________________
॥ ષટ્કાયવ્યગ્રહસ્તાદિ (૨૬ થી ૩૦) દાત્રીના દોષો ।।
(૩૫૯
થાય, ત્યારે પીસાતા એવા તલ વગેરે સંબંધી કેટલીક સચિત્ત નખિકાઓ પણ હસ્તાદિમાં લાગેલી સંભવે છે. તેથી ભિક્ષા આપવા માટે હસ્તાદિકને ખંખેરવાથી અથવા ભિક્ષા દેતી એવી તેણીની ભિક્ષાના સંબંધથી તે નખિકાની વિરાધના થાય છે અને ભિક્ષા આપીને પછી ભિક્ષાના અવયવ વડે ખરડાયેલા બે હાથને જળ વડે ધોવે છે, તેથી પીસવાને વિષે ઉદક અને બીજનું સંઘટ્ટન (વિનાશ) થાય છે. એ જ પ્રમાણે (૧૯) કંડન અને (૨૦) દલનને વિષે પણ યથાયોગ્ય ભાવના કરવી, તથા (૨૧) ‘મર્નને’ ભુંજવાને વખતે તે ભિક્ષા આપતી હોય તો કાંઈક વખત લાગવાથી કડાઈમાં નાંખેલ ગોધૂમાદિક બળી જાય છે. તથા (૨૨) પિંજવુ, (૨૩) લોઢવું, આદિ શબ્દથી (૨૪) કાંતવું અને (૨૫) મર્દન કરતી એવી દાત્રી ભિક્ષા આપીને ભિક્ષાના અવયવ વડે ખરડાયેલા હાથને જળ વડે ધોવે. ત્યારે ત્યાં પણ ઉદકનો વિનાશ થાય છે. તેથી તેની પાસેથી ભિક્ષા ન કલ્પે ૫૮૮
હવે ષટ્કાયવ્યગ્રહસ્તા વગેરે પાંસનું (૨૬થી ૩૦) સ્વરૂપ બે ગાથા વડે કહે છે : मू.०- लोणं दग अगणि वत्थी, फलाइ मच्छाइ सजीय हत्थंमि ॥ पाएणोगाहणया, संघट्टण सेसकाएणं ॥ ५८९ ॥
खणमाणी आरभए, मज्जइ धोयइ व सिंचए किंचि ॥ छेयविसारणमाइ छिन्द छट्ठे फुरुफुरुते ॥५९०॥
મૂલાર્થ : હાથને વિષે સજીવ, લવણ, ઉદક, અગ્નિ, બસ્તિ, ફલાદિક અને મત્સ્યાદિક હોય, તેને ભૂમિ પર નાંખીને આપે, તેનેપગ વડે આવગાહના કરે એટલે ચલાવે, તેને શેષ અવયવ વડે સંઘટ્ટન કરે, તેનો જ આરંભ કરે, ભૂમિને ખોર્દ, સ્નાન કરે, ધોવે, કાંઈક છાંટે, છેદ અને વિશારણને કરે, તથા છઠ્ઠા ફરકતા ત્રસકાયને છેદે. II૫૮૯-૫૯૦ના
ટીકાર્થ : અહીં (૨૬) ષટ્કાયવ્યગ્રહસ્તા તે કહેવાય કે - જેણીના હાથમાં સજીવ (સચિત્ત) લવણ, ઉદક, અગ્નિ, વાયુથી પૂરેલ બસ્તિ, બીજોરૂં વગેરે ફળાદિક અને મત્સ્યાદિક હોય (૨૭) ત્યારપછી તેણી જો આ સજીવ લવણાદિકમાંથી કોઈપણ એકને સાધુને ભિક્ષા આપવા માટે ભૂમિ આદિ ઉપર નાંખે, તો તેના હાથથી ભિક્ષા ન કલ્પે તથા (૨૮) અવગાહના એટલે આ છ જીવનિકાયને પાદ વડે સંઘટ્ટન કરવું (સ્પર્શ કરવો), ૨૯ (શેષ) કાય વડે એટલે હસ્તાદિક વડે સંમર્દન એટલે સંઘટ્ટન કરવું તે (૩૦) આરંભ કરતી એટલે કોશ વગેરે વડે પૃથ્વી આદિને ખોદતી. આ કહેવા વડે પૃથ્વીકાયનો આરંભ કહ્યો. અથવા તો ‘મખ્ખની’ શુદ્ધ જળ વડે સ્નાન કરકી, અથવા ‘ધાવન્તી’ શુદ્ધ જળ વડે વસ્ત્રોને ધોતી, અથવા કાંઈક વૃક્ષ કે વેલડી વગેરેને પાણી સીંચતી : આ કહેવા વડે અપ્લાયનો આરંભ દેખાડ્યો. આ ઉપલક્ષણ છે (તેથી અગ્નિકાયાદિક પણ જાણવું. તે આ પ્રમાણે ) અથવા ફુંક મારીને અગ્નિને સળગાવતી, અથવા સચિત્ત વાયુથી ભરેલ બસ્તિ વગેરેને આમ તેમ નાંખતી, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org