________________
૩૬o)
શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ કહેવા વડે અગ્નિ અને વાયુનો સમારંભ કહ્યો. તથા શાક વગેરેના છેદ અને વિશારણને કરતી, અહીં છેદ એટલે પુષ્પ ફળ વગેરેના કકડા કરવા તે અને વિશારણ એટલે તે કકડાને સુકવવા માટે તડકે મૂકવા તે, આદિ શબ્દ છે તેથી તંડુલ, મગ વગેરેને સાફ કરવા વગેરેનું ગ્રહણ કરવું. તથા છઠ્ઠા ત્રસકાયરૂપ મત્સાદિક “કુરકુરાન્ત’ તરફડતા એટલે પીડા વડે ઉછળતા તેમને છેદતી. આ કહેવા વડે ત્રસકાયનો આરંભ કહ્યું. આ પ્રમાણે પજીવનિકાયનો આરંભ કરતી દાત્રીના હાથથી લેવું ન કલ્પ. |૫૮૯-૫૯૦ હવે પકાયવ્યગ્રહસ્તા એ પદના વ્યાખ્યાનમાં મતાંતર દેખાડે છે : मू.०- छक्कायवग्गहत्था, केई कोलाइकन्नलइयाई ॥
सिद्धत्थगपुप्फाणि य, सिरम्मि दिन्नाइं वज्जंति ॥५९१॥ મૂલાર્થ કેટલાક આચાયો પર્યાયવ્યગ્રહસ્તી એટલે કોલાદિક કર્ણ ઉપર રાખેલા હોય અને સિદ્ધાર્થ પુષ્પોને મસ્તક પર રાખ્યા હોય, તો તેના હાથથી આપેલું કહ્યું નહિ એમ કહે છે. //૫૯૧
ટીકાર્ય કેટલાક આચાર્યો કાયવ્યગ્રહસ્તા એવું વચન હોવાથી કોનાહીનિ' બદર (બોર) વગેરે, આદિ શબ્દથી કરીર વગેરેનું ગ્રહણ કરવું ‘ન્નત ' રિ કર્ણને વિષે ધારણ કર્યા હોય, તથા સિદ્ધાર્થક (સરસવના) પુષ્પોને મસ્તક પર ધારણ કર્યા હોય તેને વર્જે છે. કેમકે-હસ્ત શબ્દનું ગ્રહણ સૂત્રમાં જે કર્યું છે તે ઉપલક્ષણ છે. તેથી કર્ણ ઉપર કે મસ્તક ઉપર જીવનિકાયનો સંભવ હોય તો તેના હાથથી આપેલું કહ્યું નહિ. એમ કહે છે, તેમના મતે પાયવ્યગ્રહસ્તા એ પદથી ષકાયનો સંઘટ્ટ (સ્પર્શ) કરતી, એ પદનો વિશેષ દુરપપાદ (દુખેથી ગ્રહણ કરી શકાય તેવો) છે. /પ૯૧||
मू.०- अन्ने भणंति दससु वि, एसणदोसेसु नत्थि तग्गहणं ॥
तेण न वज्जं भणइ, नणु गहणं दायगग्गहणा ॥५९२॥ મૂલાર્થઃ બીજા કહે છે કે – દશે એષણાદોષને મળે તેનું ગ્રહણ કર્યું નથી. તેથી તે વર્જવા લાયક નથી. તેને જવાબ આપે છે કે – દાયકના ગ્રહણથી તેનું ગ્રહણ આવી જ ગયું. ૫૯રો
ટીકાર્થ: વળી બીજા આચાર્યની જેવા કહે છે કે – દશે શંકિતાદિક એષણાના દોષોની મળે તેનું ગ્રહણ નથી એટલે પકાયવ્યગ્રહસ્તા એમ ગ્રહણ કરેલું નથી. તે કારણથી કોલાદિક વડે યુક્ત એવી દાત્રીથકી ભિક્ષાનું ગ્રહણ વર્જવા લાયક નથી. આમ જે કહેવું તે પાપથી પણ મોટું પાપ છે. જે કારણ માટે કહ્યું છે કે – “પ્રખ્યતે' અહીં ઉત્તર અપાય છે કે – દાયકના ગ્રહણથકી એષણાના દોષમધ્યે પર્યાયવ્યગ્રહસ્તા એ શબ્દનું ગ્રહણ છે જ. તો કેમ કહો છો કે – તેનું ગ્રહણ નથી? ૫૯રા
હવે (૩૧) સંસક્તિવાળા દ્રવ્યને દેનારી વગેરે દોષોને કહે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org