________________
૩૮૨)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | છળાયો નથી. તો હવે આહાર કરતાં રાગ-દ્વેષ વડે જેમ ન કળાય તેમ કર. //૬૩૪ો.
ટીકાર્થ : અહીં એષણા શબ્દના ગ્રહણ વડે એષણામાં રહેલા દોષો કહેવાય છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે કરવો : બેંતાલીશ સંખ્યાવાળા જે એષણાના દોષો એટલે ગષણા અને ગ્રહણેષણાના જે દોષો, તે વડે ‘સં' વિષમ એટલે સંકટવાળા “પ્રણે' ભક્તપાનાદિકને ગ્રહણ કરવામાં છે જીવ ! તું છળાયો નથી, તો ‘ાની” હવે આહાર કરતો તું રાગ-દ્વેષ વડે જેમ ન કળાય તેમ કરજે. //૬૩૪ll હવે તે જ ભાવગ્રામૈષણાનું પ્રતિપાદન કરે છે : म.०- घासेसणा उ भावे, होइ पसत्था तहेव अपसत्था ॥
अपसत्था पंचविहा, तव्विवरीया पसत्था उ ॥६३५॥ મૂલાર્થ : પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે ભાવગ્રાસેષણા છે, તેમાં અપ્રશસ્ત પાંચ પ્રકારે છે, અને તેથી તે વિપરીત તે પ્રશસ્ત છે. ૬૩પ
ટીકાર્થ : ‘ભાવે ભાવના વિષયવાળી પ્રાર્સષણા બે પ્રકારે છે, તે આ પ્રમાણે : પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અપ્રશસ્ત પાંચ પ્રકારે છે – ૧. સંયોજના, ૨. અતિબહુક, ૩. અંગાર, ૪-ધૂમ અને પ-નિષ્કારણ. અને “દિપરીતા’ સંયોજનાદિ દોષે કરીને રહિત તે પ્રશસ્તા છે. I૬૩૫ હવે સંયોજનાની જ વ્યાખ્યા કરવાને ઇચ્છતા પ્રથમ તેના નિક્ષેપને કહે છે : मू.०- दव्वे भावे संजो-अणा उ दव्वे दुहा उ बहिअंतो ॥
भिक्खं चिय हिंडंतो, संयोयंतम्मि बाहिरिया ॥६३६॥ મૂલાર્થ: દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે સંયોજના છે. તેમાં દ્રવ્યને વિષે બહાર અને અંદર એમ બે પ્રકાર છે. તેમાં ભિક્ષાને માટે અટન કરતો સતો જે સંયોજના કરે તે બાહ્ય છે. ૬૩૬ll
ટીકાર્થ : સંયોજના બે પ્રકારે છે. તે આ પ્રમાણે :- ‘દ્રવ્ય દ્રવ્યના વિષયવાળી અને ‘ભાવે ભાવના વિષયવાળી તેમાં ‘ચ્ચે' દ્રવ્યના વિષયવાળી સંયોજના બે પ્રકારે છે, તે આ પ્રમાણે : બાહ્ય અને અત્યંતર તેમાં જ્યારે ભિક્ષા માટે જ હિંડતો (અટન કરતો) સતા ક્ષીર વગેરેને ખાંડ આદિની સાથે રસની વૃદ્ધિ વડે એટલે વિશેષ રસ ઉત્પન્ન કરવા માટે સંયોજના (મિશ્ર) કરે, તે “વાહ્યા' બહારથી થયેલી સંયોજના છે. ૬૩૬ll આ બાહ્યસંયોજનાને જ સ્પષ્ટ કહે છે : मू.०- खीरदहिसूवकट्टरलंभे, गुडसप्पिवडगवालुंके ॥
अंतोउ तिहा पाए, लम्बण वयणे विभासा उ ॥६३७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org