________________
છે લિuદ્વાર અને તેના ભેદો છે
(૩૭૧ મૂલાર્થ : અલેપકૃતને જ ગ્રહણ કરવું, લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ આદિ દોષ ન થાઓ. અને રસની વૃદ્ધિનો પ્રસંગ થતો નથી. એમ કહે સતે શિષ્ય કહે છે. ૬૧૩ી.
ટીકાર્થ : અહીં સાધુએ હંમેશાં “અપકૃત્' વાલ, ચણા વગેરે અપકૃતને જ ગ્રહણ કરવું. કેમકે-લેપકૃત ગ્રહણ કરે તે પશ્ચાત્કર્માદિક એટલે દધ્યાદિક વડે લેપાએલ-ખરડાયેલ હસ્તાદિકને ધોવા વગેરે રૂપ દોષ ન થાઓ. માટે આદિશબ્દથી કટિકાદિક વડે સંસક્ત એવા વસ્ત્રાદિક વડે પ્રોચ્છનાદિ (લૂંછવું વગેરે)નું ગ્રહણ કરવું. તેથી લેપકૃતને ગ્રહણ કરવું નહિ. અલેપકૃતને ગ્રહણ કરવામાં ગુણને કહે છે : સર્વદા અલેપકૃતને ગ્રહણ કરવાથી ‘રસમૃદ્ધિપ્રસંn:' રસના આહારમાં લંપટપણાની વૃદ્ધિ થતી નથી. તેથી સાધુઓએ તે અલેપકૃત જ સર્વદા વાપરવું. આમ કહે સતે શિષ્ય કહે (પ્રશ્ન કરે) છે કે :
मू.०- जइ पच्छकम्मदोसा, हवंति मा चेव भुंजउ सययं ॥
तवनियमसंजमाणं, चोयग ! हाणी खमन्तस्स ॥६१४॥ મૂલાર્થઃ જો પશ્ચાત્કર્મદોષ હોય તો નિરંતર (કદાપિ) ખાવું જ નહિ. ઉત્તર : હે શિષ્ય ! ક્ષપણ કરતા સાધુને તપ, નિયમ અને સંયમની હાનિ થાય ll૬૧૪
ટીકાર્થ : જો લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ વગેરે દોષો થતા હોય, તો કદાપિ સાધુએ ભોજન કરવું જ નહિ. કેમકે-એમ કરવાથી સર્વ દોષોની ઉત્પત્તિનો મૂળથી જ નાશ થાય છે, સૂરિ ઉત્તર આપે છે કે – હે શિષ્ય ! સર્વ કાળ ‘ક્ષપથતિ:' અનશનતપરૂપ ક્ષપણને કરતા સાધુને ચિરકાળ સુધી થનારા તપ, નિયમ અને સંયમની હાનિ થાય, તેથી માવજીવ પણ કરવું યોગ્ય નથી. //૬૧૪
ફરીથી શિષ્ય કહે છે : જો સર્વદા ક્ષપણ કરવાને અશક્ત હોય, તો છ માસનું ક્ષપણ કરીને અલેપકૃત વડે પારણું કરો. ત્યારે ગુરુ જવાબ આપે છે કે – જો એમ કરવાથી તપ, નિયમ અને સંયમના યોગને કરવા શક્તિમાન થતો હોય, તો ભલે કરો. તેમાં કોઈ નિષેધ કરનાર નથી. ત્યારે ફરીથી શિષ્ય કહે છે કે – જો એમ હોય તો છ માસ ઉપવાસ કરીને આયંબિલનું પારણું કરવું. જો તેવી શક્તિ ન હોય તો એકાદિ દિવસની હાનિ કરીને આયંબિલ વડે પારણું કરવું. જો તેવી શક્તિ ન હોય તો એકદિવસ વગેરેની હાનિ વડે ત્યાં સુધી પરિભાવના કરે કે - યાવત્ ચતુર્થ (એક ઉપવાસ) કરીને આયંબિલ વડે પારણું કરે. એ રીતે પણ શક્તિમાન ન હોય તો સર્વદા અલેપકૃતને ગ્રહણ કરે. આ વાતને જ ગાથા વડે કહે છે : પૂ. - નિરં તિ માળ, છમાસ હાથ વલ્થ તુ છે
आयंबिलस्स गहणं, असंथरे अप्पलेवं तु ॥६१५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org