________________
૩૫૮)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
::
ટીકાર્થ : ભિક્ષા આપવા માટે ઊઠતી અને ભિક્ષા આપીને પોતાને સ્થાને બેસતી એવી ગર્ભિણીના ‘મેં’ ગર્ભનો ‘સંષટ્ટન’ સંચાર થાય છે, તેથી તેની પાસેથી ગ્રહણ કરવું નહિ. તથા‘વાતારૂં મંસુંડળ' ત્તિ (અહીં આર્ષપણાને લીધે વિપર્યાસ વડે પદની યોજના કરવી, તેથી) ‘વાતં’ બાળકને ભૂમિ પર કે મંચિકાદિકની ઉપર મૂકીને જો ભિક્ષા આપે તો તે બાળકને ‘માર્ગા' બિલાડી, કૂતરો વગેરે ‘માંસોંદુાવિ’ માંસનો ખંડ અથવા સસલાનું બચ્ચું છે, એમ ધારીને ‘વિરાયેત્’ વિનાશ કરે. તથા આહાર વડે ખરડેલા સુકા હાથ કર્કશ હોય છે. તેથી ભિક્ષા આપીને ફરીથી (પછી) દાત્રીએ બે હાથ વડે ગ્રહણ કરેલા બાળકને પીડા થાય છે, તેથી બાલવત્સા પાસેથી પણ ન લેવું. ૫૮૬
હવે (૧૬) ભોજન કરતી અને (૧૭) મથન કરતી દાત્રીને આશ્રયીને દોષો કહે છે :
मू.०- भुंजंती आयमणे, उदगं छोट्टी य लोगगरिहा य ॥ घुसुती संतत्ते, करम्मिलित्ते भवे रसगा ॥ ५८७॥
મૂલાર્થ : ભોજન કરતી દાત્રી આચમન કરે તો જળની વિરાધના થાય, ન કરે તો આ છોટી (ગોબરી) છે એમ લોકગર્હ થાય, મંથન કરતી આપે તો સંસક્ત વડે લીંપાયેલ હાથને વિષે રસમાં રહેલા જીવોનો વિનાશ થાય. ૫૫૮૭]{
ટીકાર્થ : (૧૬) ભોજન કરતી દાત્રી ભિક્ષા આપવા માટે આચનન કરે (હાથ ધોવે) છે, અને આચમન કરે સતે ઉદકની વિરાધના થાય છે, અને જો આચમન ન કરે તો લોકને વિષે આ છોટિ (ગોબરી) છે એમ ગર્હ થાય. તથા (૧૭) ‘ઘુમુલની' દહી વગેરેનું મંથન કરતી જો તે દધ્યાદિકનું ‘સંસô’ જીવવાળું (બે દિન ઉપરાંતનું) મથન કરે તો તે સંસક્ત દધ્યાદિ વડે ભિક્ષા દેતી એવી તેણીનો હાથ ખરડાયેલ હોયે સતે તે રસના (તર્ણા) જીવોનો વધ થાય છે. તેથી તેના હાથથી પણ ભિક્ષા ગ્રહણ કરવી કલ્પે નહિ ।૫૮૭ાા
હવે પેષણાદિક (૧૮-૨૫) કરતી દાત્રીના દોષો દેખાડે છે :
मू. ० - दगबीए संघट्टण, पीसणकंडदलभज्जणे sहणं ॥ पिंजन्त रुचणाई, दिन्ने लित्ते करे उदगं ॥ ५८८ ॥
મૂલાર્થ : પીસવું, ખાંડવું અને દળવું કરતી દાત્રી ભિક્ષા આપે તો ઉદક અને બીજનું સંઘટ્ટન થાય, ભુંજવાનું કરતી હોય તો બળી જાય, તથા પિંજન અને ચનાદિક કરતી દાત્રી આપે તો, લીંપાએલ હાથને ધોતાં જળની વિરાધના થાય છે. ૫૮૮
ટીકાર્થ : (૧૮) પેષણ, કંડન (ખાંડવું) અને દલનને કરતી દાત્રીના હાથથી ભિક્ષા ગ્રહણ કરવામાં ઉદક અને બીજનું સંઘટ્ટન થાય. તે આ પ્રમાણે - પીસતી સતી જ્યારે ભિક્ષા દેવા માટે ઊભી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org