________________
૩૭૪)
| શ્રી પિંડનિયંતિગ્રંથનો અનુવાદ છે જ ત્રણ વસ્તુ ગૃહસ્થોને ઉષ્ણ છે, તેથી સૌવીર અને ક્રીયામાત્રનું ભોજન સતે પણ તેઓને આહારનું પચવું થતું હોવાથી અજીર્ણાદિ દોષો થતા નથી. તેથી તેઓ તથા પ્રકારે યાપના (નિર્વાહ) કરે તો પણ તેમને કાંઈપણ દોષ થતો નથી, પરંતુ સાધુઓને તો ઉપર કહ્યા પ્રમાણે દોષ થાય છે. તેથી કરીને સાધુઓને તક્રાદિક પ્રહણ કરવાની અનુજ્ઞા છે. અહીં પ્રાયઃ કરીને સાધુએ વિકૃતિના પરિભોગનો ત્યાગ કરીને સર્વદા પોતાના શરીરની યાપના કરવી જોઈએ. અને શરીરની અપટુતા હોય ત્યારે સંયમયોગની વૃદ્ધિને માટે બલ પ્રાપ્ત કરવા નિમિત્તે કદાચિત્ જ વિકૃતિનો ઉપયોગ કરવો. તે વિષે સૂત્રમાં કહ્યું છે - “મવવાં ત્રિરંગા ય' (નિરંતર નિર્વિકૃતિને પામેલા) અને વિકૃતિના પરિભોગમાં તક્રાદિ જ ઉપયોગી છે, તેથી તક્રાદિનું ગ્રહણ કરવું ‘રઢિપુ' વૃતવટિકા સહિત તીમનાદિકનું ગ્રહણ “માર્ગ' વિકલ્પ કરવા લાયક છે એટલે કે ગ્લાનત્વાદિ પ્રયોજનની પ્રાપ્તિમાં પ્રહણ કરવું અને શેષકાળે ન ગ્રહણ કરવું. કેમકે તે બહુ લેપવાળું અને આસક્તિ વગેરેનું કારણ છે. //૬૨વા હવે તે ત્રિક (ત્રણ) કયા છે તે કહે છે - मू.०- आहार उवहि सेज्जा, तिण्णि वि उण्हा गिहीण सीए वि ॥
तेण उ जीरइ तेसिं दुहओ असिणेण आहारो ॥६२१॥ મૂલાર્થ: આહાર, ઉપાધિ અને શવ્યા એ ત્રણેય ગૃહસ્થોને શીતકાલમાં પણ ઉષ્ણ હોય છે, તેથી તેઓનો આહાર બન્ને પ્રકારે ઉષ્ણ વડે જીર્ણ થાય છે. ૬૨૧
ટીકાર્થ આહાર, ઉપાધિ અને શવ્યા આ ત્રણેય ગૃહસ્થોને તેfપ' શીતકાલને વિષે પણ ઉષ્ણ થાય છે. તેથી તેઓને તક્રાદિક ગ્રહણ કર્યા વિના પણ “દુહો' ત્તિ બન્ને પ્રકારે એટલે બાહ્ય અને અત્યંતર ‘૩ોન' તાપ વડે આહાર જીર્ણ (પાચન) થાય છે. તેમાં ભોજનના વશથી અત્યંતર અને શવ્યા તથા ઉપધિના વશથી બાહ્ય તાપ વડે જીર્ણ થાય છે. દર
मू.०- एयाइं चिय तिन्नि वि, जईण सीयाइं होंति गिम्हे वि ॥
तेणुवहम्मइ अग्गी, तओ य दोसा अजीराई ॥६२२॥ મૂલાર્થ આ ત્રણેય સાધુઓને ગ્રીષ્મઋતુમાં પણ શીતળ થાય છે, તેથી ઝઠરાગ્નિ હણાય (મંદ થાય) છે, અને તેથી અજીર્ણાદિક દોષો થાય છે. ૬૨રા
ટીકાર્થ આ જ આહાર, ઉપાધિ અને અધ્યારૂપ ત્રણેય યતિઓને ‘બેડપિ' ગ્રીષ્મકાળને વિષે પણ શીતળ-ઠંડા થાય છે. તેમાં ભિક્ષાચર્યાને વિષે ગયેલા સાધુને ઘણા ઘરોને વિષે થોડો થોડો લાભ થવા વડે ઘણો કાળ જવાથી આહારની શીતળતા થાય છે, આખા વર્ષમાં ઉપધિને એક જ વાર વર્ષાકાળની પહેલાં ધોવાથી મલિનતાને લીધે અને શય્યા (વસતિ)ની સમીપે અગ્નિ કરવાનો અભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org