________________
આશ્રયીને ભજનાને કહે છે :
॥ દાયકાશ્રયી કલ્યાકલ્પવિધિ ।
मू.० - भिक्खामित्ते अविया -लणा उ बालेण दिज्जमामि ॥ संदिट्ठे वा गहणं, अइबहुय वियालणेऽणुन्ना ॥५९७ ।।
મૂલાર્થ : બાળક પોતે ભિક્ષામાત્ર જ આપે, અથવા કોઈના કહેવાથી આપે તો તેમાં વિચાર કરવાનો નથી, પણ ગ્રહણ કરાય છે, પરંતુ ઘણું આપે તો વિચારણા કરવી, અનુજ્ઞા હોય તો કલ્પે. 1142911
ટીકાર્થ : માતાની ગેરહાજરીમાં બાળકે ભિક્ષા માત્ર (અલ્પ ભિક્ષા) દેવાતે સતે અથવા તો પાસે રહેલ માતાદિકના કહેવાથી તે બાળક વડે અપાતું સસ્તું અવિચારણા છે,. એટલે આ કલ્પે કે ન કલ્પે ? એવા વિચારનો અભાવ છે, પરંતુ ભિક્ષાનું ગ્રહણ થઈ શકે છે. પણ તે બાળક અતિ ઘણું આપતો હોય ત્યારે ‘કેમ આજે તું ઘણું આપે છે ?' એમ વિચારણા (પ્રેરણા) કરે સતે જો અનુજ્ઞા એટલે પાસે રહેલા માતાદિક સંબંધી છૂટ મળે તો ગ્રહણ કરવું. અન્યથા ગ્રહણ કરવું નહિ ।૫૯૭॥
હવે (૨) સ્થવિર અને (૩) મત્તના વિષયવાળી ભજનાને કહે છે :
मू.०- थेर पहू थरथरते, धरिए अन्त्रेण दढसरीरे वा ॥ अव्वत्तमत्तसड्ढे, अविंभले वा असागरिए ॥ ५९८ ॥
(૩૬૩
મૂલાર્થ : સ્થવિર છતાં પ્રભુ હોય, થરથરતા છતાં બીજાએ ધારણ કરેલ હોય કે દૃઢ શરીરવાળો હોય તો કલ્પે છે. કાંઈક મત્ત હોય તો પણ શ્રાવક, અપરાધીન અને અસાગરિક હોય તો કલ્પે છે.
૫૫૯૮॥
ટીકાર્થ : (૨) જો સ્થવિર છતાં પ્રભુ-ઘરનો સ્વામી હોય ‘થરથરંતે ત્તિ' કંપતો સતો પણ જો બીજાએ ધારણ કરેલ (પકડી રાખેલ) હોય, અથવા સ્વરૂપે જ દૃઢ શરીરવાળો હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે છે. તથા (૩) ‘અન્ય’ જે કાંઈક મત્ત હોય, તે પણ જો શ્રાવક હોય, અને ‘અવિદ્યુતશ’ અપરવશ હોય તો તેવા પ્રકારના મત્ત પાસેથી તેમાં પણ ત્યાં સાગરિક ન હોય તો કલ્પે છે. અન્યથા કલ્પે નહિ. ૫૯૮
Jain Education International
હવે ઉન્મત્તાદિક ચાર (૪થી ૭)ના વિષયવાળી ભજના કહે છે :
मू.० - सुइ भद्दग दित्ताई, दढग्गहे वेविए जरम्मि सिवे ॥ अन्नधरियं तुं सड्ढो, देयंधोत्रेण वा धरिए ॥५९९ ॥
મૂલાર્થ : દપ્તાદિ જો શુચિ અને ભદ્રક હોય, વેપિત પણ દૃઢ હસ્તવાળો હોય, જ્વ૨ પણ શિવ
For Private & Personal Use Only
www.jainelibrary.org