________________
૩૭૬)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ || मू.०- खीर दहि जाउ कट्टर, तेल्ल घयं फाणियं संपिडरसं ॥
___ इच्छाई बहुलेवं, पच्छाकम्मं तहिं नियमा ॥६२५॥ મૂલાર્થ ક્ષીર, દધિ, જાઉં, કટ્ટર, તેલ, ઘી, ફાણિત અને સપિંડરસ વગેરે દ્રવ્યો બહુ લેપવાળા છે, તેમાં પશ્ચાત્કર્મ અવશ્ય કરવાનું છે. I૬૨પ
ટીકાર્થ: “ક્ષીર' દૂધ, “ધ” તેનો અર્થ પ્રસિદ્ધ છે, (દહી) ‘ના’ ક્ષીરપયા ‘ક્ર' આનું સ્વરૂપ પૂર્વે (ગા. ૬૨૦માં) કહ્યું છે “તૈ« પૃત’ આનો અર્થ (તલ અને ઘી) પ્રસિદ્ધ છે, “ ત' ગુડપાનક (ગોળનું પાણી), “પિંડરસ' અત્યંત અધિક રસવાળું ખજુર વગેરે, ઇત્યાદિ દ્રવ્યો બહુ લેપવાળા જાણવા. તેઓને વિષે પશ્ચાત્કર્મ અવશ્ય થાય છે, આ કારણથી જ દોષથી ભય પામતા સાધુઓ તેને ગ્રહણ કરતા નથી. ૬૨પી.
ઉપરની (૬૨૪) ગાથામાં ‘પછીરમં આંદં મ’ એમ જે કહ્યું છે તે જ ભજનાને આઠ ભગવડે દેખાડે છે :
मू.०- संसट्टेयर हत्थो, मत्तो वि य दव्व सावसेसियरं ॥
एएसु अट्ठ भंगा, नियमा गहणं तु ओएसु ॥६२६॥ મૂલાર્થ : હસ્ત અને પાત્ર પણ સંસ્કૃષ્ટ અથવા અસંતૃષ્ટ હોય છે, દ્રવ્ય પણ સાવશેષ અથવા નિરવશેષ હોય છે. તેને વિષે આઠ ભંગ થાય છે. તેમાં વિષમભંગમાં અવશ્ય ગ્રહણ કરવા લાયક છે I૬૨૬ll.
ટીકાર્થઃ દાતા સંબંધી હાથ સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય છે. જેના વડે ભિક્ષાને આપે છે તે પાત્ર પણ સંસૃષ્ટ કે અસંતૃષ્ટ હોય છે, દ્રવ્ય પણ સાવશેષ કે નિરવશેષ હોય છે. આ સંસ્કૃષ્ટ હસ્ત, સંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય રૂપ ત્રણ પદ તે પણ પ્રતિપક્ષ સહિત કુલ છ પદ) તેના પરસ્પર સંયોગથકી આઠ ભંગ થાય છે, તે આ પ્રમાણે ૧. સંસૃષ્ટ હસ્ત-સંસૃષ્ટપાત્ર અને સાવશેષ દ્રવ્ય, ૨-સંસૃષ્ટ હસ્તસંસૃષ્ટ પાત્ર અને નિરવશેષ દ્રવ્ય, ૩-સંસૃષ્ટ હસ્ત - અસંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય, ૪-સંસૃષ્ટ હસ્ત-અસંસૃષ્ટપાત્ર અને નિરવશેષ દ્રવ્ય, ૫-અસંસૃષ્ટ હસ્ત-સંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય, ૬અસંતૃષ્ટ હસ્ત-સંસૃષ્ટ પાત્ર નિરવશેષ દ્રવ્ય, ૭-અસંતૃષ્ટ હસ્ત-અસંતૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય, તથા ૮-અસંસૃષ્ટ હસ્ત – અસંસૃષ્ટ પાત્ર અને નિરવશેષ દ્રવ્ય. આ આઠ ભંગને વિષે નિયમ’ અવશ્ય ‘મોગલ્લુ’ વિષમ એટલે પહેલા, ત્રીજા, પાંચમાં અને સાતમા ભંગમાં ‘પ્રહ' ગ્રહણ કરવા લાયક છે, પરંતુ સમ એટલે બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા ભંગને વિષે ગ્રહણ કરવા લાયક નથી. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે કે – અહીં હસ્ત કે પાત્ર અથવા તો બન્ને પોતાના માટે સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય તો તેના વશથી (તેને લીધે) પશ્ચાત્કર્મ સંભવતું નથી. (પ્રશ્નઃ) ત્યારે કોના વશથી સંભવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org