________________
॥ અપવાદાશ્રયી ત્યાજ્યાત્યાજ્ય વિભાગ ॥
(૩૫૩
ત્તિત્તથા ય નિત્તમત્તા ય' ઇત્યાદિ કહેવામાં આવ્યું, તે દાયકના સર્વ દોષોને એક ઠેકાણે દેખાડવાને માટે કહેલ છે, માટે (પુનરુક્તિ જેવો) કાંઈપણ દોષ નથી. II૫૫૭।।
હવે અપવાદને આશ્રયીને આ જ દાયકોનો ત્યાગ અને અત્યાગ એવા વિભાગને કહે છે :
मू. ०- एएसि दायगाणं, गहणं केसिंचि होई भइयव्वं ॥ केसिंचि अग्गहणं, तव्विवरीए भवे गहणं ॥ ५७८ ॥
મૂલ્યાર્થ : આ દાયકોને મધ્યે કેટલાક પાસેથી ગ્રહણ કરવાની ભજના છે, અને કેટલાક પાસેથી ગ્રહણ કરાય જ નહિ, પરંતુ તેથી વિપરીત વિષે ગ્રહણ હોય છે. ૫૭૮॥
ટીકાર્થ : ‘તેષાં’ આ બાલાદિક દાયકોને વિષે કેટલાકની પાસેથી એટલે કે પહેલેથી આરંભીને પચીશ સુધીના દાતારો પાસેથી ગ્રહણ કરવાની ભજના છે. એટલે કે કદાચિત્ તથાપ્રકારના મોટા પ્રયોજનને ઉદ્દેશીને કલ્પે છે, બાકીના સમયે કલ્પે નહિ. તથા કેટલાકના હાથથી એટલે ‘ષટ્કાય વડે યુક્ત હાથવાળી' ત્યાંથી (છવીશથી) આરંભીને (૪૦ સુધીના) પંદર દાયકના હાથથી ભિક્ષાનું અગ્રહણ છે. પરંતુ ‘તદ્ધિવરીતે તુ' બાલાદિક સિવાયના દાયક હોય તો ગ્રહણ થઈ શકે છે. II૫૭૮।।
હવે બાલાદિકના હાથથી ભિક્ષા ગ્રહણ કરવામાં જે દોષો છે તે દેખાડવા યોગ્ય છે. તેમાં પ્રથમ ફૂલને આશ્રયીને દોષો કહે છે :
मू.०- कब्बट्ठिग अप्पहण, दिने अन्नन्न गहण पज्जतं ॥
खंतिय मग्गणदिने, उड्डाह पओस चारभडा ॥५७९ ॥
મૂલાર્થ : કોઈ શ્રાવિકા પોતાની પુત્રીને કહી ભક્ત (ભાત) લઈને ખેતર તરફ ગઈ, તે છોકરીએ સાધુને આપ્યું, સાધુ અન્ય અન્ય વસ્તુ પર્યાપ્ત લઈને ગયા, માગ્યું. તેણીએ કહ્યું કે - સાધુને આપ્યું, ઉડ્ડાહ અને પ્રદ્વેષ થયો
શ્રાવિકાએ ઘેર આવીને ખાવાનું
આ તો લુંટારા છે. ૫૭૯
ટીકાર્થ : કોઈ નવી શ્રાવિકા તું સાધુને ભિક્ષા આપજે. એમ પોતાની પુત્રી ‘ઝાહિદ્ધળું ત્તિ’ કહીને ભક્ત (ભાત) લઈને પોતાના ખેતરમાં ગઈ. તે ગયા પછી કોઈક સાધુનો સંઘાટક (બે સાધુ) ભિક્ષાને માટે ત્યાં આવ્યો. તે બાલિકાએ તેને તંફૂલનો ભાત આપ્યો.સંઘાટકનો તે મુખ્ય સાધુ પણ તે બાલિકાને અતિમુગ્ધ જાણી લંપટપણાથી વારંવાર બોલ્યો કે ‘ફરીથી આપ, ફરીથી આપ.' ત્યારે તેણીએ સમગ્ર ઓદન આપી દીધો. ત્યારપછી એ જ પ્રમાણે મગ, ઘી, તક્ર, દહી વગેરે સર્વ (માગવાથી) આપ્યું. પછી દિવસના પાછલા ભાગમાં (સાંજે) તેની માતા ઘેર આવી. ભોજન કરવા બેઠી. પોતાની પુત્રીને કહ્યું કે - હે પુત્રી ! મને ઓદન આપ’ તે બોલી કે ‘સમગ્ર ઓદન સાધુને આપ્યો છે.’ ત્યારે તે બોલી કે - ‘તેં ઘણું સારૂ કર્યું, તો હવે મને મગ આપ.' તે બોલી કે ‘મગ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org