________________
॥ ઉન્મિશ્રદ્વાર પ્રતિપાદન |
(૩૬૭
મૂલાર્થ : અહીં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકાર છે. તેમાં મિશ્રને વિષે ચતુર્થંગી છે, તેમાં પહેલા ત્રણ ભંગમાં નિષેધ છે અને છેલ્લા ભંગમાં ભજના છે. ૫૬૦૫
ટીકાર્થ : અહીં જે જેને વિષે મિશ્ર કરાય છે તે બન્ને વસ્તુ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તેથી ‘ઉન્મિત્રજે મિશ્રને વિષે ચતુર્ભૂગી થાય છે. (અહીં જાતિમાં એકવચન છે તેથી ત્રણ ચતુર્થંગી થાય છે એમ જાણવું.)તેમાં પહેલી ચતુર્ભૂગી સચિત્ત અને મિશ્રપદ વડે, બીજી સચિત્ત અને અચિત્તપદ વડે તથા ત્રીજી મિશ્ર અને અચિત્તપદ વડે થાય છે. તેમાં સચિત્ત અને મિશ્રપદ વડે આ ચતુર્થંગી થાય છે. સચિત્તને વિષે સચિત્ત, મિશ્રને વિષે સચિત્ત, સચિત્તને વિષે મિશ્ર અને મિશ્રને વિષે મિશ્ર (૧). બીજી આ પ્રમાણે - સચિત્તને વિષે સચિત્ત, અચિત્તને વિષે સચિત્ત, સચિત્તને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત (૨) ત્રીજી આ પ્રમાણે - મિશ્રને વિષે મિશ્ર, અચિત્તને વિષે મિશ્ર, મિશ્રને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્તઃ તેમાં ગાથાના અંતમાં લખેલું ‘તુ' શબ્દનો નહિ કહેલાનો સમુચ્ચય અર્થપણું હોવાથી પહેલી ચતુર્થંગીના સમગ્ર ભંગોને વિષે નિષેધ છે. બાકીની બે ચતુર્થંગીને વિષે દરેકના ‘આવિત્રિજે’પહેલા ત્રણ ત્રણ ભંગને વિષે નિષેધ છે અને છેલ્લા ભંગને વિષે ભજના છે તે આગળ કહેવાશે. ૬૦૫।।
અહીં જ અતિદેશને કરતા સતા કહે છે :
मू.०- जह चेव य संजोगा, कायाणं हेहओ य साहरणे ॥ तह चेव य उम्मीसे, होइ विसेसो इमो तत्थ ॥ ६०६ ॥
'
મૂલાર્થ : જેમ પહેલાં સંહરણદ્વારમાં કાયના સંયોગો (ભંગો) દેખાડ્યા છે, તેમજ ઉન્મિશ્રદ્વારમાં પણ દેખાડવા તેમાં વિશેષ આ પ્રમાણે છે. ૬૦૬
ટીકાર્થ : જે પ્રકારે ‘અધ:' પહેલાં સંહરણદ્વારમાં ‘છાયાનાં’ સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદ વડે ભેદવાળા પૃથ્વીકાયાદિકના સ્વસ્થાન અને પરસ્થાન વડે ‘સંયોઃ’ ભંગો ચારસો ને બત્રીશ (૪૩૨) સંખ્યા પ્રમાણવાળા બતાવ્યા છે, તે જ પ્રકારે ‘ઉન્મિત્રિતેઽપિ' ઉન્મિશ્રદ્વારને વિષે પણ દેખાડવા. તે આ પ્રમાણે : સચિત્ત પૃથ્વીકાય સચિત્તપૃથ્વીકાયને વિષે ઉન્મિશ્ર, સચિત્તપૃથ્વીકાય ચિત્ત અકાયને વિષે ઉન્મિશ્ર, એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ છત્રીશ સંયોગ (ભાંગા) થયા. તથા એક એક સંયોગમાં સચિત્ત અને મિશ્રપદ વડે તથા સચિત્ત અને અચિત્ત પદ વડે દરેક ચતુર્ભૂગી થાય છે, તેથી છત્રીશને બાર વડે ગુણવાથી ૪૩૨ ભાંગા થાય છે. અહીં કોઈ શંકા કરે કે - સંહત અને ઉન્મિશ્રને વિષે સચિત્તાદિક વસ્તુનો નિક્ષેપ કરતાં પરસ્પર કાંઈપણ વિશેષ જણાતો નથી, તે ઉપર કહે છે કે ‘તત્ર' તે સંહત અને ઉન્મિશ્રને વિષે પરસ્પર આ વક્ષ્યમાણ વિશેષ છે. ૬૦૬॥
તે વિશેષને જ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org