________________
॥ લિપ્તહસ્તા, લિપ્તપાત્રા અને ઉદ્ધત્તતિકાના દોષો ॥
मू.०- संसज्जिमंमि देसे, संसज्जिमदव्वलित्तकरमत्ता ॥ संचारो ओयत्तण, उक्खिप्पंतेऽवि ते चेव ॥ ५९३ ॥
મૂલાર્થ : સંસક્તિવાળા દેશમાં સંસક્તિવાળા દ્રવ્ય વડે જેના હાથ કે પાત્ર લીંપાયેલ છે એવી દાત્રી વર્ઝવી તથા મોટા વાસણને ઉતારતાં સંચારિમ પ્રાણીનો વિનાશ થાય, તથા તે વાસણ ઉંચું ઉપાડે સતે પણ તે જ દોષ થાય છે. ૫૯૩
ટીકાર્થ : (૩૧-૩૨) સંસક્તિમાન દ્રવ્યવાળા ‘વેશે’ મંડલમાં સંસક્તિવાળા દ્રવ્ય વડે લીંપાયેલ છે, હાથ અથવા પાત્ર જેવું એવી દાત્રી ભિક્ષાને આપતી સતી હસ્તાદિકમાં લાગેલા પ્રાણીઓને હણે છે, તેથી તે દાત્રી વર્ષવાની છે. તથા (૩૩) મોટા પિંઠરાદિકના અપવર્તનને વિષે (નીચે ઉતારતી વખતે) ‘સંવાર:’ (સૂચના માત્ર કરવાથી સૂત્ર કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે – મોટું પિઠર જ્યારે ત્યારે (વારંવા૨) ઉપાડાતું નથી. અથવા જેમ તેમ તેનો સંચાર (ફેરવણી) પણ થતો નથી. કેમકે-તે ઘણું મોટું હોય છે. પરંતુ વિશેષ પ્રકારનું પ્રયોજન ઉત્પન્ન થાય ત્યારે એક જ વાર તે ઉપાડાય છે. તેથી પ્રાયઃ કરીને તેને આશ્રયીને રહેલા કીટિકાદિક પ્રાણીઓ સંભવે છે. તેથી જ્યારે તે પિઠરાદિકને ઉદ્ધર્તન કરીને કાંઈક વસ્તુ આપે છે, ત્યારે તેને આશ્રયીને રહેલા જંતુઓનો વિનાશ થાય છે. આ દોષો મોટું પિઠરાદિક ઉપાડે સતે પણ થાય છે. તેને ફરીથી મૂકતી વખતે અથવા હાથના સ્પર્શથકી પણ સંચારિમ કીટિકાદિ જંતુઓનો વિનાશ થાય છે. વળી તેવા પ્રકારના મોટા વાસણને ઉપાડતાં દાત્રીને પીડા પણ થાય છે. તેથી તેના ઉપાડવામાં પણ ભિક્ષ કલ્પે નહિ ।।૫૯૩
હવે (૩૪) સાધારણને અને (૩૫) ચોરિતકને દેનારીના દોષો કહે છે :
मू.०- साधारणं बहूणं, तत्थ उ दोसा जहेव अणिसि ॥ चोरिए गहणाई, भयइ सुण्हाइ वा दन्ते ॥५९४ ॥
(૩૬૧
મૂલાર્થ : ઘણાને સાધારણ એવી વસ્તુ આપતાં-અનિસૃષ્ટમાં કહેલા દોષો લાગે છે. તથા ચોરી વડે કર્મકર કે પુત્રની વહુ આપે તો ગ્રહણાદિક દોષો લાગે છે. ૫૯૪
ટીકાર્થ : (૩૪) ઘણાનું સાધારણ (માલીકીની) એવી વસ્તુને જો આપે, તો તેમાં જેમ પૂર્વે
:
અનિસૃષ્ટમાં દોષઓ કહ્યા હતા, તેમજ જાણવા તથા (૩૫) ચોરી વડે ‘કૃતજે’ ચાકર અથવા સ્નુષાદિક (પુત્રની વધુ વગેરે) આપે, તો ‘ગ્રહાય:' ગ્રહણ, બંધન, તાડનાદિ દોષો જાણવા. તેથી તેની પાસેથી પણ લેવું ન ક૨ે ૫૯૪
હવે પ્રાભૃતિકા સ્થાપન વગેરે ત્રણ (૩૬-૩૭-૩૮) દ્વારના દોષો કહે છે :
मू.० - पाहुडि ठंवियगदोसा, तिरि उड्डमहे तिहा अवायाओ ॥ धम्मियमाई ठवियं, परस्स परसंतियं वावि ॥५९५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org