________________
૩૪૬)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / હોય તે અનંતર અને બીજું પરંપર જાણવું. પ૬૦-૫૬૧.
ટીકાર્થઃ અહીં જયારે તપેલી વગેરેમાં સંસ્વેદિમ (દાળ-કઢી) વગેરેને વિષે (કડછી-આદીમાં) અંગારાને સ્થાપન કરીને હીંગ વગેરે વડે વાસ (વઘાર) દેવાય છે. (વઘાર આપી ઉપરથી ઢાંકણું બંધ કરાય છે, ત્યારે તે અંગારા વડે કેટલાક સંર્વેદિમાદિકનો સ્પર્શ હોય છે. તેથી તે (સંસ્વેદિમાદિ) અનંતરપિહિત કહેવાય છે. અહીં આદિ શબ્દ હોવાથી મુશ્મરાદિકમાં નાંખેલ ચણા વગેરે અનંતરપિહિત જાણવા. અને અંગારાથી ભરેલા શરાવાદિક વડે ઢાંકેલ પિઠરાદિ પરંપરપિરહિત કહેવાય છે. તથા તત્રેવ' તે અંગારધૂપિતાદિકને વિષે જ “ફર' ત્તિ – વાયુની તિરોહિત નથી (સ્પષ્ટ છે, માટે તે અનંતરપિહિત જાણવું. કેમ કે – “યત્રાનિસ્તત્ર વાયુ:” જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે, એવું વચન છે. તથા વળી વાયુથી ભરેલ બસ્તિ વડે અને ઉપલક્ષણથી બસ્તિ, દતિ (બતક) વગેરે વડે જે પિહિત તે પરંપરપિહિત જાણવું. તથા “વને' વનસ્પતિકાયના વિષયમાં ફળાદિ વડે ‘સફર' ત્તિ અતિરોહિત જે પિહિત હોય તે અનંતરપિહિત કહેવાય છે. અને “છેલ્વપતરા’ છીબું, થાળી, વાસણ વગેરેને વિષે રહેલા ફળાદિક વડે જે પિહિત તે “ફયર' 7 ઇતર એટલે પરંપરપિહિત કહેવાય છે. ત્રણે' (છઠ્ઠા) ત્રસકાયના વિષયમાં કચ્છપ (કાચબા) વડે અને સંચારાદિક એટલે કોટિકાની પંક્તિ વગેરે વડે જે પિહિત તે અનંતરપિહિત કહેવાય છે, અને કચ્છપ, સંચારાદિક છે ગર્ભમાં (અંદર) જેને એવા પિઠરાદિક વડે જે પિહિત તે પરંપરપિહિત કહેવાય છે. અહીં જે અનંતરપિહિત હોય તે કલ્પ નહિ, અને પરંપરપિહિત હોય તે યતનાથી લેવું //પ૬૦-૫૬૧ પર પંખ મયણા ૩ (૫૫૮) એમ જે કહ્યું તેની વ્યાખ્યા કરે છે : मू.०- गुरु गुरुणा गुरु लहुणा, लहुयं गुरुएण दो वि लहुयाइं ॥
अच्चित्तेण वि पिहिए, चउभंगो दोसु अग्गेझं ॥५६२॥ મૂલાર્થ અચિત્ત વસ્તુ પિહિત સતે ગુરુ ગુરુ વડે, ગુરુ લઘુ વડે, લઘુ ગુરુ વડે અને બન્ને લઘુ એમ ચતુર્ભગી થાય છે. તેમાં બે ભંગ અગ્રાહ્ય છે. //પદરા
ટીકાર્થ: ‘વિરેનાપિ' દેવા લાયક અચિત્ત વસ્તુ પિહિત હોયે સતે વતુર્મી' ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે - ગુરુ ગુરુ વડે પિહિત એ પહેલો ભંગ, ગુરુ લઘુ વડે પિહિત તે બીજો ભંગ, લઘુ ગુરુ વડે પિહિત એ ત્રીજો ભંગ અને ‘રો વિ તહુવારું ત્તિ લઘુ લઘુ વડે પિહિત એ ચોથો ભંગ છે. આ ચારે ભંગમાં બે એટલે પહેલા અને ત્રીજા ભંગને વિષે અગ્રાહ્ય છે. કેમકે - ગુરુ (ભારે) દ્રવ્યને ઉપાડવામાં કોઈપણ પ્રકારે તેનો પાત (પડવું) થાય તો પગ વગેરેના ભાંગવાનો સંભવ હોવાથી તેથી બાકી રહેલા બીજા અને ચોથા ભંગને વિષે ગ્રાહ્ય (ગ્રહણ કરવા લાયક) છે. કેમકે- તેમાં કહેલા દોષનો સંભવ નથી. વળી દેવા લાયક વસ્તુના આધારરૂપ પિઠરાદિક ગુરુ હોય તો પણ તેમાંથી કરોટિકા (કડછી) વગેરે વડે દાનનો સંભવ છે. આપ૬રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org