________________
૩૫૬)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. આહારને વિષે કેવા લંપટ છે? કે જેઓ આ પ્રમાણે જ્વરથી પીડાએલા પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે.” ૫૮રા હવે (૭) અન્ય અને (૮) ગલત્કૃઇને આશ્રયીને દોષો કહે છે : मू.०- उड्डाय काय पडणं, अंधे य पास छुहणं च ॥
तद्दोसी संकमणं, गलन्तभिसभिन्नदेहे य ॥५८३॥ મૂલાર્થ : અશ્વથકી ભિક્ષા ગ્રહણમાં ઉફાહ થાય, કાયવધ કરે, પોતે પડી જાય અને વસ્તુ પાત્રની બહાર પડે. તથા અત્યંત ઝરતા રૂધિરવાળો – (ચામડીના) દોષવાળો દાતાર સતે તેના વ્યાધિનો સંક્રમ થાય. પ૮૩ી.
ટીકાર્થ ઃ અબ્ધથકી ભિક્ષા ગ્રહણ કરતાં ઉફાહ થાય. તે આ પ્રમાણે : “અહો ! આ સાધુઓ કેવા પેટભરા છે? કે-જેઓ ભિક્ષા દેવામાં અશક્ત એવા અન્ધથકી પણ ભિક્ષા ગ્રહણ કરે છે.' તથા અધૂમનુષ્ય નહિ દેખતો હોવાથી પગ વડે પૃથ્વીને આશ્રયીને રહેલા પડ઼જીવનિકાયનો ઘાત કરે છે, તથા ઢેફા વગેરેથી અલન પામ્યો તો તે ભૂમિપર પડી જાય છે, અને તેમ થવાથી ભિક્ષા આપવા માટે ઉપાડેલ અને હાથમાં ગ્રહમ કરેલ તપેલી વગેરે ભાજનનો ભંગ થાય છે. તથા અન્ય દેખાતો ન હોવાથી દેવાની વસ્તુને “પાર્થે' ભાજનની બહાર નાંખે છે. તેની અન્ય પાસેથી પણ ભિક્ષા ગ્રહણ ન કરવી. તથા ત્વચા (ચામડી) ના દોષવાળો, તે કેવો ? તે કહે છે – “ કૃમિત્રવેદે (અહીં આર્ષપણાને લીધે વિપર્યાસ વડે પદની યોજના કરવી. તે આ પ્રમાણે)*પૃશ' અત્યંત તદ્' અર્ધ પાકેલા રુધિરને બહાર વહન કરતો અને ઉપન્નશ ફુટેલો છે દેહ જેનો એવો – ગલકોઢી દાતા હોય સતે “સંમM' કુષ્ઠના વ્યાધિનો સંક્રમ-સંચાર થાય છે. માટે તેની પાસેથી પણ ગ્રહણ કરવું નહિ ૫૮૩. હવે પાદુકા પર ચડેલ એ વગેરે (૯થી ૧૨) ચાર દોષોને કહે છે : मू.०- पाउयदुरूढपडणं, बद्धे परियाव असुइखिसा य ॥
करछिन्नासुइखिसा, ते च्चिय पासे वि पडणं च ॥५८४॥ મૂલાર્થ : પાદુકા પર ચડેલાનું પડવું થાય (૯), બદ્ધની પાસેથી લેતાં તેને પરિતાપ થાય, અશુચિને લીધે જુગુપ્સા થાય (૧૦) કર છેદાયેલા પાસેથી લેતાં અશુચિને લીધે જુગુમા થાય (૧૧) તથા પાદ છેરાયેલા પાસેથી લેતાં પણ તે જ દોષ થાય અને પડવું થાય. ll૫૮૪
ટીકાર્થઃ પાદુકા પર ચડેલ માણસ ભિક્ષા આપવા માટે ચાલે તો કદાચિત, દુઃસ્થિતપણાએ કરીને તેનું પતન થાય (૯), તથા (કોઈએ) બાંધેલ દાતા ભિક્ષા આપે તો “પરિતાપ:' તેને દુઃખ થાય, તથા “સુ'ત્તિ મૂત્રાદિકનો ત્યાગ કરતાં તેને જળ વડે શૌચ કરવાનો અસંભવ હોવાથી તેની પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org