________________
/ અપરિણતદ્વાર અને તેના ભેદો
(૩૬૯
જાણવી. /૬૦૮ ઉન્મિશ્રદ્વાર કહ્યું. હવે (૮) અપરિણતદાર કહે છે : मू.०- अपरिणयं पि य दुविहं, दव्वे भावे य दुविहमेक्केकं ॥
दव्वम्मि होइ *छक्कं, भावम्मि य होइ सज्झिलगा ॥६०९॥ મૂલાર્થ : અપરિણત પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તે દરેકના બબ્બે પ્રકાર છે. દ્રવ્યને વિષે છ પ્રકાર છે અને ભાવને વિષે ભાઈઓ છે. II૬Oલા
ટીકાર્થઃ અપરિણત પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે દ્ર' દ્રવ્યના વિષયવાળું અને “માવે' ભાવના વિષયવાળું એટલે કે - દ્રવ્યરૂપે અપરિણત અને ભાવથી અપરિણત. વળી તે દરેક દાતા અને ગ્રહીતાના સંબંધથી બે પ્રકારે છે. તે આ પ્રમાણે : દાતા સંબંધી દ્રવ્ય અપરિણત અને ગ્રહતા સંબંધી દ્રવ્ય અપરિણતઃ એ જ પ્રમાણે ભાવ અપરિણત જાણવું. દિવેલી તેમાં દ્રવ્ય અપરિણતનું સ્વરૂપ કહે છે : मू.०- जीवत्तम्मि एविगए, अपरिणयं परिणयं गये जीवे ॥
दिट्ठन्टो दुद्धदही, इय अपरिणय परिणयं तं च ॥६१०॥ મૂલાર્થઃ જીવપણું નહિ ગયે સતે અપરિણત કહેવાય છે, અને જીવ ગયે સતે પરિણત કહેવાય છે. તેમાં દૂધ અને દહી દષ્ટાંત છે. તે પ્રમાણે તે પણ અપરિણત અને પરિણત જાણવું. ll૧૦ની
ટીકાર્થ “નીત્વે' સચેતનપણું ‘વિતે' ભ્રષ્ટ (નાશ) નહિ થયે તે પૃથ્વીકાયાદિક દ્રવ્ય, અપરિણત કહેવાય છે, પણ જીવ ગયે સતે તો પરિણત કહેવાય છે. અહીં દૃષ્ટાંત દૂધ અને દહી છે. કેમકે-જેમ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીપણાને પામ્યું સતું પરિણત કહેવાય છે. અને દૂધપણું અવસ્થિત હોય તો અપરિણત (પરિણામાંતર વિનાનું) કહેવાય છે તેમ પૃથ્વીકાયાદિ પણ સ્વરૂપે કરીને સજીવ છે, તે સજીવપણાથી ભ્રષ્ટ થયું ન હોય તો તે અપરિણત કહેવાય છે અને જીવપણાથી મુક્ત થયું હોય તો તે પરિણત કહેવાય છે. અને તે દ્રવ્ય જ્યારે દાતાની સત્તામાં (દાતાને આધીન) હોય છે ત્યારે દાતાની સંબંધીનું કહેવાય છે, અને જયારે ગ્રહીતાની સત્તામાં હોય છે ત્યારે ગ્રહીતા સંબંધીનું કહેવાય છે. ૬૧૦
* દાતા અને ગ્રહીતાના સંબંધથી બે પ્રકારે છે એમ શેષ જાણવું. તેમાં ‘ચ્ચે', - દ્રવ્યના વિષયવાળા છ ભેદ છે, તે સચિત્ત પૃથ્વીકાયાદિ જાણવા. કેમકે – તે દ્રવ્યરૂપ છે. ભાવ એટલે અધ્યવસાયને વિષે “ ત' કહેવાશે એવા ભાઈઓ હોય છે, એટલે કે- ભાવનો આધાર હોવાથી ઉપચારને લઈને સહોદર જાણવા. અને ઉપલક્ષણથી તેના જ સંબંધી પુત્રાદિકનું અને સાધુસંબંધી સંઘાટકના સાધુનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org