SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ છે નપુંસકદાયક આશ્રયી દોષો (૩૫૭ ભિક્ષા ગ્રહણ કરતાં લોકમાં જુગુપ્સા નિન્દા થાય કે –આ સાધુઓ અશુચિ-અપવિત્ર છે. કે-જેથી આવા અશુચિથકી પણ ભિક્ષા ગ્રહણ કરે છે. (૧૦). એ જ પ્રમાણે છિન્નકર (ઠુંઠા હાથ)વાળો પણ ભિક્ષા આપતે સતે લોકમાં જુગુપ્સા થાય. કેમકે તથા પ્રકારના હસ્તના અભાવે શૌચ કરવાનો અસંભવ છે. આ ઉપલક્ષણ છે. તેથી હસ્તના અભાવે જે ભાજન વડે કરીને ભિક્ષા આપે તે પાત્રનું અથના દેવા લાયક વસ્તુનું પડવું થાય. અને તેમ થવાથી જીવનિકાયનો વધ થાય. (૧૧), આ જ દોષો “પડપ' છિન્નપગવાળા દાતાને વિષે પણ જાણવા. કેવળ પાદને અભાવે ભિક્ષા દેવા માટે ચાલતા એવા તેનો પ્રાયઃ કરીને અવશ્ય પતન' પાત-પડવું થાય છે, અને તેથી પૃથ્વયાશ્રિત કીટિકાદિક પ્રાણીનો ઘાત થાય છે. (૧૨) II૫૮૪ હવે (૧૩) નપુંસકને આશ્રયીને દોષો કહે છેઃ म.०- आयपरोभयदोसा, अभिक्खगहणमि खोभण नपंसे ॥ लोगदुगुंछा संका, एरिसिया नूणमेएऽवि ॥५८५॥ મૂલાર્થ નપુંસક ભિક્ષા આપતે સતે પોતાને પાને અને ઉભયને દોષ લાગે છે, વારંવાર ભિક્ષા ગ્રહણ કરવાથી ક્ષોભ, લોકની જુગુપ્સા અને આ પણ એવા જ છે એમ શંકા થાય. //પ૮પી. ટીકાર્થઃ નપુંસક ભિક્ષા આપતે સતે પોતાને, પરને અને બન્નેને દોષ લાગે છે. તે આ પ્રમાણે : નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા ગ્રહણ કરવાથી અતિપરિચય થાય છે. અને અતિપરિચય થવાથી તે નપુંસકને કે સાધુને (કે બન્નેને) “ક્ષોમ:' વેદના ઉદયરૂપ ક્ષોભ થાય છે. તેથી નપુંસકને સાધુના લિંગાદિકનું સેવન કરવા વડે અને બન્નેને પણ મૈથુનની સેવા કરવા વડે કર્મબંધ થાય છે. અહીં ‘અપીસ્પણ' (વારંવાર ભિક્ષાનું ગ્રહણ) એવો શબ્દ લખેલ હોવાથી કોઈક વખત ભિક્ષા ગ્રહણ કરવામાં દોષ નથી એમ કહે છે. કારણકે તેમાં પરિચયનો અભાવ છે. તથા લોકમાં જુગુપ્સા થાય કે - “આ સાધુઓ નિકૃષ્ટ (અધમ) એવા નપુંસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે.” વળી સાધુઓ ઉપર પણ માણસોને શંકા થાય કે – “આ સાધુઓ પણ ખરેખર ‘દ્રા:' આવા નપુંસકો જ છે, અન્યથા (નપુંસક ન હોય તો) આની સાથે ભિક્ષા ગ્રહણના મિષથી અતિપરિચય કેમ કરે છે?” ઈતિ. //પ૮પી. હવે (૧૪) ગર્ભિણી અને (૧૫) બાલવત્સાને આશ્રયીને દોષો દેખાડે છે : मू.०- गुव्विणी गब्भे संघट्टणा उ उटुंतवेसमाणीए ॥ बालाई मंसुंडग-मज्जाराई विराहेज्जा ॥५८६॥ મૂલાર્થ: (૧૪) ઊઠતાં અને બેસતાં ગર્ભિણીના ગર્ભનો સંચાર થાય છે, તથા (૧૫) બાળકને માંસનો ખંડ અથવા સસલાનું બચ્ચું ધારીને માર્ગાર વગેરે તેનો નાશ કરે છે. ૫૮૬ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy