________________
૩૭૨)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે.
મૂલાર્થ : લિપ્તદોષ કહીને અલેપ લેવું એમ ગુરુએ કહ્યું, ત્યારે શિષ્ય કહે છે કે – છ માસ ઉપવાસ કરવા, તેવી શક્તિ ન હોય તો હાનિ કરતા કરતા ચતુર્થ કરી આયંબિલ કરવું. તેમાં પણ અશક્ત હોય તો અલ્પ લેપ ગ્રહણ કરવું. //૬૧પ
ટીકાર્થઃ “જે લિપ્ત છે તે સદોષ છે” એમ કહીને અલેપકૃતનું ભોજન કરવું, એમ તીર્થકર અને ગણધરોએ અનુજ્ઞા કરી છે એમ ગુરુએ કહ્યું, ત્યારે શિષ્ય કહે છે કે જાવજીવ સુધી ભોજન ન કરવું. જો જાવજીવ અભોજન વડે (જાવજીવના ઉપવાસ કરવાની શક્તિમાન ન હોય તો છ માસ ઉપવાસ કરીને આયંબિલ વડે પારણું કરવું. એ રીતે પણ શક્તિમાન ન હોય તો એક દિવસ આદિની હાનિ વડે (છ માસીતપમાંથી એક એક દિવસ આદિની હાનિ કરવા પૂર્વક) ત્યાં સુધી આત્માની તુલના કરવી કે - યાવત્ ચતુર્થ ઉપવાસ કરીને આયંબિલનું ગ્રહણ કરવું. એ રીતે પણ ‘અનંત ' (કરવાને) શક્તિમાન ન હોય તો અલ્પલેપને ગ્રહણ કરો. //૬૧ પા. આ ગાથાનું જ બે ગાથાથી વિવરણ કરે છે : मू.०- आयंबिलपारणए, छम्मास निरंतरं तु खविऊणं ॥
जइ न तरइ छम्मासे, एगदिणूणं तओ कुणउ ॥६१६॥ एवं अक्केक्कदिणं, आयंबिलपारणं खवेऊणं ॥
दिवसे दिवसे गिण्हउ, आयंबिलमेव निल्लेवं ॥६१७॥ મૂલાર્થઃ નિરંતર છ માસનું ક્ષપણ કરીને આયંબિલનું પારણું કરો, જો છ માસનું કરવાને શક્તિમાન ન હોય તો તેમાંથી એક દિવસ ઓછો કરો. ૬૧દા એ રીતે એક એક દિવસ ક્ષપણ કરીને આયંબિલનું પારણું કરો, એવી પણ શક્તિ ન હોય તો દિવસે દિવસે નિર્લેપ આયંબિલ જ ગ્રહણ કરો. ૬૧૭,
ટીકાર્થ જો સર્વકાળ પણ (ઉપવાસ) કરવાને અશક્ત હોય, તો છ માસ સુધી નિરંતર ક્ષપણ કરી પારણાને વિષે આયંબિલ કરો. જો છ માસ કરવાને શક્તિમાન ન હોય, તો એક દિવસ ઊણા છ માસ કરો. I૬૧૬ો એ પ્રમાણે (પણ શક્તિ ન હોય તો) છ માસ સુધી (નીઅવધિવાળા પામ્માસિકતપમાંથી) એક એક દિવસનો ત્યાગ કરી આયંબિલ વડે પારણું ત્યાં સુધી કરો કે જ્યાં સુધી ચતુર્થ ઉપવાસ આવે, એવી પણ શક્તિ ન હોય તો દિવસે દિવસે (હંમેશા) નિર્લેપ આયંબિલને જ ગ્રહણ કરો. I૬૧૭ી. (આમ શિષ્ય કહે છે) ત્યારે ગુરુ કહે છે કે : मू.०- जइ से न जोगहाणी, संपइ एसे व होइ तो खमओ ॥
खमणंतरेण आयं-बिलं तु निययं तवं कुणइ ॥६१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org