________________
૩૬૨)
| શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ , મૂલાર્થઃ પ્રાકૃતિકાને સ્થાપન કરીને આપે તો પ્રવર્તનાદિક દોષો લાગે, અપાય ત્રણ પ્રકારે છે. તિર્ય, ઊર્ધ્વ અને અધઃ ધાર્મિકાદિને માટે સ્થાપન કરેલું કે-અન્ય સંબંધી દ્રવ્ય પર છે માટે ના લેવું /પ૯પાઈ
ટીકાર્થઃ (૩૬) બલિ વગેરેને નિમિત્તે પ્રાકૃતિકા (ઉપહાર)ને સ્થાપન કરીને જે દાત્રી ભિક્ષાને આપે, તેમાં પ્રવર્તનાદિક દોષો લાગે છે, હવે (૩૭) અપાય નામના દ્વારમાં ત્રણ પ્રકારના અપાય છે, તે આ પ્રમાણે-તિર્ય, ઉર્ધ્વ અને અધઃ, તેમાં તિર્યફ અપાય ગાય વગેરે થકી, ઊર્ધ્વઅપાય ઉત્તરંગ (દ્વાર-બારસાખની ઉપરનો ભાગ)ના કાષ્ઠ વગેરે થકી અને અધઃઅપાય સર્પ, કંટક વગેરે થકી થાય છે. આ પ્રમાણે ત્રણેય પ્રકારના અપાયમાંથી કોઈ પણ અપાયને બુદ્ધિ વડે જાણીને તેની પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૩૮) ૬ વોશ્યિ ' (બીજાને ઉદ્દેશીને) એમ જે કહ્યું, તે વિષે કહે છે ધમદાર્થ અન્ય સાધુ, કાપેટિક વગેરેને નિમિત્તે જે સ્થાપન કર્યું હોય, તે પરમાર્થથી પરસંબંધી હોવાથી ગ્રહણ કરવું નહિ. કેમકે- તે ગ્રહણ કરવાથી અદત્તાદાનના દોષનો સંભવ છે. અથવા પરસંતિયં ૩' ત્તિ પરસંબંધી એટલે ગ્લાનાદિ સંબંધી જે વસ્તુ આપે તે પણ પોતાને લેવી ને કહ્યું, કેમકે-અદત્તાદાનનો દોષ લાગે. પરંતુ જે ગ્લાનને માટે અપાવ્યું હોય, તેની પાસે લઈ જઈને તેને આપવું. તે જો ગ્રહણ ન કરે તો ફરીથી પણ દાત્રી પાસે મંગાવીને તેને આપવું. જો કદાચ દાત્રી એમ કહે કે “જો આ ગ્લાનાદિ ગ્રહણ કરતો નથી, તો પછી તમે પોતે ગ્રહણ કરો” તો ગ્લાનાદિકે નહિ ગ્રહણ કરે તે પોતાને કલ્પ છે. [૫૯પી હવે (૩૯) આભોગ અને (૪૦) અનાભોગ દાયકનું સ્વરૂપ કહે છે : मू.०- अणुकंपा पडिणीय-ट्ठया व ते कुणइ जाणमाणोऽवि ॥
एसणदोसे बिइओ, कुणइ उ असढो अयाणन्तो ॥५९६॥ મૂલાર્થઃ જાણતો છતો પણ અનુકંપાએ કરીને કે પ્રત્યની કાર્થપણાએ કરીને તે એષણાના દોષોને કરે છે, અને (૪૦) બીજો અજાણતો સંતો અને અશઠ સતો કરે છે. પ૯૬ll
ટીકાર્થઃ (૩૯) “આ મોટા પ્રભાવવાળા મુનિઓ સર્વદા જ અંતપ્રાંત અશનને ખાય છે, તેથી તેમના શરીરના નિર્વાહ માટે હું ધૃતપૂર-ઘેબર વગેરે કરું.” એ પ્રમાણે અનુકંપા ભક્તિ વડે અથવા “આ સાધુઓનો અનેષણીયને નહિ ગ્રહણ કરવું એવા નિયમનો જે ભાંગો છે તે મારે ભાંગી નાંખવો.” એમ પ્રત્યનીકાર્થપણો કરીને જાણતો સતો પણ તે આધાકમદિકરૂપ અનેષણાના દોષોને કરે છે અને (૪૦) બીજો (અનાભોગદાયક) અશઠભાવવાળો તો નહિ જાણતો સતો કરે છે /પ૯૬ી.
આ પ્રમાણે બાલાદિક ચાલીશય દ્વારની વ્યાખ્યા કરી. હવે પહેલાં જે “સિ રાયTi || fઈવ દો મફયવં II,૭૮' ઇત્યાદિ કહ્યું હતું, તેની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા પ્રથમ બાળકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org