________________
સંહદ્વાર અને તેના ભેદો //
(૩૪૭ પિહિતદ્વાર કહ્યું. હવે સંહત (પ) દ્વાર કહે છે : मू.०- सच्चित्ते अच्चित्ते, मीसग साहारणे य बउभंगो ॥
आइतिए पडिसेहो, चरिमे भंगंमि भयणा उ ॥५६३॥ મૂલાર્થ : સચિત્ત, અચિત્ત અને મિશ્ર સંહતને વિષે ચાર ભંગ છે. તેમાં પહેલા ત્રણ ભંગમાં પ્રતિષેધ છે, અને છેલ્લા ભંગમાં ભજના છે. પ૬all
ટીકાર્થ અહીં જે પાત્ર વડે કરીને દાત્રી, ભક્તાદિ દેવાને ઇચ્છે છે તે પાત્રમાં બીજી નહિ દેવા લાયક કાંઈક પણ સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુ હોય તો તેને તેમાંથી (ઉપાડીને) બીજે ઠેકાણે ભૂમિ વગેરે ઉપર નાંખીને તે પાત્ર વડે બીજી વસ્તુ આપે છે. તેમાં તે પ્રથમની વસ્તુ કદાચ સચિત્ત પૃથિવ્યાદિકને વિષે નાંખે, કદાચ અચિત્તને વિષે નાંખે અને કદાચ મિશ્રને વિષે નાખે, અહીં જે ક્ષેપણ (નાંખવું) તે સંહરણ (સંહત) કહેવાય છે. તેથી સંહરણને વિષે સચિત્તાદિને આશ્રયીને ચતુર્ભગી થાય છે. અહીં જાતિમાં એકવચન લખ્યું છે. તેથી ત્રણ ચતુર્ભાગી થાય છે એમ જાણવું. તે આ પ્રમાણે : સચિત્ત અને મિશ્રપદ વડે એક (પહેલી) ચતુર્ભગી, સચિત્ત અને અચિત્તપદ વડે બીજી તથા મિશ્ર અને અચિત્તપદ વડે ત્રીજી ચતુર્ભાગી થાય છે. તેમાં (૧) સચિત્તને વિષે સચિત્તને સંહર્યું (૨) મિશ્રને વિષે સચિત્તને સંહર્યું, (૩) સચિત્તને વિષે મિશ્રને સંર્યું અને (૪) મિશ્રને વિષે મિશ્રને સંહર્યું, આ પહેલી ચતુર્ભગી થઈ, તથા (૧) સચિત્તને વિષે સચિત્ત સંહર્યું (૨) અચિત્તને વિષે સચિત્ત (૩) સચિત્તને વિષે અચિત્ત અને (૪) અચિત્તને વિષે અચિત્ત એ બીજી ચતુર્ભાગી થઈ તથા (૧) મિશ્રને વિષે મિશ્ર સંર્યું (૨) અચિત્તને વિષે મિશ્ર, (૩) મિશ્રને વિષે અચિત્ત અને (૪) અચિત્તને વિષે અચિત્ત સંર્યું. એ ત્રીજી ચતુર્ભગી થઈ. ગાથાને અંતે લખેલ ‘તુ' શબ્દના સામર્થ્યથી પહેલી ચતુર્ભગીના સર્વ ભંગોને વિષે પ્રતિષેધ છે અને બીજી તથા ત્રીજી ચતુર્ભગીના ‘ત્રિ પહેલા ત્રણ ત્રણ ભંગોને વિષે પ્રતિષેધ છે, અને છેલ્લા ચોથા ભંગને વિષે ભજના છે. //પ૬૩ હવે ત્રણ ચતુર્ભગી સંબંધી અવાંતરભંગને કહેવામાં અતિદેશ કરે છે. म.०- जह चेव उ निक्खिते, संजोगा चेव होंति भंगा य ॥
तह चेव उ साहरणे, नाणत्तमिणं तइयभंगे ॥५६४॥ મૂલાર્થ : જે પ્રકારે નિશ્ચિતદ્વારમાં સંયોગ અને ભંગો કહ્યા છે, તે જ અહીં સંહદ્વારમાં પણ કહેવા. તેમાં ત્રીજા ભંગમાં આ પ્રમાણે નાનાપણું છે. //પ૬૪
ટીકાર્થ : જે પ્રમાણે ‘વિક્ષિણે' નિશ્ચિતતારમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રપદના સંયોગો કર્યા છે, અને જે પ્રમાણે સચિત્તપૃથ્વીકાય સચિત્તપૃથ્વીકાય ઉપર નિલિમ, એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ત્રણ ચઉભંગીના ભંગોને આશ્રયીને એક એક ભંગમાં છત્રીશ છત્રીશ ભંગો કહ્યા છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org