્રમાણે - જેમાં દ્રવ્ય સાવશેષ (બાકી) હોય તેમાં આ (હસ્ત અને પાત્ર) સાધુને માટે ખરડ્યા હોય તો પણ દાત્રી તેને ધોતી નથી. કારણ કે - ફરીથી પણ પીરસવાનો સંભવ છે, પણ જેમાં નિરવશેષ દ્રવ્ય હોય (અર્થાત્ દાન આપ્યા પછી તદન ખાલી હાથ કે પાત્ર હોય તો) તેમાં સાધુને આપ્યા પછી તે દ્રવ્યના આધારભૂત તપેલી કે હસ્ત કે પાત્રને અવશ્ય ધોવે છે. તેથી દ્વિતીયાદિક સમ ભંગને વિષે નિરવશેષ દ્રવ્ય હોવાથી પશ્ચાત્કર્મનો સંભવ છે તેથી કલ્પ નહિ. પ્રથમાદિક વિષમ ભંગમાં પશ્ચાતકર્મનો અસંભવ હોવાથી ગ્રહણ કરવું કહ્યું છે. દુર લિHદ્વાર કહ્યું. હવે (૧૦) છર્દિતદ્વારને કહે છે:
મૂ૦-સચ્ચિ શ્ચિત્તે, મીસ તદ છguો ય મં છે.
___चउभंगे पडिसेहो, गहणे आणाइणो दोसा ॥६२७॥ મૂલાર્થ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ છર્દિતને વિષે ચતુર્ભગી થાય છે આ ચતુર્ભગીને વિષે નિષેધ છે, તેનું ગ્રહણ કરવાથી આજ્ઞાદિ દોષો લાગે છે. ૬૨
ટીકાર્થ છર્દિત, ઉક્ઝિત અને ત્યક્ત (ત્યાગ કરેલ) એ બધા પર્યાયો છે. તે છર્દિત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તે છર્દિત પણ કદાચિત્ “વિજે' સચિત્તને મળે, કદાચિત અચિત્તને મળે અને કદાચિત્ મિશ્રને મળે થાય છે. તેથી કરીને આવી રીતે છન (ત્યાગ) કરવામાં આધારરૂપ અને આયરૂપ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યના સંયોગથી ચતુર્ભગી થાય છે. (અહીં જાતિમાં એકવચન હોવાથી તેનો અર્થ આ પ્રમાણે છે-ત્રણ ચતુર્ભગી થાય છે.) તે આ પ્રમાણે - સચિત્ત અને મિશ્રપદ વડે પહેલી, સચિત્ત અને અચિત્તપદ વડે બીજી, મિશ્ર અને અચિત્તપદ વડે ત્રીજી, તેમાં સચિત્તને વિષે સચિત્તછર્દિત, મિશ્રને વિષે સચિત્ત, સચિત્તને વિષે સચિત્ત, સચિત્તને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત એ બીજી ચતુર્ભાગી : તથા મિશ્રને વિષે મિશ્ર, અચિત્તને વિષે મિશ્ર, મિશ્રને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત, એ ત્રીજી ચતુર્ભગી આ સર્વ મળીને બારભંગ થાય છે. આ સર્વ ભંગને વિષે સચિત્તપૃથ્વીકાય, સચિત્તપૃથ્વીકાયને વિષે છર્દિત, ઇત્યાદિ રૂપાણાએ કરીને સ્વસ્થાન અને પરસ્થાન વડે છત્રીશ છત્રીશ વિકલ્પો થાય છે. તેથી છત્રીશને બારે ગુણવાથી કુલ ચારસો ને બત્રીશ ભાંગા થાય. આ સર્વ ભંગોને વિષે “તિષેધ' ભક્તાદિક ગ્રહણ કરવાનો નિષેધ છે. જો કદાચ ગ્રહણ કરે તો “માશા' આજ્ઞા (આજ્ઞાભંગ), અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનારૂપ દોષો લાગે છે. અહીં આદિ અને અંતનું ગ્રહણ કરવાથી મધ્યનું પણ ગ્રહણ થાય છે. એ ન્યાયથી ઔદેશિકાદિ દોષવાળા ભક્તાદિનું ગ્રહણ કરવામાં આજ્ઞા (ભંગા)દિક દોષો જાણવા. I૬ ૨૭ી
હવે છર્દિતને ગ્રહણ કરવામાં દોષોને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org