________________
૩૫૪)
છે શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે બધા સાધુને આપ્યા છે. એ જ પ્રમાણે તે જે જે વસ્તુ માગવા લાગી, તે સર્વ મેં સાધુને આપી છે. એમ તે બોલી. છેવટે તેણીએ માત્ર કાંજી માગી. ત્યારે પણ બાલિકાએ કહ્યું કે – “તે પણ સાધુને આપી છે ત્યારે તે નવી શ્રાવિકાએ રોષ પામી સતી પુત્રીને કહ્યું કે – “શું તે સર્વ વસ્તુ સાધુને આપી દીધી? તે બોલી કે – તે સાધુએ વારંવાર માગ્યું તેથી મેં તે સર્વ આપ્યું તે સાંભળીને તે સાધુ ઉપરના કોપના આવેશને પામીને સૂરિની પાસે ગઈ, અને સાધુનો સર્વ વૃત્તાંત કહ્યો કે – “તમારા સાધુ આ રીતે આ રીતે મારી પુત્રીની પાસેથી માગી માગીને સર્વ ઓદનાદિક લાવ્યા છે આ પ્રમાણે તેણીના ઉંચે સ્વરે કહેવાથી તે શબ્દને સાંભળીને પાડોશમાં રહેતા બીજા લોકો અને પરંપરાએ બીજા પણ ઘણા લોકો એકઠા થયા, અને સર્વેએ સાધુનો વૃત્તાન્ત જાણ્યો. તેથી તે સર્વે કોપના આવેશથી સાધુનો અવર્ણવાદ કહેવા લાગ્યા કે - “ખરેખર આ લોકો સાધુવેષની વિડંબના કરનાર ચારભટ (ચોરોના) જેવા લુંટારા છે. પણ સારા આચરણવાળા નથી. તે વખતે પ્રવચનના અવર્ણવાદને દૂર કરવા માટે સૂરિએ તે શ્રાવિકા અને સર્વ લોકોની સમક્ષ તે સાધુની નિન્દા કરીને તથા તેના સમગ્ર ઉપકરણ (વેષ)ને ખેંચી લઈને તેને વસતિની બહાર કાઢી મૂક્યો. આ પ્રમાણે તેને કાઢી મૂકવાથી તે શ્રાવિકાનો કોપ શમી ગયો. તેથી તેણીએ સૂરિને ક્ષમાશ્રમણને (તે સાધુને) લઈને કહ્યું કે – “હે પૂજ્ય ! મારે નિમિત્તે આને કાઢી ન મૂકો. આ મારો એક અપરાધ આપ ક્ષમા કરો.” ત્યારે ફરીથી સૂરિએ યથાયોગ્ય તે સાધુને શિક્ષા આપીને વસતિમાં દાખલ કર્યો, આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે “ફુદ પોલ વારડ' ત લોકને વિશે ઉદ્દાહ થાય. પછી લોકના પ્રષપણાથકી ચોરની જેવા આ લુંટારા છે. પણ સાધુ નથી, એમ અવર્ણવાદ થાય. જેથી કરીને આ પ્રમાણે બાલક પાસેથી ભિક્ષા ગ્રહણ કરવામાં દોષો છે, તેથી કરીને બાલક પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી યોગ્ય નથી. ૫૭૯ો. હવે (૨) સ્થવિરદાયકના દોષોને કહે છે : मू.०- थोरो गलंतलालो, कंपणहत्थो पडिज्ज वा देंतो ॥
अपहु त्ति य अचियत्ते, एगयरे वा उभयओ वा ॥५८०॥ મૂલાર્થ : જે સ્થવિર હોય તે ગળતી લાળવાળો હોય તેના હાથ કાંપતા હોય. અથવા દેતો સતો તે પડી જાય. આ તો અસ્વામી છે, એમ ધારી એકને કે બન્નેને વિષે દ્વેષ થાય. પટવા
ટીકાર્થઃ અત્યંત સ્થવિર માણસ પ્રાયઃ કરીને ગળતી (ઝરતી) લાળવાળો હોય છે, તેથી દેવા લાયક વસ્તુ પણ લાળ વડે ખરડાય છે, તેવી વસ્તુ ગ્રહણ કરવામાં લોકને વિષે સુગના (ગહ) થાય છે, તથા તેનો હાથ કંપતો હોય છે, તેથી હાથના કંપવાના વશથી દેવા લાયક વસ્તુ નીચે પડી જાય, અને તેથી ષડૂજીવનિકાયની વિરાધના થાય, અથવા સ્થવિર (વૃદ્ધ) પોતે જ આપતાં પડી જાય. તેમ થવાથી તેને પીડા થાય અને પૃથ્વી આશ્રિત જીવનિકાયની વિરાધના થાય. વળી પ્રાયઃ કરીને સ્થવિર, ઘરનો 'પ્રમુ:' અસ્વામી હોય છે, (કર્તા-હર્તા હોતો નથી, તેથી તેને દાન દેતો જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org