________________
તે લિપ્તદ્વાર અને તેના ભેદો //
(૩૭૩ મૂલાર્થ : જો તે (તપ કરનાર સાધુ) ને હાલમાં કે એપ્પત (આગામી)કાળે યોગની હાનિ ન થતી હોય, તો કૃપક થયો. તેવી શક્તિ ન હોય તો ક્ષપણાંતર કરો, પણ આયંબિલતપ તો અવશ્ય કરે. ૬૧૮
ટિીકાર્થ : જો “સે' તે સાધુને “સંપ્રતિ વર્તમાનકાળ અથવા “ષ્યિતિ' આવતા કાળે (ભવિષ્ય કાળે) “ યોનિઃ ' પ્રત્યુપ્રેક્ષણાદિ રૂપ સંયમયોગનો નાશ ન થતો હોય તો “ક્ષપ' છમાસ આદિનો ઉપવાસ કરનાર થાઓ. તેમાં પૂર્વે કહેલા એક એક દિવસની હાનિ વડે વચ્ચે વચ્ચે આયંબિલનું પારણું કરો, એવી પણ શક્તિ ન હોય તો નિયત' સર્વદા આયંબિલ રૂપ તપ કરો, પરંતુ હાલમાં સેવાર્તસંહનનવાળાને તેવા પ્રકારની શક્તિ નથી, તેથી તેવા પ્રકારનો ઉપદેશ કરાતો નથી. |૬૧૮ો. ફરીથી શિષ્ય કહે છે કે : मू.०- हेट्ठावणि कोसलगा, सोवीरगकूरभोइणो मणुआ ॥
___ जइ ते वि जवेंति तहा, किं नाम जई न जाविति ॥६१९॥ મૂલાર્થઃ નીચેની પૃથ્વીમાં રહેનાર અને કોશલદેશમાં રહેનાર મનુષ્યો સૌવીર અને કૂરીયાને ખાનારા છે, તેઓ પણ જો નિર્વાહ કરે છે, તો એવી રીતે સાધુઓ કેમ નિર્વાહ ન કરે? I૬૧૯ો.
ટીકાર્થ અધોડવના: નીચેની પૃથ્વીમાં રહેનાર મહારાષ્ટ્રીઓ અને ‘ક્રોશન!' કોશલ દેશમાં ઉત્પન્ન થએલા મનુષ્યો, કે જેઓ સર્વદા સૌવીર અને કૂરીયામાત્રનું જ ભોજન કરનારા છે અને તેઓ પણ સેવાર્ત (છેવટ્ઠ) સંહનનવાળા છે, તેથી જો તે મનુષ્યો પણ આ પ્રમાણે માવજીવિત નિર્વાહ કરે છે તો ‘તથા' તે પ્રકારે એટલે કે – માત્ર સૌવીર અને તૂરીયાના ભોજન વડે ‘તયઃ' મોક્ષે જવામાં જ એક બદ્ધકક્ષવાળા સાધુઓ થાપના-નિર્વાહ કેમ ન કરે? (અર્થાત) તેઓએ તો તે પ્રમાણે અવશ્ય થાપના કરવી જોઈએ. કારણ કે તેથી ઘણા ગુણનો સંભવ છે. ૬૧ અહીં આચાર્ય ઉત્તર આપે છે કે : मू.०- तिय सीयं समणाणं, तिय उण्ह गिहीण तेणणुन्नायं ॥
तक्काईणं गहणं, कट्टरमाईसु भइयव्वं ॥२०॥ મૂલાર્થ સાધુઓને ત્રણ શીત છે, તે જ ત્રણ ગૃહસ્થોને ઉષ્ણ છે. તેથી યતિઓને તક્રાદિક ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. તથા કટ્ટરાદિકને વિષે ભજના છે. ૬૨વા.
ટીકાર્થ : 'ત્રિ આગળ કહેવાશે તે ત્રણ વસ્તુ સાધુને શીતળ છે, તેથી હંમેશાં આયંબિલ કરવામાં તક્રાદિના અભાવે આહારપાચનનાં અસંભવથી અજીર્ણાદિક દોષો પ્રકટ થાય છે. અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org