________________
૩૪૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદો સર્વ સંખ્યાએ કરીને ૪૩ર ભંગ કહ્યા છે, તેમ અહીં પણ સંહૃતધારને વિષે જાણવા, તે આ પ્રમાણે સચિત્તપૃથ્વીકાય સચિત્તપૃથ્વીકાયને મધ્ય સંહ, ઇત્યાદિ રૂપપણાએ કરીને સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રયીને છત્રીશ છત્રીશ ભંગ થાય છે. સર્વ સંખ્યાએ કરીને ચારસો ને બત્રીશ ભંગ થાય છે. વિશેષ એ કે બીજી અને ત્રીજી ચતુર્ભગી સંબંધી દરેકના ત્રીજા ત્રીજા ભંગ સંબંધી અનંતર અને પરંપરા માર્ગણાના વિધિમાં નિક્ષિપ્તદ્વારથકી આ આગળ કહેવાશે તેવું નાનાપણું જાણવું. એટલે કે નિક્ષિતારમાં બીજે પ્રકારે અનંતર અને પરંપરમાર્ગણા કરી છે, અને અહીં સંહૃતદ્વારમાં તો અન્યથા પ્રકારે કરાશે. }પ૬૪ તે જ અન્યથાપણું દેખાડતા સતા સંહરણનું લક્ષણ કહે છે : मू.०- मत्तेण जेण दाहिइ, तत्थ अदिज्जं तु होज्ज असणाई ॥
छोढु तयन्नहिं जेण, देई अह होइ साहरणं ॥५६५॥ મૂલાર્થ : જે પાત્ર વડે દાત્રી આપવાની છે તે પાત્રમાં કાંઈક નહિ દેવા લાયક જે અશનાદિક હોય તેને બીજે ઠેકાણે નાંખીને તે પાત્ર વડે આપે તે સંહરણ કહેવાય છે. પ૬પ
ટીકાર્થઃ જે પાત્ર વડે દાત્રી આપવાની છે, તે પાત્રમાં નહિ દેવા લાયક કાંઈક ‘કશનહિ ભક્તાદિ અથવા સચિત્ત પૃથ્વીકાયાદિ હોય, તો ‘ત' તે નહિ દેવા લાયક વસ્તુને ‘અન્યત્ર' બીજે સ્થાને નાંખીને આપે, “અદ'ત્તિ તે સંહરણ કહેવાય છે. તેથી આ લક્ષણને અનુસારે અનંતર અને પરંપરમાર્ગણા અનુસરવી (કહેવી). તે આ પ્રમાણે - સચિત્તપૃથ્વીકાયને મળે જ્યારે સંકરણ કરે ત્યારે અનંતર સચિત્તપૃથ્વીકાયસંહરણ કહેવાય, અને જ્યારે સચિત્ત પૃથ્વીકાયની ઉપર રહેલા પિઠરાદિકમાં સંહરણ કરે ત્યારે પરંપરા વડે સચિત્ત પૃથ્વીકાયને વિષે સંહરણ કર્યું કહેવાય. એ જ પ્રમાણે અપ્લાય આદિને વિષે પણ ભાવના કરવી. તેમાં અનંતરસંહતને વિષે ગ્રહણ કરવું નહિ, અને પરંપરસંહતને વિષે સચિત્તપૃથ્વીકાયાદિકને સ્પર્શ કરેલ ન હોય તો ગ્રહણ કરવું. //પ૬પા.
હવે બીજી અને ત્રીજી ચતુર્ભગી સંબંધી ત્રીજા ત્રીજા ભંગને આશ્રયીને જે વસ્તુને વિષે પાત્રમાં રહેલ અદેય નહિ દેવા લાયક) વસ્તુને સંહરે, તે દેખાડે છે :
मू.०- भूमाइएसु तं पुण, साहरणं होइ छसु वि काएसु ॥
जं तं दुहा अचित्तं, साहरणं तत्थ चउभंगो ५६६॥ મૂલાર્થ તે સંહરણ પૃથ્વી આદિ છએ કાયને વિષે હોય છે, તથા જે સંહરણ બન્ને પ્રકારે અચિત્તને અચિત્તમાં સંહરે તેમાં ચાર ભાંગા થાય છે. // પદ દો
ટીકાર્થઃ વળી તે પાત્રમાં રહેલ અદેય વસ્તુનું સંહરણ ‘પૂણાતિપુ' સચિત્તપૃથ્વીકાયાદિક છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org