________________
૩૭૦)
।। શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II
હવે દાતાના વિષયવાળું ભાવઅપરિણત કહે છે :
मू.०- दुगमाई सामन्ने, जइ परिणमई उ तत्थ एगस्स ॥ देमित्ति न सेसाणं, अपरिणयं भावओ एयं ॥६११ ॥
મૂલાર્થ : તેમાં બે વગેરેને સામાન્ય વસ્તુને વિષે જો (હું દઉં એ પ્રમાણે) એકની પરિણતિ થાય અને બીજાની ન થાય તો તે ભાવથી અપરિણત જાણવું. ૬૧૧
ટીકાર્ય : એ જ પ્રમાણે ‘દિવિસામાન્ય’ ભાઈ વગેરે દ્વિકાદિ (બે-ત્રણ આદિ)ને સાધારણ એવી દેય વસ્તુને વિષે જો કોઈ એકનો હું આપું એવો ભાવ પરિણમે (થાય) અને બીજાને ભાવ ન પરિણમે. તો તે ભાવથી અપરિણત કહેવાય. એટલે કે - ભાવની અપેક્ષાએ દેયપણાએ (દેવાની યોગ્યતાએ) કરીને તે પરિણમ્યુ નથી. અહીં કોઈ શંકા કરે કે - સાધારણ અનિસૃષ્ટ અને દાતાના ભાવને અપરિણામ એ બન્નેમાં પરસ્પર શું તફાવત છે ? તેનો ઉત્તર કહે છે - જ્યારે દાતા પ્રત્યક્ષ ન હોય ત્યારે સાધારણઅનિસૃષ્ટ કહેવાય છે, અને દાતા પ્રત્યક્ષ હોય ત્યારે દાતૃભાવઅપરિણત કહેવાય છે. ।।૬૧૧॥
હવે ગ્રહીતાના વિષયવાળું ભાવઅપરિણત કહે છે :
मू.०- एगेण वावि एसिं मणंमि परिणामियं न इयरेणं ॥
=
तंपि हु होइ अगिज्झं, सज्झिलगा सामि साहू वा ॥६१२॥
મૂલાર્થ : તેઓને મધ્યે કોઈ એકે મનમાં પરિણમાવ્યું અને બીજાએ ન પરિણમાવ્યું, તો તે પણ અગ્રાહ્ય હોય છે. ભાઈ અને સ્વામી દાતા છે તથા સાધુ ગ્રહીતા છે. II૬૧૨
ટીકાર્થ : (સાધુના સંધાટકમાંથી) કોઈ એક આગળ રહેલા કે પાછળ રહેલા સાધુએ આ એષણીય છે એમ મનમાં પરિણમાવ્યું, ‘નેતરેળ’ બીજાએ પરિણમાવ્યું નહિ. તે પણ ભાવથી અપરિણત છે, માટે સાધુને અગ્રાહ્ય છે. કેમકે-ગ્રહણ કરવાથી શંકિતત્વ અને કલહ વગેરે દોષનો સંભવ છે. હવે બન્ને પ્રકારના ભાવઅપરિણતના વિષયને કહે છે ‘સગ્નિતા' ઇત્યાદિ તેમાં દાતાના વિષયવાળું ભાવઅપરિણત તે ભાઈઓના વિષયવાળું અને સ્વામીના વિષયવાળું છે. ગ્રહણ કરનારના વિષયવાળું ભાવઅપરિણત તે સાધુના વિષયવાળું છે. II૬૧૨
અપરિણતદ્વાર કહ્યું. હવે (૯) લિદ્વાર કહેવા યોગ્ય છે. તેમાં જેને વિષે દહી વગેરે દ્રવ્યનો લેપ લાગે તે લિમ કહેવાય છે, અને તે ગ્રહણ કરવા લાયક નથી. તે વિષે કહે છે કે :
Jain Education International
मू.०- घेत्तव्वमलेवकडं, लेवकडे मा हु पच्छकम्माई ॥ न य रसगेहिपसंगो, इअ वुत्ते चोयगो भाइ ॥ ६१३॥
For Private & Personal Use Only
www.jainelibrary.org